રાશિ મુજબ જ ધારણ કરો રત્ન, નહીતો થઈ શકે છે ભારે નુકસાન, જાણો તમારે કયા રત્ન થી રહેવું સાવધાન

તમે ઘણા લોકોને રત્ન પહેરેલા જોયા હશે. કેટલાક લોકો પંડીતો ની સલાહ અનુસાર રત્ન ધારણ કરે છે. તો ઘણા લોકો સલાહ વગર જ રત્ન ગ્રહણ કરે છે. રત્ન પહેરવા વિશે કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, સલાહ વગર રત્ન પહેરવું જોઇએ નહીં. કારણ કે સલાહ વગર રત્ન પહેરવામાં આવે તો થઈ શકે છે નુકસાન. વિશેષજ્ઞો અનુસાર જો તમે તમારી રાશિ મુજબ રત્ન ધારણ કર્યો હશે તો તે તમને ધનવાન બનાવી શકે છે. આજે અમે તમને એ રત્ન વિશે જણાવવાના છીએ જે તમારે ધારણ કરવો જોઇએ નહીં. વૃષભ રાશિવાળા લોકોએ વિશેષ રૂપથી મૂંગા અને પોખરાજ રત્ન ધારણ કરવો જોઈએ નહીં.
વૃષભ રાશિના લોકો માટે આ રત્ન સફળતામાં વિઘ્ન લાવી શકે છે. આ રત્નને પહેરવાથી તેના જીવનમાં ખુશી રહેતી નથી તેમજ મેષ રાશિના લોકોએ પન્ના અને પોખરાજ રત્ન ધારણ કરવો જોઈએ નહી. મેષ રાશિવાળા લોકો પન્ના અને પોખરાજ રત્ન ધારણ કરે છે તો તેમને નુકસાન થાય છે એટલું જ નહીં તેના પરિવાર નાં લોકો પણ દુઃખી થઈ શકે છે.સિંહ રાશિવાળા લોકોએ કયારેય શનિ કે નીલમ રત્ન ધારણ કરવું નહીં કારણ કે સિંહ રાશિવાળા લોકોના સ્વામી સૂર્ય છે. સૂર્ય સ્વામી હોવાને લીધે નીલમ રત્ન પહેરવું જોઇએ. તેમજ કર્ક રાશિનાં લોકોએ પણ શનિ અને નીલમ નું રત્ન પહેરવું જોઇએ નહી. કર્ક રાશિવાળા લોકોના સ્વામી ચંદ્ર છે કર્ક રાશિના લોકોએ નીલમ અને ચંદ્રનું રત્ન ધારણ કરવું નહીં.
મિથુન રાશિવાળા લોકોએ હીરા અને નીલમ રત્ન પહેરવું જોઇએ નહીં તે રત્ન તેમના માટે અશુભ ગણાય છે. તેમજ કન્યા રાશિવાળા લોકોએ પણ માણકય, નીલમ અને મૂંગા રત્ન ધારણ કરવું નહીં. કારણકે કન્યા રાશિના લોકોના સ્વામી બુધ હોય છે અને બુધ માટે આ રત્ન યોગ્ય ગણાતા નથી. મકર રાશિના લોકોએ પોખરાજ ધારણ કરવું નહીં મકર રાશિ વાળા લોકોના સ્વામી શનિ છે તેથી તેમને પોખરાજ પહેરવો નહી. અને કુંભ રાશિના લોકોના સ્વામી પણ શનિ છે જેના કારણે કુંભ રાશિવાળા લોકોએ પન્ના રત્ન પહેરવું જોઇએ નહીં.
વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ હોવાને કારણે વૃશ્ચિક રાશિના લોકોએ મૂંગા અને હીરા રત્ન પહેરવો જોઇએ નહીં તેમજ તુલા રાશિવાળા લોકોએ પન્ના અને પોખરાજ ધારણ કરવો નહિ ધન રાશિવાળા લોકને મોતી ધારણ કરવાથી નુકસાન થઈ શકે છે. મીન રાશિવાળા લોકોને નીલમ અને માળકય રત્ન પહેરવાથી ખરાબ પરિણામો પ્રાપ્ત થઇ શકે છે.