રાશિફળ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ : માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકો ની આવકમાં થશે વૃદ્ધિ

મેષ રાશિ
આજે તમારી મુશ્કેલી દુર કરવા માટેનું કોઈ સંતોષજનક સમાધાન મળી રહેશે. તમારા વિરોધીઓ ને પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. દાંપત્ય જીવન જીવનાર લોકોને સારા પરિણામો પ્રાપ્ત થશે. નોકરીમાં ટ્રાન્સફર નાં યોગ બની રહ્યા છે. ભૂતકાળ ને ભૂલી જશો તો જ આગળ વધી શકશો. મનમાં નકારાત્મક વિચારો લાવવા નહીં. બિઝનેસમાં વિરોધીઓથી બચીને રહેવું.
વૃષભ રાશિ
આજે તમે તમારા જૂના પ્રેમને ફરીથી યાદ કરી શકો છો. મહેનત નાં પ્રમાણમાં લાભ અવશ્ય પ્રાપ્ત થશે. આજે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. હરીફો પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. વિદેશમાં રહેનાર મિત્રો અને સ્વજનો નાં સમાચાર થી ભાવવિભોર થઈ જશો. આકસ્મિક ભાવનાઓમાં આવીને કોઈ ખોટો નિર્ણય ના લેવો. આજે કોઈ લેવડદેવડ થી ફાયદો થશે. કોઈ સંબંધી ની મદદથી તમારું રોકાયેલું કાર્ય પૂર્ણ થશે.
મિથુન રાશિ
આજે વ્યવસાયમાં હરીફો નો સામનો કરવો પડી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેને આજે તણાવનો સામનો કરવો પડશે. નોકરીની બાબતમાં તમારી મહેનત રંગ લાવશે. રાત્રીનો થોડો સમય પરિવાર સાથે પસાર કરી શકશો. તમારી ભાવનાઓ પર કાબુ રાખવાની જરૂર છે. વેપારમાં ફાયદો થશે પરંતુ તમારા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે.
કર્ક રાશિ
જો તમે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ ઇચ્છો છો તો પોતાના ગુસ્સાને શાંત કરવાનું શીખવું. દાંપત્ય જીવનમાં તણાવ હોવા છતાં જીવન સાથી તમારો સાથ આપશે જેનાથી તમને ખુશી મળશે. પરિવાર નું વાતાવરણ કમજોર રહેશે. કામકાજની બાબતમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. તમારા રુચિ નાં વિષયોમાં તમારું જ્ઞાન વધશે. કોઈ વિશિષ્ટ મહેમાન નું આગમન થઈ શકે છે. તમારા અધિકારીઓને આકર્ષિત કરવામાં સફળ રહેશો.
સિંહ રાશિ
આજે નવી ઉર્જાનો સંચાર થશે. વાસ્તવિકતા ને ધ્યાનમાં રાખીને આર્થિક યોજનાઓ બનાવી. કોઈ રમણીય સ્થળ પર જવાનું આયોજન થઇ શકે છે. બપોર બાદ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવારન નાં સભ્યો માટે ખર્ચ થઈ શકે છે. ઓછું બોલીને વાદવિવાદ કે મતભેદ થી દૂર રહેવું. ઓફિસમાં સહકર્મચારીઓ ની મદદ મળી રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને જલ્દી જ મોટી સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
આજે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે જેને પૂર્ણ કરવામાં તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. આજે તમારા પરિવારનો સહયોગ મળી રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી નાં કારણે ખર્ચ થઇ શકશે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. અનુભવી લોકો સાથે મુલાકાત થશે. કોઈ સમસ્યાનું નિવારણ કરવા માટે સરળ રસ્તો મળી જશે. તમારા સિનિયર્સ નો સહયોગ મળી રહેશે.
તુલા રાશિ
આ રાશીના વિદ્યાર્થીઓ ને શિક્ષણ માટે અનુભવી શિક્ષકો ની સહાયતા મળી રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ મળશે. તથા શુભ સમાચાર મળશે. મિત્રો, સંબંધીઓ અને વડીલો તરફથી લાભ પ્રાપ્તિ નાં સંકેત છે. તમારી મહેનત નાં પ્રમાણ માં સફળતા મેળવી શકશો. તમારા બાળક કે નાના ભાઈ તરફથી લાગણીનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક દિવસ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિ
આજે તમારૂ મન આધ્યાત્મિકતા તરફ કેન્દ્રિત થઈ શકશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. નોકરી માટે કરવામાં આવેલ પ્રયાસો સાર્થક રહેશે. ઘરથી થોડા દૂર જઈ શકો છો પરંતુ મન માં શાંતિ રહેશે અને દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે. કાર્યસ્થળ પર તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. માટે કામકાજ કરતી વખતે થોડો સમય બ્રેક લઈને આરામ કરવો. આજે મનમાં તણાવ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સહ કર્મચારીઓનો સહયોગ મળી રહેશે.
ધન રાશિ
આજે કોઈ અપ્રિય ઘટના નાં યોગ બની રહ્યા છે. સમજી વિચારીને યાત્રા અને કાર્યવાહી કરવી. સાધુ સંતોનાં આશીર્વાદથી મનમાં ઉર્જાનો સંચાર થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કેરિયર સાથે જોડાયેલ આવશ્યક નિર્ણય લેવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. બિઝનેસમાં પૈસા લગાવવાથી ફાયદો થશે. કામકાજની બાબતમાં તમારા પ્રયાસો સાર્થક રહેશે. કેટલાક લોકોનાં સહયોગથી તમારા કામ માં ગતિ આવશે. વેપાર માટે આજનો દિવસ સામાન્ય રહેશે.
મકર રાશિ
આજે તમારા જીવનસાથી સાથે સમય આપવો તેની સાથે વાત કરવી તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવશે. માનસિક તણાવ દૂર થશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ વધવાની સ્થિતિ બનશે. પ્રેમ સંબંધમાં આજે સાવધાન રહેવું. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સારી પ્રગતિ મળશે. દાંપત્યજીવનમાં આજે મધુરતા રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સકારાત્મક દિવસ રહેશે. સ્વાસ્થ્ય કમજોર હોવાના લીધે બીમાર પડવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
અચાનક લાભ થી મન પ્રસન્ન રહેશે. તમારા પ્રયાસો થી પ્રશંસા અને સફળતા મળશે. તમારી દરેક અધુરી ઈચ્છાઓ પૂર્ણ થશે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. તમારામાં અંતર મનની વાત સમજવા માટે નો સારો સમય છે અને તમારે સમજીને તમારી ખામીઓ દૂર કરવી જોઈએ. બીજા વ્યક્તિઓ સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો. તમારા જીવનસાથીની ભાવનાઓનું સમ્માન કરવું જોઈએ. પ્રેમ જીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે.
મીન રાશિ
કોઈ સામાજિક સમારોહમાં જવાનું આયોજન થઇ શકે છે. તમારા કાર્યમાં સફળતા મળશે. કોઈ વાતને લઈને ચિંતા રહેશે. વિચારો નાં પ્રવાહ નાં કારણે સમય પર કામ પૂર્ણ થઈ શકશે નહીં. મનને શાંત રાખવું. મુસાફરી દરમ્યાન સાવધાન રહેવું વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવવું. ઘરમાં સુખ-શાંતિ રહેશે જેનાથી મન પ્રસન્ન રહેશે. નોકરીની બાબતમાં તમને સારા પરિણામ મળશે. તમારા કામને સારી રીતે પૂર્ણ કરી શકશો.