રાશિફળ ૧૧ નવેમ્બર : આજે આ ૩ રાશિવાળા પર આવી શકે છે મોટી આફત, ઇજા, દુર્ઘટના તથા આર્થિક નુકસાની થવાની સંભાવના

રાશિફળ ૧૧ નવેમ્બર : આજે આ ૩ રાશિવાળા પર આવી શકે છે મોટી આફત, ઇજા, દુર્ઘટના તથા આર્થિક નુકસાની થવાની સંભાવના

મેષ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં કામનો બોજ વધવાથી તણાવ મહેસુસ થશે અને ઘરના વડીલો સાથે મતભેદ થઈ શકે છે. પરંતુ સાંજ સુધીમાં આ બધી સ્થિતિઓમાં રાહત મળશે. જે લોકો નોકરી બદલવા માંગે છે તેમના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા કામની પ્રશંસા થશે. આજે પોતાના ઘર પરિવારના લોકો અને સંબંધીઓ તમારા કાર્ય તથા વ્યવહારથી પ્રસન્ન થશે અને તમને દરેક કાર્યમાં સહયોગ આપશે. વેપાર માટે નાની અને ફાયદાકારક યાત્રા થવાના યોગ બની રહ્યા છે.

Advertisement

વૃષભ રાશિ

શારીરિક પરેશાનીમાંથી આજે તમને મુક્તિ મળી શકે છે. પોતાના ઉચ્ચ અધિકારીની નારાજગી સહન કરવી પડી શકે છે, પરંતુ ધીરજ રાખવી. કોઈપણ વ્યક્તિ પર તુરંત ભરોસો કરવો નુકસાનદાયક સાબિત થઇ શકે છે. આજે ખોટા ખર્ચા પર રોક લગાવવાની જરૂરિયાત છે. મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે. આજે તમારે દેખાડો કરવાથી બચવું જોઈએ. પાર્ટનર તમારા પ્રત્યે ઉગ્ર થઇ શકે છે. પોતાની વાણી પર સંયમ રાખશો, તો તમારો દિવસ ખૂબ જ સારો રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળાને મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વધશે. વેપાર પર ખરાબ પ્રભાવ પડશે અને પરિવારના કોઈ સદસ્ય પર મોટી મુસીબત આવી શકે છે. અસમંજસની સ્થિતિ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં, નહિતર પરેશાનીમાં આવી શકો છો. પોતાની ભાવુકતા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઇપણ કામ એટલું ગંભીરતાથી લેવું નહીં કે તે બોજ બની જાય. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્ર અને વેપારમાં દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકો છો.

કર્ક રાશિ

લાંબા સમયથી ચાલી રહેલ પરેશાનીઓનો આજે અંત થઇ જશે. ઘણા પ્રકારના સમાચાર મળવાથી થોડું ખાટું-મીઠું મહેસૂસ કરી શકો છો. કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા વ્યક્તિ તમારું માર્ગદર્શન કરી શકે છે. તમારી સામે ઘણી બધી ચીજો હશે અને તમે પોતાની મીઠી ઉત્તેજનાનો આનંદ લેવામાં સક્ષમ રહેશો. અટવાયેલા આ મામલાનો ઉકેલ તમારા માટે સરળ બની શકે છે. રોકાણ કરવા માટેના પણ યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

આજે તમને નવા અવસર મળી શકે છે. નોકરી કરતા લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓનું પૂરું સમર્થન પ્રાપ્ત થશે. આર્થિક લાભ થવાના સંકેત મળી રહ્યા છે. ભૌતિક સુખ-સુવિધા પર મોટો ખર્ચ થઈ શકે છે. કોર્ટની બાબતમાં નિર્ણય તમારી અપેક્ષા વિરુદ્ધ આવી શકે છે. ઓફિસમાં તમારે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ મળશે. એવી જાણકારીઓને ઉજાગર કરવી નહીં, જે વ્યક્તિગત અને ગોપનીય હોય.

કન્યા રાશિ

આજે તમારામાં ઉર્જા વધારે રહેશે. તમારા માટે કામકાજી જીવનમાં સંતુલન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. પરેશાનીઓ અને ચિંતા ઉપર ધ્યાન આપવાને બદલે તમારે પોતાના પર વિશ્વાસ રાખીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. કાર્યસ્થળ પર અટવાયેલા કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. વેપાર ખૂબ જ સારો રહેશે અને કોઈ મોટો લાભ થવાની સંભાવના રહેલી છે. ઘરમાં કોઈ પૂજા પાઠનું આયોજન થઇ શકે છે. પ્રેમમાં સફળતા મળવાથી જૂની હતાશા દૂર થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમને સહયોગીઓ તરફથી ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં પરિશ્રમનું યોગ્ય ફળ મળી શકે છે. પરિવારમાં તમારા કાર્યની પ્રશંસા થશે. આજે તમારું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્ર પર થઇ રહેલ ધરાવતી માનસિક શાંતિ ભંગ થવા દેવી નહીં. પારિવારિક વિવાદોનો ઉકેલ મળશે. ક્રોધમાં આવીને કોઈ પારિવારિક અને વ્યાપારિક નિર્ણય લેવો નહીં. નસીબ અને સમય તમારા પક્ષમાં રહેશે.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધશે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકશો. તમારા વિરોધીઓ સક્રિય રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કોઈ મોટા અધિકારીઓનો સહયોગ પણ તમને મળી શકે છે. તમારી ઈમાનદારીની ચર્ચા થશે. પરિવારમાં તમારા નિર્ણયનો સ્વિકાર કરવામાં આવશે. સામાજિક રૂપથી તમને વધારે માન સન્માન મળશે. આજે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે.

ધન રાશિ

આજે તમને સામાજિક ક્ષેત્રમાં યશ-કીર્તિ મળશે. પોતાના પર બોજ મહેસૂસ કરશો. આજે કોઈપણ ચીજ કરતા પહેલા તેના લાભ અને નુકસાન વિષે જરૂરથી વિચાર કરી લેવો. સામાજિક સ્તર પર તમે વધારે વ્યસ્ત રહેશો, પરંતુ આ વ્યસ્તતા તમારા કામ પર ભારે ન પડે તેનું ધ્યાન રાખવું. કોઇપણ કાર્ય સમજ્યા-વિચાર્યા વગર કરવું નહીં. સાંજના સમયે તણાવને કારણે માથાનો દુખાવો રહી શકે છે. તમારા દુશ્મન તમને પરેશાન કરવાની કોશિશ કરશે.

મકર રાશિ

આજે તમે પોતાના પહેરવેશ પર વધારે ખર્ચ કરશો. વ્યાપારિક પરિશ્રમનું ફળ મળશે નહીં. તમારે પોતાની ખાણીપીણીમાં નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. બહારના ભોજનનું સેવન કરવું નહીં. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. મિત્રો અને સંબંધીઓની સાથે સંબંધોમાં સુધારો થશે. કાર્યસ્થળ પર અમુક સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. અવિવાહિત લોકોને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. જોખમ કરેલાં કાર્યોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિ

સાંજે મિત્રોની સાથે સારો સમય પસાર કરી શકો છો. પોતાના કામકાજની રીત બદલવાની આવશ્યકતા છે. સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યનો ભાર વધારે રહેવાને કારણે માનસિક પરેશાની રહી શકે છે. આજે જીવનસાથીનાં સહયોગથી લાભ થવાની સંભાવના બની રહી છે. અમુક મામલામાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે, જેમાંથી બહાર નીકળવા માટે સહયોગ અને રસ્તો પણ મળશે. પૈસા સાથે જોડાયેલા અમુક મામલા પર વિચાર કરવાનો રહેશે.

મીન રાશિ

આજે તમારા કાર્યસ્થળ પર ચીજો તમારા પક્ષમાં રહેશે. તમારા આળસુ વલણને કારણે કાર્યક્ષેત્રમાં અડચણ ઊભી થઈ શકે છે. અચાનક પરિસ્થિતિઓ પ્રતિકુળ બની શકે છે. કોઈ પરેશાનીમાં આવી શકો છો. આવક અનુસાર ખર્ચ કરશો તો વધારે હિતાવહ રહેશે. આજે ઉચ્ચ અધિકારી તમારી યોગ્યતા અથવા પ્રતિભાનું નિરીક્ષણ કરી શકે છે. સ્વજનો સાથે નિકટતા વધશે. યુવાનોને કારકિર્દી માટે સારા વિકલ્પ મળી શકે છે. મોટા ભાગનો સમય મિત્રો સાથે પસાર કરી શકશો.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *