રાશીફળ ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ આજે સૂર્યની જેમ ચમકશે, આ ૬ રાશિના લોકોનું ભાગ્ય, કારકિર્દીમાં પ્રાપ્ત થશે સફળતા

મેષ રાશિ
કામકાજની બાબતમાં ઉતાર ચડાવ રહેશે. તમારી સાથે કાર્ય કરતા લોકો પર ભરોસો રાખી અને તેની સાથે સારો વ્યવહાર કરવાથી કામકાજમાં સારા પરિણામો પ્રાપ્ત થશે વધારે રીક્સ હોય તેવું કાર્ય ન કરવું. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. તમારી આવક માં ઘટાડો જોવા મળશે. આજે તમારે તણાવ નો સામનો કરવો પડશે. કારણ કે નાની-નાની પરેશાની તમને વારંવાર પરેશાન કરી શકશે.
વૃષભ રાશિ
આજે તમારા ઉત્સાહ અને પ્રેરણા થી કેટલાક લોકોને આગળ વધવામાં મદદ મળી શકશે. તમારા આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિ માં વૃદ્ધિ થશે. આજે કામકાજની બાબતમાં વધારે ભાગદોડ કરવી પડશે. તમારા જીવનસાથી અને પરિવારનાં સભ્યો સાથે સારો સમય આનંદથી પસાર કરી શકશો. તમારા ભૌતિક સાધનો થી સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારા પ્રયત્નોમાં વધારો કરવાથી વેપારમાં સારો લાભ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
પારિવારિક બાબતમાં હાલત સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા તમને પરેશાન કરી શકશે. વ્યાપાર માં અચાનક થી ધનલાભ થશે. નવી નોકરી માટે પ્રયત્ન કરનાર લોકોને સારી જગ્યાએ થી ઓફર આવી શકે છે. તમારા જીવનસાથી તમને સંપૂર્ણ સહયોગ આપશે. અવિવાહિત લોકોને વિવાહ માટેનો પ્રસ્તાવ મળવાની સંભાવના છે. નોકરીમાં ઓફિસરો સાથે મતભેદ થઈ શકે છે.
કર્ક રાશિ
આજે નવી જગ્યાએ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. વેપાર ની બાબત માં સારા પરિણામ પ્રાપ્ત થશે. તમે તમારા વેપાર નો વિસ્તાર કરવા માટે પ્રયત્નો કરશો. તમારા બિઝનેસ પાર્ટનર સાથે રિલેશન સારા રહેશે. નવી યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. જો તમે કોઈ જોબ કરો છો તો તમને તેમાં તમારી મહેનતનું ફળ મળવામાં સમય લાગશે. બીજા લોકો પાસેથી સહયોગ લેતા પહેલા વિચાર કરવો. વાણી દ્વારા વિવાદ થવાની સંભાવના છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકો આજે રચનાત્મક કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વ્યવસાયિક લોકોને યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે યાત્રા ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમારા સંતાનોને કારણે લાભ થશે તમારા પૈસા કોઈ શુભ ગતિવિધિ પર ખર્ચ થઇ શકશે. પરિવાર નાં સભ્યો વચ્ચે પરસ્પર સમ્માન ની સ્થિતિ બનાવી રાખવી. તાર્કિક અને બૌધ્ધિક ચર્ચાઓ થી દૂર રહેવું.
કન્યા રાશિ
મનમાં કોઈ નવી આશંકા બની રહેશે. આજે તમારા ખર્ચાઓથી મુક્તિ મળશે. આજે ઈચ્છા ન હોવા છતાં પણ યાત્રા પર જવું પડશે તેનાથી માનસિક તણાવ રહેશે. યાતાયાત નાં નિયમોનુ પાલન કરવું નહિ તો દંડ ભરવો પડી શકે છે. કામકાજ ની બાબત માં ધ્યાન ત્થી ચાલવા નો સમય છે. તમને વધારે પરિવર્તન જોવા મળશે.
તુલા રાશિ
કાર્યને લઇને વિવાદ થઈ શકે છે. યાત્રા અનુકૂળ રહેશે. આજ કોઈની સાથે મજાક કરવાથી બચવું. કોઇ સંબંધી નાં ઘરે અચાનકથી જવાનું થઈ શકે છે. માતા તરફથી આર્થિક સહયોગ મળશે. તમારા મિત્રની મદદથી નવું કામ કરવા માટે વિચાર કરી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કાનૂની બાબતમાં બેદરકારી ન કરવી. સમાજમાં માન અને કીર્તિમાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ
વાંચન અને લેખન માં તમારી રુચિ માં વધારો થશે. આરામની સાથે જ ઘરેલું કાર્યોમાં જીવનસાથીનો સહયોગ કરશો. બાળકો પ્રત્યે ધ્યાન આપવું. તમારી પ્રાકૃતિક રચનાત્મક ઉર્જા ને બહાર નીકાળવી. આજે કોઈ નિર્ણય કરી શકવાના કારણે તમને મળેલી તકનો ફાયદો ઉઠાવી શકશો. કાર્ય પૂરી એકાગ્રતાથી કરવું જે તમારા માટે લાભકારી રહેશે. ધનની લેવડદેવડમાં લાભ પ્રાપ્ત થશે.
ધન રાશિ
આજે વેપાર સાથે જોડાયેલ નવીન યોજનાઓ પર વિચાર કરી શકો છો અને તેનું ફળ સારું ફળ પ્રાપ્ત થશે. રાજનૈતિક દ્રષ્ટિકોણથી સમય સારો છે. તમને ધન લાભ નાં અવસર પ્રાપ્ત થશે. તમારું ભાગ્ય તમને પૂરો સાથ આપશે. બીજા લોકો તમારા કામથી પ્રભાવિત થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે તેનાથી તમારા કાર્યોમાં ગતિ આવશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે.
મકર રાશિ
આજે તમારું મન વિચારોમાં અટકેલું રહેશે. તમારા મૂડને સારો રાખો નહીં તો પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. કોઈનું સારુ કરવામાં તમે ખુદ પરેશાનીમાં આવી શકો છો. કોર્ટ-કચેરીમાં વિજય મળવાના સંકેત મળી રહ્યા છે. આજે પૈસાની લેવડદેવડમાં બેદરકારીથી બચવું. કોઈ પ્રેમ સંબંધમાં જે ઉણપ હોય તેને સમજવાની જરૂર છે. રોજગાર માટે સારા અવસર પ્રાપ્ત થશે.
કુંભ રાશિ
સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરિવાર સાથે સંબંધો મજબૂત થશે. થોડી મહેનત કરવાથી તમારા ઉદ્દેશો સરળતાથી પ્રાપ્ત કરી શકશો. ઊર્જામાં કમી મહેસૂસ કરશો વ્યવસાયિક કાર્યોમાં દિવસ સારો રહેશે દરેક કામને ધીરજ અને સમજદારીથી પૂરું કરવાની કોશિશ કરશો. સામાન ખરીદી પર વધારે ખર્ચ થઇ શકશે તે ઉપરાંત ઘર સજાવટ નાં સામાન પર ખર્ચ થશે.
મીન રાશિ
આજે કંઈક રોચક અને નવા અનુભવ થશે અને સ્વસ્થ રહેશો. તમારા દરેક કાર્ય પૂર્ણ થઇ શકશે. આજે મનપસંદ ભોજન નું આયોજન થઈ શકશે. ફેશન વગેરેમાં ખર્ચ થી પરેશાન રહેશો. વૈવાહિક જીવનમાં ખુશીઓ નું આગમન થશે. આજે શોપિંગ પર જઇ શકો છો. નાની દૂરની યાત્રા પણ કરી શકો છો. આજે સહકર્મચારી સાથે મતભેદ થવાની સંભાવના છે. પરિવારની જવાબદારીઓ થી તણાવ વધી શકે છે.