રાશિફળ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે સૂર્ય કુંભ રાશિમાં કરશે પ્રવેશ, આ ૬ રાશિના લોકો ની ચમકશે કિસ્મત

રાશિફળ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે સૂર્ય કુંભ રાશિમાં કરશે પ્રવેશ, આ ૬ રાશિના લોકો ની ચમકશે કિસ્મત

મેષ રાશિ

આજે વેપારી લોકોને ભારે માત્રામાં ફાયદો થવાની સંભાવના છે. જે લોકો નોકરી ની શોધમાં હશે તેને સારી જગ્યા એ થી સકારાત્મક સૂચના મળી શકે છે. વેપારનો વિસ્તાર કરવા માટે યોગ્ય સમય છે. ભાવનાત્મક સ્તર પર મહત્વપૂર્ણ લેવા પડી શકે છે. તમારી કોઈ ઈચ્છા કે મનોકામના પૂરી થઈ શકશે. પરિવાર નાં લોકો તમારી વાત નું માન રાખશે. સામાજિક ક્ષેત્ર સમ્માન માં વધારો થશે.

વૃષભ રાશિ

કામકાજ પ્રતિ તમારો સમર્પિત ભાવ તમને સફળતા પ્રાપ્ત કરાવશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે અને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે યોગ્ય રહેશે કે તમારા પ્રેમી સાથે આજે કોઈ કડવી વાત ના કરવી. જે કામને હાથમાં લેશો તેમાં આજે સફળતા મળશે. કામકાજની બાબતમાં દિવસ તમારા પક્ષમાં રહેશે. વાહન સુખની પ્રાપ્તિ થશે. તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

મિથુન રાશિ

આજે તમે બહુ ખૂબ જ શાંતિ મહેસુસ કરી શકશો. તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કાર્ય સ્થળ પર સન્માનમાં વૃદ્ધિ થશે અને પ્રમોશન કે પગાર વધારાના રૂપમાં પુરસ્કાર મળી શકે છે. વેપારીઓને આજે ખાસ લાભ થશે. વ્યર્થ ચર્ચા માં સામેલ ન થવું અન્યથા તમે પરેશાન થઈ શકો છો. પરિવારીક જીવન સારું રહેશે. તમારા મનમાં એક નવા મનોભાવ નું આગમન થઇ શકે છે. વેપાર માં પ્રગતિ થશે.

કર્ક રાશિ

આજે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. સામાજિક ક્ષેત્રે અને કાર્યાલયમાં લોકો તરફથી સમ્માન પ્રાપ્ત થશે. કોઈ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. આર્થિક પક્ષ આજે અનુકૂળ રહેશે. રૂપિયા પૈસા નો લાભ પ્રાપ્ત થશે રોકાણ કરવા ઈચ્છતા હોવ તો સમય યોગ્ય છે. તમારો સારો સમય શરૂ થઈ ચૂક્યો છે. પરિવારમાં ખુશીઓ નું આગમન થશે. મન માં આળસ અને નિષ્ક્રિયતા નો ભાવ રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો ને પૈસા સંબંધિત બાબતમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં છે. કલા અને રચનાત્મક કામમાં તમારી રૂચી માં વધારો થશે. તમારી દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકશે. આજે તમે કેટલોક સમય મનોરંજન પાછળ પસાર કરી શકશો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરપૂર રહેશે. દરેક સમસ્યાનું સમાધાન તમને સરળતાથી મળી શકશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે પરિસ્થિતિમાં પહેલાં કરતાં સુધારો આવશે.

કન્યા રાશિ

આજે પ્રોપર્ટી ની બાબતમાં તમને લાભ પ્રાપ્ત થશે. શારીરિક ફિટનેસ રાખવા માટે વ્યાયામ કરવાની જરૂર છે. સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે અથવા તો કોઈ પણ પ્રકાર નાં શારીરિક દુખાવાથી પરેશાની થઈ શકો છો. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે જેનાથી તમે ખુશ રહેશો. આર્થિક ડીલ માં ભાવતાલ કરતી વખતે સાવધાની રાખવી. અજાણતા થયેલી ભૂલથી દુઃખી થઈ શકો છો.

તુલા રાશિ

આજે તમારી આવક નાં સાધનોમાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. તમારા બાળકો ની કંપની અને તેમનાં સમર્થન નો આનંદ લઇ શકશો. તમારા જીવનસાથી સાથે સંઘર્ષ થઈ શકે છે. મોઢા કે આંખ સંબંધિત સમસ્યા થવાની સંભાવના છે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. જવાબદારીમાં વધારો થશે પરંતુ તમારે ગભરાવવાની જરૂર નથી.

વૃશ્ચિક રાશિ

આજે કાનૂની બાબતમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસના કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આજે સામાજિક આયોજનમાં જવાનું આયોજન થઇ શકે છે. વાહન  ની ખરીદી માટે મન બનાવી શકો છો. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. સમય મધ્યમ રહેશે. દાંપત્યજીવનમાં ચાલી રહેલ પરેશાની સમાપ્ત થશે. તમારા પાર્ટનર પ્રત્યે તમારી લાગણી માં વૃદ્ધિ થશે. કેટલીક બાબતમાં નવી શરૂઆત કરવા જેવી સ્થિતિ બનશે.

ધન રાશિ

સમય શુભ અને અનુકૂળ રહેશે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. ખાનપાનમાં પણ સંયમ રાખવાની જરૂર છે. પ્રેમ જીવન ની બાબતમાં તમારા પ્રિય તમને કોઈ એવી વાત કરી શકે છે જેનાથી તમે દુઃખી થઈ શકો છો. નોકરી માં નવા પ્રસ્તાવો મળી શકશે. સરકારી નોકરીમાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં સારા પરિણામો મળશે. તમે તમારા ઘર નાં કોઇ સભ્ય નાં સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો.

મકર રાશિ

આજે તમે થાક અને આળસ મહેસુસ કરશો. સંતુલિત સ્વાસ્થ્ય માટે તમારા દિવસની શરૂઆત વ્યાયામ તથા યોગ થી કરવી જોઈએ. અધૂરા કામ આજે પૂર્ણ થઇ શકશે. લાંબા સમયથી રોકાયેલ રોજગાર સંબંધિત કાર્ય પૂર્ણ થશે. આળસ પ્રમાદ થી બચવું. યાત્રાથી ધન પ્રાપ્ત થશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી સમ્માન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. અદાલત કે કાનૂની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં અનુકુળ સ્થિતિ રહેશે. તમારો મજાકીયો સ્વભાવ તમારી સૌથી મોટી પુંજી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. રોકાણ કરતી વખતે સાવધાની રાખવાની આવશ્યકતા છે. સંતાન નો વૈવાહિક પ્રસ્તાવ સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા અધિકારી નાં આશીર્વાદ પ્રાપ્ત થશે. સરકારી ક્ષેત્રમાં કામ કરનાર લોકોને લાભ મળશે. તમારી પ્રોફેશનલ લાઈફ માં પણ આ સમયે લાભ થશે.

મીન રાશિ

સામાન્ય દૈનિક કાર્યને ભૂલી આનંદ માં સમય પસાર કરી શકશો. જે લોકો લાંબા સમય થી બીમારીથી પરેશાન હતા તેનાં સ્વાસ્થ્ય માં સુધારો આવશે. ટેક્સ અને અન્ય પૈસા સંબંધી બાબતોમાં સરળતા રહેશે. ઘરમાં માંગલિક કાર્ય નું આયોજન થઇ શકે છે.  જો લોકો લો નો  અભ્યાસ કરી રહ્યા છે તેમને કોઈ મોટા વકીલ સાથે કામ કરવાની તક પ્રાપ્ત થશે. લવ મેટ એક બીજાની ભાવનાઓની કદર કરશે જેનાથી તેના સંબંધ મજબુત બનશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *