રાશિફળ ૬ નવેમ્બર ૨૦૨૦ આજે માં લક્ષ્મી ની કૃપા થી મેષ રાશિ નાં જાતકો અને અન્ય ૪ રાશિ નાં જાતકો ની પ્રગતિ થશે.

રાશિફળ ૬ નવેમ્બર ૨૦૨૦ આજે માં લક્ષ્મી ની કૃપા થી મેષ રાશિ નાં જાતકો અને અન્ય ૪ રાશિ નાં જાતકો ની પ્રગતિ થશે.

 મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. પરંતુ ધીરજ રાખવી એ સૌથી મોટી ચુનોતી રહેશે. મહેનત નાં પ્રમાણ માં સફળતા મળવા થી તમારા મનમાં પ્રસન્નતા રહેશે. તમારા રોકાયેલા દરેક કામ પૂર્ણ થશે. અને તમારા મનમાં નકારાત્મકતા ઓછી થશે. તમારી સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. ખાન-પાનમાં પણ ધ્યાન રાખવું. વધારે પડતા ત્તેલીય ભોજન થી  તમારી તબિયત પર અસર થઈ શકેછે. જૂના મિત્રો ને મળવાનું થશે. તમે તમારી આવકનો એક નિશ્ચિત હિસ્સો જમા કરી શકશો.

Advertisement

 વૃષભ રાશિ

આજે તમે કોઇ મહત્વ પૂર્ણ વ્યક્તિ ને મળી શકશો. જરૂરી ન હોય ત્યાંસુધી કોઈ સાથે લેવડ-દેવડ કરવી નહિ. વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેશે. સખત મહેનત કરવી પડશે. મુસાફરી માં તમને કષ્ટ અને માનસિક પીડા વેઠવી પડે. કોઈ અજાણ્યા ભય નાં લીધે તમને ઊંઘ ની સમસ્યા રહેશે. ચિંતા અને તણાવ દૂર થશે. નોકરી અને વ્યાપાર માં ધ્યાન રાખવું. નક્ષત્ર અનુસાર તમારે કોઈ વિશેષ કાર્ય કરવું પડશે. તમારા પાર્ટનર સાથે સુમેળ રહેશે.

 મિથુન રાશિ

 

 

ભાઈ બહેનો માં સહયોગ ની ભાવના રહેશે. તમે રોજ ની જેમ પૂરી મહેનત થી તમારું કામ પૂર્ણ કરી શકશો. તમે જે રીતે સતત મહેનત કરી રહ્યા છો તેથી તમને અવશ્ય ફળ ની પ્રાપ્તિ થશે. ભાઈ-બહેનો સાથે મળીને કોઈ નવું કાર્ય કરશો અને તેનો આનંદ પૂરો દિવસ રહેશે. પરણિત લોકો નાં જીવન માં પ્રેમ વધશે અને જીવનસાથી સાથે સંબંધો માં મધુરતા  રહેશે.

 કર્ક રાશિ

પરિવાર નાં લોકોનો સહયોગ મળી રહેશે. લાંબા સમય થી ચાલી રહેલી પારિવારિક સમસ્યા નો આજે ઉકેલ આવશે અને તેનાથી તમે શાંતિ અનુભવશો. આજે પરિવાર નાં લોકો સાથે સમય વિતાવવા માટે તમને મોકો મળશે. તમારા કામકાજ માં તમને બધાનો સહયોગ મળશે. સંતાન બાબતે ચિંતા થશે. નોકરિયાત વર્ગ માટે કોઈ સારા સમાચાર આવશે. તમારા સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું.

 સિંહ રાશી

તમારા જીવનસાથી તમને તમારા પસંદ ની વસ્તુ આપી ને આશ્ચર્યચકિત કરશે જેથી તામે આનંદ અનુભવશો. દિવસ માં પ્રેમ સંબંધ રાખનાર ને આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે અને તેનાં જીવન સાથે ને ખુશ કરી શકશે. તમે તમારી દ્રઢ ઇચ્છાશક્તિ થી મુશ્કેલ માં મુશ્કેલ કાર્ય પણ આસાની થી પૂર્ણ કરી શકશો.

 કન્યા રાશિ

આજે તમારી વાણી પર સંયમ રાખો અતિ આવશ્યક છે નહીં તો સંબંધો માં મુશ્કેલી આવી શકેછે. કોઈ ની મદદ થી તમારું અટકેલું કામ ફરીથી શરૂ થઈ શકશે. તમારી તંદુરસ્તી ખૂબ જ સારી રહેશે અને ઉર્જા નો અનુભવ કરશો. તમે પૂરી સમજણ સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેશો અને તેનાથી તમારું કામ સરળ થશે. તમારા કાર્ય નાં સ્થળ માં ફેરફાર થઈ શકે છે.

 તુલા રાશિ

આજે માનસિક રૂપ થી તમે ખૂબ જ હતાશા અનુભવશો. તમારા પાર્ટનર નો તમને સાથ મળશે. નાણાકીય લાભ મળશે. જો તમે બે ઘર વસાવવા નું સપનું જોઈ રહ્યા છો તો આજે તમને કોઇ સારા સમાચાર મળવા થી તમારું સપનું સાકાર થાય. પરિણામ મળશે પરંતુ સખત મહેનત કરવી પડશે અને તમારા મન ને કાબુમાં રાખવું પડશે. કોઈનું સારું કરતાં તમને નુકશાની થઈ શકે છે.

 વૃશ્ચિક રાશી

આજે તમે શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રશંસા નો અનુભવ કરશો. બેરોજગાર માટે આજે નિરાશા પ્રાપ્ત થશે આજે સફળતા મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે, પરંતુ હિમ્મત ન હારવી અને પ્રયત્નો ચાલુ રાખવા. તમારુ પારિવારિક જીવન ખૂબ જ સુખમાં રહેશે. તમારા જીવન નાં કોઈ સારા પળો ને યાદ કરવાનો મોકો મળશે.

 ધનુ રાશિ

આજે તમને અધિકારી વર્ગ ની સહાયતા મળી રહેશે. તમારા વિરોધીઓ પરાજિત થશે. તમારા રોકાયેલા કામો આજે પૂર્ણ થશે. આજે ભાગ્ય તમારો પુરો સાથ આપશે. પરિવાર નાં દબાણ નાં લીધે તમે થોડા ચીડ-ચીડા રહેશો. પરંતુ તમારા જીવનસાથી આ પ્રશ્ન ઉકેલવા માં તમને મદદ કરશે. આજે તમે કોઇ ધાર્મિક કાર્ય કરશો. કાર્ય નાં સ્થળ પર તમારી  સ્થિતિ સારી રહેશે. મુસાફરી કરવા માટે દિવસ અનુકૂળ નથી. ભૂતકાળ માં કરેલી કોઈ પરિયોજના તમારા માટે પુરસ્કાર લાવી શકે છે.

 મકર રાશિ

આજે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, બાકી મોટું નુકસાન થઈ શકે છે. નોકરિયાત વર્ગ અને વેપારીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. કોઈ કાર્ય માં પરેશાની ઉઠાવી પડશે. પિતા અને પુત્ર વચ્ચે મતભેદ થઈ શકે છે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. દરેક પ્રકાર નાં સુખો પ્રાપ્ત થશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. આજે તમને બીજા ઘણા લાભ થશે.

 કુંભ રાશિ

આજ કોઈ કારણસર પરિવાર માં આપત્તિજનક સ્થિતિ ઉભી થશે. તમે એકલતા અનુભવશો. ઓફિસ માં ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે. તમારા શત્રુઓ પર તમે વિજય મેળવશો અને માન-પ્રતિષ્ઠા માં વધારો થશે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ઉત્તમ નથી. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ પ્રાપ્ત થશે. તમારા ભાગ્ય આજે તમારો સાથ આપશે. ઘરે મહેમાન નું આગમન થઇ શકે.

 મીન રાશિ

આજે થોડી મહેનત થી જ તમને સારું ફળ મળશે. વ્યાપાર માં નુકસાન થવાથી મન દુખી રહેશે પરંતુ સંતાન તરફ થી સારા સમાચાર થી તમારા મનમાં આનંદ થશે. દરેક કામ સરળતા થી પૂર્ણ થશે. બુદ્ધિ અને ધીરજ સાથે કામ કરશો તો દરેક કાર્ય માં સફળતા મળશે. નોકરિયાત વર્ગ ને સારું પેકેજ મળી શકે છે. પ્રેમ સંબંધ ગાઢ બનશે. તમારા જીવન માં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન થઈ શકે છે તેનાથી તમે પ્રસન્નતા અનુભવશો.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *