રાશિફળ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ ૫ રાશિનાં જાતકો થશે માલામાલ, શિવજી ચમકાવશે ભાગ્ય

રાશિફળ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ ૫ રાશિનાં જાતકો થશે માલામાલ, શિવજી ચમકાવશે ભાગ્ય

મેષ રાશિ

મેષ રાશીવાળા લોકોને કાર્યક્ષેત્રમાં આવનાર અવરોધથી છુટકારો મળશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળી શકે છે. ખર્ચા ઘટશે અને આવક વધશે. જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રેમ જીવનમાં તમને સફળતા મળશે. વિદેશ જવાની ઈચ્છા થશે. વિરોધીઓ પર પ્રભુત્વ મેળવી શકશો. યોજનાઓમાં શક્યતાઓને અવગણો નહીં. જરૂરી કાર્ય  ની યોજના બનશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોએ મુસાફરી માં બિનજરૂરી ખર્ચ ઘટાડવો. કીમતી વસ્તુઓને સાચવીને રાખવી. ચોરી અથવા ગુમ થઈ જવાની શક્યતા છે. વાણી પર સંયમ રાખો. અધિકારીઓ સાથે વાતચીતમાં સંભાળીને વાત કરો. થાક અને માનસિક મુશ્કેલીઓ રહેશે. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેને નજર અંદાજ ના કરો તેનો ઉપાય કરવાનો પ્રયાસ કરો. નોકરિયાત વર્ગે તેમના અધિકારીઓ સાથે ક્રોધ ના કરવો નહીંતર વાદ-વિવાદ થવાની સંભાવના છે. કામ માં મન ના લાગવાનાં કારણે મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ દિવસ શુભ છે.

મિથુન રાશિ

 

આજે તમે તમારા કાર્યથી દરેકને પ્રભાવિત કરી શકશો. દૂર રહેતા સંબંધી નો સંપર્ક થશે. સ્વાસ્થ્ય ની બાબત માં ધ્યાન રાખવું. સાંજ સુધી શરીરમાં થાક અને સુસ્તી આવી શકે છે. નાણાંકીય લાભ ની માહિતી થી તમે અને તમારો પરિવાર ખુશ રહેશો. તમને નોકરીમાં પ્રોત્સાહન મળી શકે છે. આજે તમારી કોઈપણ મનોકામના પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં પણ સ્થળાંતર થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવક અને સંપત્તિમાં   ગતિશીલતા રહેશે.

કર્ક રાશિ

આજે તમે કોઇ ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો છો. તમારાથી તમારા ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. પ્રેમ સંબંધમાં પરસ્પર સંયમ અને સહયોગ રહેશે. ટૂંકા અંતરની મુસાફરી કરી શકો છો. બાળકોનાં સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને ચિંતા થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલા કામને  આજે પ્રાધાન્ય આપો. જો કોઈ કામ બાકી છે તો આજે તેને પૂરૂ કરી લો. ઘરની અંગત વાતો કોઈ સાથે શેયર ના કરો. સંતાન તરફથી અથવા સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે.

સિંહ રાશી

કેરીયર ની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે કેટલાક સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમે જેટલી સખત મહેનત કરશો તેટલું જ વધારે નસીબ તમારો સાથ આપશે. ભાઈ-બહેનો તરફથી સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રે માન અને પ્રતિષ્ઠા મેળવશો. જો સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી નાં  સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા રહેશે.

કન્યા રાશિ

આજે ધનલાભ નાં યોગ છે. પ્રેમસંબંધમાં સફળતા મળશે. પ્રગતિ નાં માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. વાહન ચલાવતા સમયે સાવચેત રહો. દુર્ઘટના થવાની સંભાવના છે. ભરોસાપાત્ર મિત્ર નો સાથ મળશે. માનસિક તણાવ રહેશે. આજે ઘરમાં કોઈપણ મંગળ કાર્યનું આયોજન થઇ શકે છે. મિત્રની મદદથી કાર્ય થઈ શકે છે. કારકિર્દી નાં ક્ષેત્રમાં અવરોધો આપમેળે દૂર થશે.

તુલા રાશિ

આજે મિત્રો સાથે મુસાફરી નાં  યોગ છે. જીવનસાથી સાથે સંબંધ સૌમ્ય રહેશે. સંતાન તરફથી ખુશી મળશે. આજે ધાર્મિક કાર્ય કરી શકશો. તમને ક્યાંક થી અચાનક લાભ મળી શકે છે. જે મળ્યા પછી તમે ખુશ થશો. વ્યવસાયિક આયોજનને લઇને કોઇ મોટો નિર્ણય લઈ શકશો. તમારી મહેનત મુજબ તમે વ્યવસાયમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે પારિવારિક સમસ્યા દૂર થશે. પરિવારમાં સારો સમય પસાર થશે. ઘરેલુ ખર્ચ રહેશે. પરિવારમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા ભાઈ બહેન ને કોઇ સમસ્યા આવી શકે છે. તમારી નાણાં સંબંધિત સમસ્યા દૂર થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. બહાર જવાનું થઈ શકે છે. આંખનાં રોગને લઈને સાવચેત રહો. વાહન ચલાવતી વખતે બેદરકારી ના રાખો.

ધન રાશિ

આજે તમારી મહેનતનું ફળ મળવામાં સમય લાગશે. પ્રેમ સંબંધમાં આજનો દિવસ અનુકૂળ નથી. તમારા પ્રિયજન ને મનાવવા માં કોઈ કસર છોડશો નહીં. તમારા બાળકો તમને કોઈ મહત્વપૂર્ણ વાત વિશે સલાહ આપી શકે છે. તમારા પરિવારનાં સભ્યો સાથે ગેર સમજણ ઉભી થઇ શકે છે. ટીમ વર્ક અને જવાબદારીઓ થી ભરેલો દિવસ રહેશે તે તમને શુભ ફળ આપશે. સંતાન તરફથી ખૂશખબરી મળી શકે છે.

મકર રાશિ

આજે તમને કોઇ ખોવાયેલી વસ્તુ મળવાની સંભાવના છે. ખર્ચમાં વધારો રહેશે. દામ્પત્ય   જીવનમાં તણાવ રહેશે અને જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ તમને પરેશાન કરશે. વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. ક્રોધીત સ્વરમાં કોઈની સાથે વાત ના કરવી. તમે કોઈ વરિષ્ઠ વ્યક્તિને નારાજ કરી શકો છો. કામના સંબંધમાં તમને સફળતા મળશે. પ્રેમ જીવન નો પુરો આનંદ લઇ શકો છો. તમારો પ્રેમ લગ્નમાં ફરી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિનાં લોકોએ ધીરજ અને વિવેક જાળવવો પડશે. નસીબ ચમકશે બહાર ફરવા જવાનું આયોજન થઈ શકશે. મન પ્રસન્ન રહેશે અને નવી શક્તિ સાથે દિવસ વિતાવશો. ભૌતિક સુખ અને આરામ માં વૃદ્ધિનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રમાં અનુકુળ સ્થિતિ રહેશે. પ્રેમની દ્રષ્ટીએ  આજનો દિવસ ખૂબ જ હકારાત્મક રહેશે. કેટલીક નાણાકીય અને કુટુંબ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવર્તનની ઈચ્છા પણ રહેશે.

મીન રાશિ

મીન રાશી વાળા લોકો એ માતા પિતા થી કોઈ પણ વાત છુપાવવી નહી. છુપાવશો તો  તમારા માટે સારું નહીં રહે. ભાગીદારો વચ્ચે ગેરસમજ ની સંભાવના છે. તમારે વિનમ્રતા અને સાવધાની થી વાત કરવી જોઈએ. તમારે તમારા જીવનસાથી ની ભાવનાઓને માન  આપવું પડશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને નવા વિચારો સાથે તમે કાર્ય શરૂ કરશો. જેનાથી તમને સારા પરિણામો મળશે. પરિવારમાં આજનો દિવસ સારો રહેશે. પિતા ને ખલેલ ના પહોંચાડો અને તેમનાં સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *