રાશિફળ ૨૦ નવેમ્બર ૨૦૨૦ આજે આ ૭ રાશી નાં જાતકો એ સાંભળીને રહેવાની જરૂર છે.

મેષ રાશિ
વેવાહિક સુખનાં દૃષ્ટિકોણથી આજે તમને કંઈક અનોખો ઉપહાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન ખૂબ સારું રહેશે. સફળતા પ્રાપ્ત થશે. વિદ્યા અભ્યાસમાં સુધારો કરવાનાં નવા અવસરો પ્રાપ્ત થશે. કોઈનાં તરફ પહેલી જ મુલાકાતમાં જ આકર્ષિત થશો. નવા સંપર્કો થશે. અને આગળ જતાં તે તમારા માટે ફાયદાકારક રહેશે. ભૌતિક સુખ સાધનો પર તમારું ધન ખર્ચ થશે. આજે તમને તમારી સાથે સકારાત્મક વિચારસરણી ખૂબ જ મદદરૂપ થશે.
વૃષભ રાશિ
આજે તમારો વહેવાર સકારાત્મક બનાવી રાખવો. જલ્દી સફળતાનાં દ્વાર ખુલશે. પિતાથી સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. ધનનું રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પરિવારની સાથે તમે સારો સમય વિતાવી શકશો. અને તેનાથી તમે ખૂબ જ આનંદ મહેસૂસ કરશો. વિદ્યાઅભ્યાસ માં તમારું પ્રદર્શન સારું રહેશે. કોઈ સમારોહ નું સફળતા પૂર્વક આયોજન કરી શકશો. નાની એવી યાત્રા પર જઈ શકો છો. આજનો દિવસ અનુકૂળ રહેશે. યોગ્ય સલાહ લેવામાં અચકાવું નહીં.
મિથુન રાશિ
તમારુ દૃષ્ટિકોણ મિત્રો અને સંબંધીઓ પર લાદવા ની કોશિશ ના કરો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. આર્થિક બાબતો પર સમજી-વિચારી ને નિર્ણય લેવો. ધન વિશેષ ખર્ચ થશે. કારકિર્દીમાં મોટી તક મળી શકશે. તમારા સાથીને લઈને થયેલો શક દૂર થશે. જીવનસાથીનો સહયોગ મળશે. વ્યાપાર ની બાબતે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારું મન કોઈ વાતને લીધે પરેશાન રહેશે. ધણા સમયથી ચાલતા કષ્ટો દૂર થશે.
કર્ક રાશિ
આજે તમારા જીવનસાથી તમારી ખૂબ પ્રશંસા કરશે. તેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ વધશે. તમને કોઈ સારી કંપની માંથી જોબ ની ઓફર આવી શકે છે. તમારા મિત્રોનો સહયોગ મળશે. તમારું વૈવાહિક જીવન ખુશીઓથી ભરાઈ જશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય કે તેની તૈયારીઓ થઈ શકે છે. બાળકોને ખુશી મળશે. સાંજનાં મહેમાન આવવાથી ઘરનો માહોલ આનંદદાયક બની જશે.
સિંહ રાશી
અચાનકથી કોઈ સારા સમાચાર મળવાથી તમે આનંદ થશે. ક્રોધ પર નિયંત્રણ રાખવો જરૂરી છે. તમારા શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સામાજિક મોરચા પર કોઈ તમારી મદદ કરશે. આજે તમારા સાથી જૂની વાતો સાંભળવા નાં મૂડમાં નહીં હોય. પારિવારિક આયોજનમાં બધાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત થશે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. તમારા ખર્ચાઓને લઈને વિચાર જરૂર કરવો. લોકો તમારી વાત થી પ્રભાવિત થશે.
કન્યા રાશિ
પરિવારમાં કોઈ બાળકને ચિકિત્સકીય સારવારની જરૂર પડી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાઅભ્યાસ માં તમારા સપના પૂરા કરવાની કોશિશ કરવી. યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. સંતાન તરફથી આનંદ પ્રાપ્ત થશે. લવ લાઈફમાં રોમાન્સ રહેશે. જે લોકો બેરોજગાર છે તેને નોકરી ની તલાશ પૂર્ણ થશે. તમારી આસપાસ ની દરેક વસ્તુ પર નજર રાખવી જરૂરી છે.
તુલા રાશિ
તમારી નાણાંકીય સ્થિતિમાં સુધારો થશે. જે લોકો પ્રેમ જીવનમાં છે તેઓને આજે સમસ્યાઓ આવશે. કોઈ વાતને લઈને ગેરસમજણ તમારા બંને વચ્ચે પોતાની જગ્યા બનાવી શકશે. યાત્રા સમય દરમિયાન નવી જગ્યા જોવાથી અને નવા લોકોને મળવાનો મોકો મળશે. આજે તમારે ઉતાવળમાં કોઇ નિર્ણય ના લેવો જોઈએ. ભવિષ્યમાં તમને પસ્તાવો થઇ શકે છે. દિવસ ની સાર્થકતાને સમજી તમારા ઉદ્દેશ્ય પ્રતિ કાર્ય કરવું.
વૃશ્ચિક રાશિ
સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. દૂરસ્થ શિક્ષાથી જોડાયેલા વિદ્યાર્થીઓ ની અભ્યાસમાં પ્રગતિ થશે. પારિવારિક જીવન ખૂબ સારું રહેશે. તમે બીજાની સામે તમારા દિલ ની વાત કહી શકશો. આજે સંતાન તરફથી તમને ખુશખબરી પ્રાપ્ત થશે. કામની બાબતમાં તમને ઘણી સમસ્યાઓ આવશે. તમારું મન તમારા કામકાજમાં લાગશે નહીં. નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ બની રહેશે. તમારી આવડત થી લોકોને પ્રભાવિત કરી શકશો.
ધન રાશિ
આ દિવસ આસપાસનાં લોકો સાથે મળીને કામ કરવાનો દિવસ છે. પરિવાર નાં લોકોનો સહયોગ મળી રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેશે. તમારા મગજમાં અચાનકથી એવો વિચાર આવશે જે તમારી પ્રગતિ નાં દરવાજા ખોલી દેશે. તમારા દાંપત્યજીવન માં તણાવની સ્થિતિ રહેશે. પરંતુ તમારે થોડો સમય સંયમ રાખવો પડશે. એક જૂનું રહસ્ય સામે આવી શકે છે જેનાથી શંકા પેદા થઈ શકે છે.
મકર રાશિ
આજે કોઈ પર્યટન સ્થળની મુસાફરી કરી શકશો. પરિવાર નો સહયોગ ન મળવાને કારણે તમે પરેશાની મહેસૂસ કરશો. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. જુના મિત્રોની મુલાકાત થી ફાયદો થશે. વેપારીઓને કોઈ કામ માટે યાત્રા પર જવું પડશે. આજે ધનની બાબતમાં સ્થિતિ સારી રહેશે. કામની બાબતમાં તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. આજે તમે ખુશ રહેશો. વિવાહ યોગ્ય લોકોને પાર્ટનર મળવાનાં યોગ છે.
કુંભ રાશિ
આજે તમારી સર્જનાત્મકતા તમને અન્ય લોકોથી આગળ લઈ જઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આજે તમે બીમાર પડી શકો છો. તેથી તમારે ખ વિશેષ ધ્યાન રાખવું. તમારી આવકમાં વૃદ્ધિ થવાના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. તમને કોઈ નોકરી મળી શકે છે. ઉત્તમ ભોજન ની પ્રાપ્તિ થશે. સમયની અનુકૂળતા કાર્ય સિદ્ધ કરશે. વ્યાપારીઓને લાભનાં યોગ છે.
મીન રાશિ
આજે તમારા મિત્રો સાથે મુલાકાત થશે. અને તેમનાં પર ખર્ચ થશે. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારી કારકિર્દી ની દિશા બદલી શકે છે. પરંતુ તમારે જીવનનો કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર લેવો નહીં. આજે તમે તમારા પ્રિય ને તમારા દિલની વાત ખુલીને જણાવી શકશો. જેનાથી તે ખૂબ જ ખુશ થશે. સામાજિક મુલાકાત માં વધારો થશે. વ્યર્થ ખર્ચ થશે.