રાશિફળ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ રાશિના જાતકોને મળશે સિતારાઓનો સાથ,બિઝનેસ માં થશે અચાનકથી લાભ

રાશિફળ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ રાશિના જાતકોને મળશે સિતારાઓનો સાથ,બિઝનેસ માં થશે અચાનકથી લાભ

મેષ રાશિ

આજે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. પરિવાર નું વાતાવરણ તણાવ ગ્રસ્ત રહેશે. ઘરના વડીલો નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે છે. દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના છે. એવા લોકો સાથે જોડાવાથી બચવું જે તમારી પ્રતિષ્ઠા ને આઘાત પહોંચાડી શકે છે. કામકાજ ની બાબતમાં દિવસ સારો રહેશે. વડીલો તથા બાળકો તમારા તરફથી વધારે સહયોગની અપેક્ષા રાખશે. તમારું સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે.

વૃષભ રાશિ

આવશ્યક કારણો પાછળ ખર્ચ થશે. વેપારમાં સારો લાભ પ્રાપ્ત થશે. બીજા લોકો પર તમારું જરુરી કામ ના છોડવું. તમારી મહેનત અને પ્રયાસથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મોટી ખરીદી નો પ્લાન આજે ટાળવો યોગ્ય રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. પ્રિયજન સાથે નાની એવી મુસાફરી પર જવાનું આયોજન થઇ શકે છે. ધીરજની કમી આવશે. એવા કામ હાથમાં લેવા જે રચનાત્મક પ્રકૃતિ નાં હોય.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ વેપારમાં બેદરકારી ન રાખવી. પ્રેમ જીવન વાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા અંગત કામનાં લીધે તમારા કાર્ય પર થોડું ઓછું ધ્યાન આપી શકશો. વાતચીત માં વિનમ્રતા રાખવી. નવી યોજનાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. વેપારનો વિસ્તાર કરી શકશો. પરિવારનાં સભ્યો નો સહયોગ પ્રાપ્ત થશે. તમારા જીવનસાથીને ખાસ મહેસૂસ કરવા માટે આજે સાંજે બહાર જવાનું આયોજન કરશો.

કર્ક રાશિ

વેપારીઓને કાનૂની પરેશાની આવી શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આજે વાહન સાવધાનીથી ચલાવવું. કેટલાક પ્રયાસો બાદ કામ પૂર્ણ થઈ શકશે. કોઈ કામને કારણે તમને શરમ મહેસૂસ થશે. આજે તમારી વાણી પર ધ્યાન આપવું. બીજા નું સન્માન કરવું જોઈએ. પરિવારનું વાતાવરણ તણાવ પૂર્ણ રહેશે. નેગેટિવ વિચારોથી મન પરેશાન રહેશે.

સિંહ રાશિ

જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે. તમારામાંથી કેટલાક લોકો કાર્યક્ષેત્રમાં કઇક નવું કરી શકશે. પરિવારમાં ચાલી રહેલ પરેશાની નું સમાધાન મળી શકશે. ફસાયેલ ધન પરત મળવાની સંભાવના છે. આજે ભ્રમ સમસ્યા રહેશે. બીજા લોકોની બાબતમાં દખલ દેવાથી બચવું. ધન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકો માટે નોકરી બદલવા માટે આ સમય સારો રહેશે.

કન્યા રાશિ

વેપાર નાં ક્ષેત્રમાં લાભ થશે. આવક નાં નવા માધ્યમો મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ તણાવગ્રસ્ત રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે. કોઈ પાર્ટીમાં જવાનું આયોજન થઇ શકે છે. જીવનસાથી તમારી વફાદારીથી પ્રભાવિત થશે. તમારા અને તમારા સંતાનો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે તમારે શાંતિ અને ધીરજ રાખવી. કાર્ય પ્રત્યે સક્રિયતા બતાવવા માટે ઉત્સુક રહેશો.

તુલા રાશિ

આજે તમારા ઘર પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. યાત્રા લાભદાયી રહેશે. તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત થશે .મહેનત નાં બળથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ થઇ શકશે. બીજા લોકો ને  દોષ દેવાના બદલે તમારી ખામીઓને દુર કરવી. મનમાં બીજા પ્રત્યે પ્રેમની ભાવના થશે. જે કાર્યમાં તમે મન લગાવીને કામ કરશો તે કાર્યમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

નવ વિવાહિત લોકો માટે આજ નો દિવસ રોમેન્ટિક રહેશે. આજે કોઈ નવું કામ ના કરવું જુના અધૂરા કાર્યો પૂર્ણ કરવા પ્રયત્ન કરવા. જીવનસાથી તમારી ભાવનાઓની કદર કરશે જેનાથી તમારા વચ્ચે સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. જોખમ પૂર્ણ રોકાણ કરવાથી બચવું. આજે કોઈને સલાહ ન આપવી. ઘર થી બહાર નીકળતી વખતે મધ નું સેવન કરીને નીકળવું. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન રાશિ

આજે ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. કામકાજની બાબતમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો નું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. બેરોજગાર લોકોને નોકરી પ્રાપ્ત થશે. કોઈ અજાણી વ્યક્તિન નાં કારણે તમારો મૂડ થોડો ખરાબ થઈ શકે છે પરંતુ સાંજ પછી બધું બરાબર થઈ જશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. દરેક સભ્યો વચ્ચે પ્રેમની ભાવના રહેશે. જીવનમાં દગો સરળતાથી મળી શકે છે પરંતુ તક મળતી નથી સમય નો ભરપુર લાભ લેવો આ સમય તમારા માટે ઉત્તમ છે.

મકર રાશિ

આજે ઘરમાં કોઈ માંગલિક કાર્ય નું આયોજન થઈ શકશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સહયોગ બની રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. તમારા ઉપરી અધિકારીઓ પ્રમોશન માટે તમારું નામ સજેસ કરશે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરવા માટે વિચારી રહ્યા છો તો આજનો દિવસ અનુકૂળ રહેશે. કોઈ સાથે જરૂરતથી વધારે દોસ્તી કરવાથી બચવું કારણ કે, તેનાં કારણે પાછળથી તમારે પસ્તાવું પડશે.

કુંભ રાશિ

પરિવાર ની બાબત માં રોકાયેલા કાર્યો તમને પરેશાન કરી શકે છે. તમારે બીજાની ભાવનાઓ વિશે ચિંતા કરવાની આવશ્યકતા છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. વેપારમાં અધૂરા કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવા માટેનાં અવસર પ્રાપ્ત થશે. ભાવનાત્મક સંબંધો વિવાહમાં પરિવર્તન થઈ શકે છે. તમારા જીવનસાથી તમને દરેક રીતે સહયોગ આપશે. મિત્રોની મદદ મળી શકે છે. વેપાર માં ચાલી રહેલી પરેશાની દૂર થશે.

મીન રાશિ

આજે તમારા પ્રયાસો લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી શકશે. ધર્મ અને કર્મનાં કાર્ય કરી શકશો. ઈશ્વર ની કૃપા થી જે પ્રયાસ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને વધારે અધિકારો મળી શકે છે. વેપાર માં યાત્રા લાભપ્રદ રહેશે. વિરોધીઓએ સાથે આજે તમારો તાલમેલ બની રહેશે. આજનાં દિવસે વાદ વિવાદમાં પડવા થી બચવું અને કોઈપણ કાર્ય માટે વધારે આતુરતા ન રાખવી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *