રાશિફળ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ : શિવજીની કૃપાથી આજે આ ૮ રાશિના જાતકો ની આવક માં થશે વૃદ્ધિ જાણોતમારી રાશિ વિશે

રાશિફળ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ : શિવજીની કૃપાથી આજે આ ૮ રાશિના જાતકો ની આવક માં થશે વૃદ્ધિ જાણોતમારી રાશિ વિશે

મેષ રાશિ

આજે મહત્વપૂર્ણ પેપર પર સહી કરતા પહેલા તે વાંચવાનું ભૂલશો નહીં. નોકરિયાત વર્ગે મુશ્કેલી નો સામનો સ્વીકાર કરતા કાર્ય પૂર્ણ કરવું પડશે. કોઈની સાથે તમારી લાગણી શેયર કરવાનો પ્રયત્ન કરશો. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. લાંબા સમયથી પ્રોપર્ટી ને લઈને ચાલતા કૌટુંબિક વિવાદનો અંત થશે.

વૃષભ રાશિ

આજે તમને પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે. સુખ સુવિધાઓ પર ખર્ચ કરશો અને પોતાની જાત પર વધુ ધ્યાન આપશો. પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરશો. પોતાના વ્યક્તિત્વમાં બદલાવ લાવવા માટે નવા કપડાંની ખરીદી કરશો. હિંમતથી કામ લેવાથી સફળતા ચોક્કસપણે મળી શકે છે. પારિવારિક જીવન ખૂબ સારું રહેશે અને તમને સંપત્તિથી લાભ થશે.

મિથુન રાશિ

મહત્વપૂર્ણ કામ કરવામાં વ્યસ્ત રહેશો. ધાર્મિક કાર્યમાં વૃદ્ધિ થશે કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે.આજીવિકા ક્ષેત્રે ચાલુ પ્રયત્નો સફળ થશે. તમારા પ્રિય લોકો સાથે મુસાફરી પર જવાનું પસંદ કરશો. સમાજમાં માન-સન્માન વધશે આજે કોઇપણ કાર્ય અધૂરું છોડશો નહીં. સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો. વિદ્યાર્થીઓ માટે સમય મહેનત કરવાનો છે.  આવકમાં વધારો થશે.

કર્ક રાશિ

આજનો દિવસ સારો રહેશે. જોકે તમારે ઘણા મોરચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળશે. આરોગ્ય નબળું રહી શકે છે. થોડી સમસ્યાઓ આવી શકે છે. માનસિક તાણ પણ રહી શકે છે. અને તમારા ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. જવાબદારીવાળા કામોનો પણ ઉકેલ કરવો પડી શકે છે. તમારી લાગણીઓને તમારા જીવનસાથી સાથે શેયર કરી શકશો.

સિંહ રાશિ

ખૂબ અભિમાનનાં કારણે નુકસાન પહોંચી શકે છે. આજે તમે તમારી મહેનત મુજબ તમારા વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મેળવી શકશો. મિત્રની મદદથી કાર્ય થઈ શકે છે. વિશ્વાસપાત્ર મિત્રોનો સાથ મળી શકે છે. તમારા હૃદયની વાત તમે તમારા મિત્રો સાથે શેયર કરી શકશો. તમારા પ્રેમને ખૂબ જ હુંફ સાથે વ્યક્ત કરો તમારા જીવનસાથી તરફથી પણ સારો જવાબ મળશે.

કન્યા રાશિ

નવી યોજનાઓ માટે સારો દિવસ બની શકે છે. નસીબનો પુરો સાથ મળશે. કરેલા પ્રયત્નો થી પ્રગતિની દિશા ખુલી જશે. કલાત્મક કાર્યોમાં મન લાગશે. અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકો ને ફાયદો થશે. જીવનસાથી સાથે યોગ્ય સંબંધ રાખવો. થોડા ખુલ્લા દિમાગથી કામ કરવું. બંને વચ્ચે કોઈ પણ વાત છુપાયેલી ન હોવી જોઈએ. પ્રિયજન નું અસ્થિર વર્તન રોમાન્સ ને બગાડી શકે છે.

તુલા રાશિ

આજે તમારી માતાની તબિયત બગડી શકે છે. ભાગીદારો વચ્ચે ગેરસમજ થઇ શકે છે. તમારે નમ્રતાપૂર્વક અને કાળજીપૂર્વક વાત કરવી જોઈએ. તમારે તમારા જીવનસાથીની  ભાવનાઓ ને માન આપવું. જો પિતાનું સ્વાસ્થ્ય બરાબર ના હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું. ધંધામાં કરેલા સોદાથી સફળતા મળશે. શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. સંપતિ ખરીદવાની સંભાવનાઓ બની રહી છે.

વૃશ્ચિક રાશિ

આજે વિરોધીઓ અને હરીફો સાથે વાદ-વિવાદ ના કરવો. કીમતી વસ્તુઓ ને સંભાળી ને રાખો ચોરી અથવા ગુમ થવાની સંભાવના છે. વાણીમાં સંયમતા રાખો. આજે તમે પ્રેમની બાબતમાં ભાગ્યશાળી રહેશો. અધિકારી સાથે વાતચીતમાં કાળજીપૂર્વક બોલો. સંગીત વગેરે સજનાત્મક કાર્યોમાં રસ વધશે. જોખમ ના લેવું. વિરોધીઓથી સાવધાન રહેવું. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળજો.

ધન રાશિ

ધંધામાં પૂરો સહયોગ મળશે. આર્થિક લાભ થશે. તમારા માતા-પિતા અને બહેનો ની સહાય લેવી. તમે વધુ પૈસા કમાવવાનો પ્રયત્ન કરશો. ધંધાકીય લોકોએ નફો મેળવવાનાં માર્ગમાં આવતા અવરોધોનો સામનો કરવો પડશે. તમારી ઈચ્છા વિરુદ્ધ મુસાફરી કરવી પડી શકે છે. કુટુંબીઓ અને મિત્રો સાથે સારી ક્ષણો વિતાવી શકશો. ધર્મ કાર્ય નું કામ થશે.

મકર રાશિ

વેપાર-ધંધામાં પરિસ્થિતિઓ અનુકૂળ નહીં રહે. મૂડ રોમેન્ટિક રહેશે. પરિવાર નો સપોર્ટ અને કુટુંબજીવનમાં પ્રેમ રહેશે. સંતાન તરફથી ખુશી મળશે. પરિવારનાં કોઈપણ કાર્ય ગોઠવવામાં વ્યસ્ત રહેશો. તમે બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહેશો પરંતુ તમને લોકો તરફથી નિરાશા મળશે. તમને ક્યાંકથી અચાનક લાભ મળી શકે છે. જે મળવાથી તમે ખુશી અનુભવશો.

કુંભ રાશિ

આજે તમારા ખર્ચમા વધારો થશે. કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે તમારું કાર્ય કોઈપણ રીતે કરી શકશો. રોગથી સાવચેત રહેવું. જે લોકોએ તાજેતરમાં આંખની શસ્ત્રક્રિયા કરાવી છે તેઓએ વધુ સજાગ રહેવાની જરૂર છે. જ્યારે વૃદ્ધ લોકો સાથે વાત કરો છો ત્યારે તેને કાળજીપૂર્વક સાંભળો. બિનજરૂરી વિક્ષેપો અને સમસ્યાઓ થી પ્રભાવિત થઇ શકો છો. તેના કારણે કેટલાક કામો પણ અધુરા રહી શકે છે.

મીન રાશિ

મનને કાબૂમાં રાખી શકશો. જો કોઈ મુશાફરી પર જઈ રહ્યા હોવ તો આયોજિત યાત્રા સરળ  અને શુભ ફળદાયી રહેશે. ઓફિસમાં કોઈ પણ વ્યક્તિને બિનજરૂરી રીતે પરેશાન કરવું મુશ્કેલ પડી શકે છે. આજે કોઈ વાદ-વિવાદ અથવા ઝઘડો થવાની સંભાવના છે તેથી કોઈપણ વાદ-વિવાદ કે ઝઘડો ના થાય તેનો પ્રયાસ કરો. વાણીમાં સંયમ મહત્વપૂર્ણ છે. વિચારેલું કાર્ય આજે પૂર્ણ થવાથી આનંદ થશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *