રાશિ ફળ ૯ નવેમ્બર ૨૦૨૦ ગ્રહ-નક્ષત્રો ની વિશેષ સ્થિતિ ચમકાવશે, આ ૪ રાશિ નાં જાતકો નાં નસીબ ધનમાં વૃદ્ધિ થશે

મેષ રાશિ
આજે તમારે ઓફિસ નાં અને ઘર નાં કામ ની જવાબદારી નાં લીધે તણાવ અને પીડા મહેસૂસ કરશો. કોઈ કામ માં થોડી રુકાવટ ના લીધે તમને પરેશાની જણાશે. તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાથી તમારા સંબંધ મધુર થશે. દિવસ ની શરૂઆત કામની ચિંતા સાથે થશે. પરિવાર માં માંગલિક આયોજન ની તૈયારી થશે. ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું.
વૃષભ રાશિ
આજે ધન લાભ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. મુસાફરી માટે આ દિવસ યોગ્ય નથી. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જે કાર્ય શરૂ કરશો તે સમયસર પૂર્ણ કરી શકશો. વેપારી લોકો માટે આજ નો દિવસ ખૂબ ઉત્તમ છે. વિદ્યાર્થીઓ ને નવા અવસરો ની પ્રાપ્તિ થશે. તમારી કારકિર્દી ને સંબંધિત ખૂબ નવા અવસર પ્રાપ્ત થશે. સામાજિક કાર્યો માં ભાગ લેવાથી મનમાં પ્રસન્નતા રહેશે. તમારી કરેલી મહેનત નું શુભ પરિણામ મળશે.
મિથુન રાશિ
કામકાજ ને લઈને તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. તમારા ઉપરી અધિકારી તમારા કામ થી ખુશ થશે. તમને અચાનક ધન લાભ થશે. હસી મજાક માં કહેલી વાતોને લીધે કોઈ તમારા પર શક કરી શકે છે. જરૂરિયાત મંદ લોકો ને ભોજન કરાવવું. કોઈ સજનાત્મક કામ માં પોતાને વ્યસ્ત રાખવું ખૂબ જ જરૂરી છે. જીવનસાથી સાથે વાદવિવાદ થશે. વિરોધી સક્રિય રહેશે, તે તમારા વિશે ખોટી અફવા ફેલાવશે.
કર્ક રાશિ
આજે નિર્ણય ન લેવાને કારણે પરિણામ સ્વરૂપ નવા કાર્યો ની શરૂઆત કરવી તે તમારા માટે હિતાવહ નથી. જૂનાં મિત્રો સાથે મુલાકાત થશે. જીવનસાથી ની ઈમાનદારી થી પ્રભાવિત થશો તમારા કાર્ય નાં સ્થળ પર મહત્વ નાં નિર્ણય લેવા પડશે. સંપત્તિ માં વધારો થશે. ઘણા નવા અનુભવ માટે તમારે તૈયાર રહેવું પડશે. સંપત્તિ ને લઈને વાદ વિવાદ થઈ શકે છે. આકસ્મિક કાર્ય આવાથી નક્કી કરેલી યોજના માં પરિવર્તન થઈ શકે છે.
સિંહ રાશી
તમારા કામકાજ સફળ રહેશો. કોઈ ધાર્મિક આયોજન માં જવાનો અવસર મળશે. તમારા નજીક નાં લોકો તમારી પાસેથી અપેક્ષા રાખશે. તમારા સંબંધો ને જાળવી રાખવા માટે સમજણ પૂર્વક કાર્ય કરવું પડશે. કાર્યસ્થળ પર નકામા ખર્ચા થી બચવું. વ્યાપાર નાં લીધે કોઈ મુસાફરી પર જવું પડે કામ ની જવાબદારી પહેલા કરતા થોડી ઓછી થશે. તમારા વ્યવહાર માં નમ્રતા અને વાણી માં મીઠાશ રાખવી.
કન્યા રાશિ
તમારા જીવન સાથી તમને કોઈ મહત્વપૂર્ણ બાબત માટે સાથ આપશે. તમારી આર્થિક સ્થિતિ ને સંભાળવાની જરૂર છે. તમારે કોઈ ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે. વેપાર માં જરૂરી કામ માટે યોજનાઓ બનાવી તમારા અનુભવ સાથે કાર્યોને પૂર્ણ કરવા. જે લોકો ની તમે ક્યારેક મદદ કરી હશે આજે તે જ લોકો તમને દગો આપશે. ધાર્મિક કાર્ય માં તમે વ્યસ્ત રહેશો. તમારું ધ્યાન તમારા મહત્ત્વ નાં કામ પર કેન્દ્રિત કરવું.
તુલા રાશિ
આજે તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવવા ની આશા છે. કોઈ ની સાથે વાત કરતી વખતે તમારા શબ્દો નું ધ્યાન રાખવું. કોઈ નજીક નાં સંબંધી પ્રતિકૂળ સ્થિતિ માંથી બહાર નીકળવા માં મદદ કરશે. લેખન કાર્ય અને ગ્લેમર ક્ષેત્રે જોડાયેલા લોકો ને સફળતા મળશે. કોઈ વાદ-વિવાદ થી દૂર રહેવું છે. દિવસ ની શરૂઆત આળસ થી થશે. અધિકારી વર્ગ તમારા કામ થી નારાજ થશે. તમારી લવ લાઇફ આજે ખૂબ સારી રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે સમજી-વિચારી ને દરેક કાર્ય કરવું. જ્યાં હૃદય ની જગ્યા એ મગજ નો ઉપયોગ કરવો જોઈએ ત્યાં તેનો ઉપયોગ કરવો. તમારી કારકિર્દી માં સફળતા મળશે. તમારા જીવનસાથી તમારી કોઈ સલાહ ના લીધે તમારા થી નારાજ થઈ શકે છે. ઘણા દિવસ થી રોકેલા કાર્યો પૂર્ણ થવાથી મન આનંદ માં રહેશે. તમારી તબિયત નું ધ્યાન રાખવું. બહાર ફરવા જવા થી મન આનંદમાં રહેશે. નોકરિયાત વર્ગ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. મિત્રો સાથે લેવડદેવડ કરતી વખતે સાવધાની રાખવી.
ધનુ રાશિ
અફવાઓ થી આજે દૂર રહેવું. તમારી જરૂરિયાતો પૂરી ના થવાને લીધે તમારું જીવન માં તણાવ રહેશે. આજે તમને ધનલાભ થી પ્રશંસા થ.શે દાંપત્યજીવન સુખી રહેશે. બીપી નાં દર્દી એ સાવધાની રાખવી. કોઇ ગરીબ વ્યક્તિ ને લાલ રંગ ની ચાદર દાન કરવી. જો તમે તમારા ઓફિસ સિવાય બીજે સમય પસાર કરશો તો તમારા ઘરેલું જીવન માં નકારાત્મક અસર પડશે. કોઈ ખાસ મિટિંગ થશે. સંતો નાં સાનિધ્ય થી શાંતિ પ્રાપ્ત કરી શકશો.
મકર રાશિ
ભાગ્ય પક્ષ મજબૂત હોવાને લીધે આજે કોઈ મોટા લાભ ની સંભાવના છે. તમારા ખર્ચાઓ પણ વધશે. જે તમારા માટે પરેશાની સાબિત થશે. પરિવાર નાં સભ્યો સાથે શાંતિ અને આનંદ ભર્યા દિવસો વિતાવશો. તમારા દાંપત્ય જીવન માં મધુરતા રહેશે. પેટ ને લગતી સમસ્યા રહેશે. તમારા સ્વભાવ નાં લીધે તમારા માતા-પિતા દુઃખી થશે. જે પણ કાર્ય કરવું તેમાં અનુભવી ની સલાહ લેવી. વ્યર્થ ભાગદોડ રહેશે.
કુંભ રાશિ
આજે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમે અનુભવ કરશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને ખૂબ જ પ્રેમ કરે છે. તમારા સહ કાર્યકરો પાસેથી તમારી ધારણા પ્રમાણે સહયોગ નહીં મળે, પરંતુ ધીરજ રાખવી. વેપારી વર્ગ ને નવા અવસરો પ્રાપ્ત થશે. ઉપરી અધિકારી નો સહયોગ મળવા થી તમારો તમને પ્રોત્સાહન મળશે. કોશિષ કરવા થી તમારા રોકાયેલા કામો માં સફળતા મળશે. દાંપત્ય જીવન માં મધુરતા રહેશે.
મીન રાશિ
આજે ધાર્મિક કાર્યો નું આયોજન ધાર્મિક યાત્રાનાં યોગ બને છે. આજે તમને કોઈ થી દુઃખી થશો. જે કળા અને સ્ટેજ સાથે જોડાયેલા છે તેના માટે તેની પ્રતિભા બતાવવાના નવા અવસર મળશે. ધન ની પ્રાપ્તિ થશે. તમારા રોમેન્ટિક સ્વભાવ થી તમારુ દાંપત્ય જીવન નવા તરંગો થી ભરાઈ જશે. તંદુરસ્તી સારી રહેશે. મહત્વપૂર્ણ કાર્યો પર નજર રાખવી. તમારી જવાબદારી માં વધારો થશે.