રાશિફળ : ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ આ ૭ રાશિવાળા લોકો માટે રહેશે શાનદાર, પરંતુ આ વાતોનું રાખવું ધ્યાન

રાશિફળ : ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ આ ૭ રાશિવાળા લોકો માટે રહેશે શાનદાર, પરંતુ આ વાતોનું રાખવું ધ્યાન

મેષ રાશિ

આજે તમને ખૂબ જ દિલચસ્પ નિમંત્રણ મળશે. તમને કઠિન પરિશ્રમ થી પુરસ્કાર મળશે. આજે તમને કોઈ ખોટી સૂચના મળી શકે છે, જેના લીધે તમે માનસિક તણાવનો શિકાર બની શકો છો. આજનો દિવસ આળસ, થાક, અશક્તિને લીધે અસ્વસ્થ મહેસુસ કરશો. માનસિક તણાવ થઈ રહી છે. તમારા માટે સૂર્ય દેવને જળ અર્પિત કરવું શુભ રહેશે. જુના દુશ્મનો આજે તમારા મિત્રો બની શકે છે, તેના માટે પહેલ તમારે જ કરવી પડશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા આજે માનસિક રૂપથી ખૂબ જ આનંદિત રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. કામની વાતને લઇને તમને ચિંતા થઈ શકે છે. માતા-પિતાનાં આશીર્વાદથી તમને ફળ મળશે. કામની બાબતમાં સામાન્ય દિવસ હશે. કારણ કે તમે તમારા લંબાયેલા કાર્યો પૂર્ણ કરશો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરથી વધારે ખર્ચો કરવો નહીં.

મિથુન રાશિ

તમારા માટે આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ તે ખૂબ જ શુભ છે. આજે તમને તમારા વ્યવસાયમાં લાભ થવાનો સંયોગ છે. તમારી થાકેલી અને ઉદાસ જિંદગી તમારા જીવનસાથીને તણાવ આપી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે ફરવા જવાની સ્થિતિ બદલી જશે અને તમને સારું ફીલ થશે. ઘરનાં સદસ્યોની સારી સલાહ તમારા માનસિક તણાવને ઓછો કરશે.

કર્ક રાશિ

આજે તમારા મનોભાવ વ્યક્ત કરવા માટે અચકાશો નહીં. વ્યવસાયિક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. પોતાના સાથી-સહયોગીઓની વાતને સમજવી, જેથી તેમની સાથે જોડાઈને તમારા માટે સારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે. ઉચ્ચ અધિકારીઓને તમારા કામથી સંતોષ થશે નહીં. ઘર સાથે જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની જરૂર છે. તમારા મનનો ભાવ વ્યક્ત કરવામાં અચકાશો નહીં. આત્મવિશ્વાસની ઊણપ પોતાના પર હાવી થવા દેવી નહીં.

સિંહ રાશિ

આજે તમારી ઉપર સૂર્યદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તમારા વર્ચસ્વમાં વૃધ્ધિ થશે. કામ પર જતા પહેલા મન મક્કમ કરી લેવું. લાભદાયક દિવસ છે, તેથી પ્રયત્ન કરવા અને આગળ વધુ. સમજી-વિચારીને કરવામાં આવેલા નિર્ણય તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. આજે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી. તે સિવાય તમારી લવ લાઈફમાં મીઠાશ જળવાઈ રહેશે. આજે તમે સૂર્ય દેવની આરાધના કરશો. મિત્ર સાથે કોઈ લાંબી યાત્રા માટે આયોજન બની શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા પોતાના ક્રોધ અને ઈર્ષા ઉપર નિયંત્રણ રાખવું. શરીરમાં થાક અને આળસ રહેશે. સંતાનનાં વિષયમાં ચિંતા જળવાઈ રહેશે. જુના કરજ ચૂકવવા માટે ભાગદોડ કરવી પડશે. કામકાજ સાથે જોડાયેલા નિર્ણયોમાં વારંવાર એવા કોઈ પરિવર્તન ન કરો, જેનાથી કોઈ નુકશાન થાય. આજનાં દિવસે વધારે ખર્ચ થવાની સંભાવના છે, જે તમને મુસીબતમાં મૂકી શકે છે. ધંધા રોજગારનું વાતાવરણ અનુકૂળ રહેશે.

તુલા રાશિ

 

આજે તમારે ખૂબ જ વધારે કામ કરવાથી બચવું કારણ કે આ માત્ર તમને તણાવ અને થાક આપશે. જો તમે તમારી સામાન્ય ઘરેલું જવાબદારીઓને નજરઅંદાજ કરશો તો અમુક એવા લોકો ઉદાસ થઈ શકે છે, જે તમારી સાથે રહેતા હોય. સારા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે. થોડું આયોજન કરીને ચાલશો તો પૈસા ની સ્થિતિ સારી રહેશે અને તમારી બચત પણ વધશે. પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું. જીવનસાથી પર સહયોગ જળવાઈ રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમને સારા કામ માટે સન્માન મળશે. આજે તમારે નિર્ણય સમજી-વિચારીને લેવાનો રહેશે. કારણ કે ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય તમને નુકસાન કરી શકે છે. તેથી તમારે પાછળ જઈને પસ્તાવું પડે. સમાજ સેવા કરશો તો સામાજીક માન-સન્માન જળવાઈ રહેશે. વ્યાપાર સારો રહેશે. કામકાજને લઈને અનેક મનમાં અનેક મૂંઝવણ છે, તેના લીધે તમારી મહેનતમાં ઉણપ આવી શકે છે.

ધન રાશિ

આજે તમારા બાળકની કારકિર્દી પરિવાર માટે એક ચિંતાનો વિષય થશે. તમને તમારા બજેટને લઈને સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે તમારો ખર્ચ વધારે થશે. તમારું સામાજિક જીવન સૌથી સારું છે, વિસ્તાર અને પ્રાપ્ત આતિથ્ય કંઈક એવું છે કે જેને તમે પુરા મનથી કરો છો અને આનંદમાં રહો છો. આજે બેદરકાર રહેવાની આદત તમારા માતા-પિતાને દુઃખી કરી શકે છે. ખુશીઓથી ભરેલા લગ્નજીવનનું મહત્વ તમને સમજાશે.

મકર રાશિ

આજે જીવનસાથી અને સંતાનનાં વિશે ચિંતા રહેશે, જેના લીધે તમારા મનમાં ઉદ્વેગ જળવાઈ રહેશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં મોટા લોકોથી સન્માન મળશે. આજે તમારે તમારા નજીકનાં મિત્ર અથવા સગા સંબંધી સાથે ખરીદી કરવા જઈ શકો છો. તમારા ભાઈ-બહેન તમને ચોંકાવી દેશે. પારિવારિક વાતાવરણ ખુશ રહેશે અને શાંતિપૂર્ણ રહેશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે. આવકમાં વૃદ્ધિ થશે અને પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. યશ પ્રાપ્તિનાં સારો યોગ છે.

કુંભ રાશિ

આજે બીજાની ભલાઈ કરવાના ચક્કરમાં તમને નુકસાન થશે. વ્યાવસાયિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રંગ લાવશે. આજના દિવસનાં અંતે વિજય થશે. એમઉક પ્રભાવશાળી લોકો જીવન પ્રત્યે તમારા દૃષ્ટિકોણને બદલી દેશે, જેનાથી તમે અલગ રીતે વિચારશો. તમારા જીવનસાથી દૂર હોવા છતાં પણ તમે તેને તમારી પાસે મહેસૂસ કરશો. સંપત્તિને લઈને વાદવિવાદ ઉભા થઇ શકે છે. સમય હોય તો ઠંડા મગજથી તેને સમાધાન કરવાના પ્રયાસ કરવા.

મીન રાશિ

આજે દાન-પુણ્ય અને ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે. તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણોની યાદોમાં આજે તમે વ્યસ્ત રહેશો. તમારા કામના મોરચા પર સુસ્ત રહેશો અને ઉત્પાદકતા ઓછી થવા પર તમારા બોસ તમારાથી નારાજ રહેશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. ભાગીદારી પૂર્ણ થવાની આશંકા છે. તમારા સ્વભાવમાં આજે ગુસ્સો હોય શકે છે. લગ્નનો પ્રસ્તાવ મોકલવો હોય તો હમણાં સમય સારો નથી. ઉતાવળ કરવી યોગ્ય નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *