રાશિફળ ૯ ડિસેમ્બર ૨૦૨૦ : આજે આ ચાર રાશિઓ નાં જાતકોની પરીક્ષા થશે, જાણો શું કહે છે તમારી રાશિ

રાશિફળ ૯  ડિસેમ્બર ૨૦૨૦ : આજે આ ચાર રાશિઓ નાં જાતકોની પરીક્ષા થશે, જાણો શું કહે છે તમારી રાશિ

મેષ રાશિ

આજે તમને કોઈ જૂની બીમારી માંથી રાહત મળશે. તમારા મિત્રોને મદદ કરી શકશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓએ આજે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ સાથે વિવાદ કરવાથી બચવું. આજે દરેક કાર્ય ઈચ્છા અનુસાર થવામાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. સવાસ્થ્ય અંગે સાવધાની રાખવી.

વૃષભ રાશિ

આજે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓમાં વધારો થશે. આજે તમે ખૂબ જ તાજગી મહેસૂસ કરશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સકારાત્મક ફેરફાર માટે નો દિવસ રહેશે. આર્થિક નુકસાનથી બચવા નવા પ્રોજેક્ટ મળી શકે છે અને તેનાં માટે આજે તમારે વધારે ભાગદોડ કરવી પડશે. આજે દરેક કાર્ય તમારી ફેવરમાં રહેશે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પડવા-વાગવાથી સાવચેત રહેવું.

મિથુન રાશિ

આજે ધીરજ અને પ્રેમથી કામ લેવું. આજે તમારું વૈવાહિક જીવન અશાંત થઈ શકે છે. પરંતુ તમારી આવડત અને ધીરજથી દરેક વસ્તુઓ સારી રીતે સંભાળી શકશો. આજે તમારા કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. આજે નવા લોકો સાથે મુલાકાત થશે. કારકિર્દીમાં પ્રગતિ મળશે અને આર્થિક લાભ પણ થશે. સામાજિક કાર્ય કે રમતગમતમાં બાળકો સાથે ભાગ લઈ શકશો અને આનંદ અનુભવશો.

કર્ક રાશિ

આર્થિક સમસ્યા દૂર થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની સંભાવના છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માં જીવનસાથીની સલાહ લેવાથી ફાયદો થશે. પ્રાઇવેટ જોબ કરનારા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સંતાન સુખમાં વધારો થશે. દાંપત્યજીવન અને વેપારમાં ધ્યાન રાખવાની જરૂર છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મહત્વનાં નિર્ણયો લઈ શકશો. કોઈપણ વ્યક્તિ નાં વિચારોથી પ્રભાવિત થવું નહીં.

સિંહ રાશિ

આજણો દિવસ લવ લાઈફ માટે ખાટા-મીઠા અનુભવનો દિવસ રહેશે. વેપાર ની દ્રષ્ટિએ  આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા રોકાયેલા કાર્યો ફરીથી શરૂ થઈ શકશે. આજે ઘરના વાતાવરણથી દૂર રહેવાની ઈચ્છા થશે. આજે તમારા મનમાં ઘણા પ્રશ્નોને લઇને ઉચાટ રહેશે. તમારી પ્રિય વ્યક્તિ તમારા મૂડને લઈને તમને પરેશાન કરી શકશે. અચાનક થી યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે.

કન્યા રાશિ

આજે તમારા ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે જેથી પરિવાર નું વાતાવરણ શાંતિપૂર્ણ રહે. આધ્યાત્મિકતામાં વધારો થશે. સંતાન તરફથી કોઈ ખુશ ખબર પ્રાપ્ત થશે. ભૌતિક સાધનો  માં વધારો થશે. કેરિયર અને સંબંધો ને લગતી બાબતોમાં લાભ થશે. પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. પ્રેમ સંબંધમાં આજે મધુરતા રહેશે. જરૂરિયાત મંદ લોકો ને વસ્ત્રનું દાન કરશો. ધનલાભ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે આળસ અને થાક અનુભવશો. તમારા પ્રિય વ્યક્તિ આજે પોતાનાં મનની વાત તમને જણાવશે અને તમારા સંબંધો મજબૂત થશે. જમીન મકાન કે વાહન ખરીદવાના યોગ છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. દાંપત્યજીવનમાં આજનો દિવસ સારો રહેશે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નો માં સાવધાનીપૂર્વક આગળ વધવું. ખર્ચાઓમાં વધારો થશે. સાથેજ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ

તમારા બજેટને લઈને સાવધાન રહેવાની જરૂર છે કારણકે તમારા ખર્ચો વધારે હશે. વાદ-વિવાદમાં પડવું નહીં અન્યથા વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ધીરજથી કામ લેવું તમારા શત્રુઓ તમારા વિરૂદ્ધ અફવાઓ ફેલાવશે. વાંચનમાં સમય પસાર થશે. સ્થાવર સંપત્તિ વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકો સાથે ચર્ચા અવશ્ય કરવી. આર્થિક લાભ અને સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધન રાશિ

 

 

 

આજે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. જો તમે વિવાહિત છો તો દાંપત્યજીવનમાં મધુરતા રહેશે પરંતુ સાસરા પક્ષ નાં લોકોને તમારા જીવનસાથી વિશે કોઈ ફરિયાદ ન કરવી. કાર્યક્ષેત્રમાં આજે સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારા પરિવાર નાં લોકો તમારાથી દૂર થઈ શકે છે કારણકે તમારા વર્તનના કારણે તેઓ નારાજ થઈ શકે છે. તમારા વિરોધીઓ પરાજિત થશે.

મકર રાશિ

આજે તમારા બાળકો નાં કેરિયર વિશે ચિંતા થશે. મનોરંજન કાર્યમાં સમય પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ પ્રાપ્ત થશે. આજે કોઇપણ પ્રકારનું રોકાણ કરતી વખતે ખૂબ વિચાર વિચારીને નિર્ણય લેવો અથવા તો કોઈની સલાહ લઈને આગળ વધવું. મિત્રો તરફથી લાભ પ્રાપ્ત થશે. નવા વસ્ત્રો અને આભૂષણોની ખરીદી કરી શકો છો. તમારી બેદરકારીને કારણે તમારા માતા-પિતા ને દુઃખ થશે.

કુંભ રાશિ

આજે તમારા માતા-પિતા તરફથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય માટે સલાહ પ્રાપ્ત થશે. આજે માનસિક તણાવ રહેશે અને સાથે જ ખર્ચાઓમાં પણ વધારો થશે. તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે. અગાઉ કરેલા રોકાણમાંથી લાભ મળશે. કરજમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે. લાંબી યાત્રા થી ખૂબ જ ફાયદો થશે. લગ્જીવન માં ખૂબ જ આનંદ આનંદ અનુભવશો.

મીન રાશિ

આજે અચાનક કોઈ સારા સમાચાર કે ફસાયેલા નાણાં પ્રાપ્ત થશે. વિરોધીઓ પરાજિત થશે એવા લોકોથી દૂર રહેવું કે જે તમને ખોટા માર્ગ પર લઈ જઈ શકે છે અને એવી માહિતી આપી શકે છે કે જેનાં લીધે તમને નુકસાન થાય. નવી નોકરી ની શોધ કરનાર લોકોને સફળતા મળશે. આજે અચાનક થી ધનલાભ થશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રશંસા મળશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *