રાશિફળ ૨૯ જાન્યુઆરી : ગ્રહ-નક્ષત્રોનાં શુભ યોગને કારણે અચાનક ધન લાભનાં પ્રબલ યોગ બની રહ્યા છે

રાશિફળ ૨૯ જાન્યુઆરી : ગ્રહ-નક્ષત્રોનાં શુભ યોગને કારણે અચાનક ધન લાભનાં પ્રબલ યોગ બની રહ્યા છે

મેષ રાશિ

આજે તમારો આત્મવિશ્વાસ તથા માન સન્માન વધશે. કોસ્મેટિક્સમાં દિલચસ્પી વધશે. વાણીને ક્રોધથી દૂર રાખવી. આજે તમને અન્ય દિવસોની તુલનામાં વધારે આળસ મહેસુસ થઇ શકે છે. તમારા મનમાં જલ્દી પૈસા કમાવવાની ઇચ્છા ઉત્પન્ન થશે. દાંપત્યજીવનમાં પરેશાની આવશે. એકબીજા સાથે મતભેદ વધશે. આજે કોઈ મોટો નિર્ણય લેતાં પહેલાં ખૂબ જ સમજી વિચારી લેવું. કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવવા માટે મુશ્કેલ થઈ શકે છે.

Advertisement

વૃષભ રાશિ

તમને રોજગારમાં લાભ પ્રાપ્ત થશે. સમાજમાં માન-સન્માન વધશે. નવા સોદામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ સાથે વાદ-વિવાદમાં પડવું નહીં, નહીંતર મનમાં તણાવ વધી શકે છે. લોકોની દખલઅંદાજી વૈવાહિક જીવનમાં પરેશાનીઓની કરી શકે છે. વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે ધીરજ અને સંયમથી કામ લેવું. તમને નવા લોકોનો સાથ મળશે, જેની અસર નવી યોજનાઓ પર પડશે. લાંબી યાત્રા પર જવું આરામ દાયક રહેશે.

મિથુન રાશિ

માનસિક રૂપથી આજે તમે ખૂબ જ હળવા મહેસૂસ કરશો. પરીક્ષામાં સફળતા મળશે. તમારા મન ઉપર છવાયેલ ચિંતાના વાદળ હટી જવાથી ઉત્સાહમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં ગોપનીયતાની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં તમારા કામકાજની પ્રશંસા થશે. કામકાજ દરમ્યાન અમુક નવા અવસર મળશે. તમારી મહેનતનું તમને સારું પરિણામ મળતું જોવા મળશે. ગૃહિણીઓ ઘરને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત રહેશે.

કર્ક રાશિ

આજે નવા લોકો સાથે કામ કરવું સરળ રહેશે. વેપારમાં લાભ મળશે. રોકાણ માટે આજનો દિવસ શુભ છે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈ નવા મિત્રને મળવાથી મન પ્રસન્ન થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ભાગ્ય તમારો સાથ આપશે. અભ્યાસને લઈને આજનો દિવસ સારો રહેશે. કાર્ય કરવામાં ઉત્સાહ રહેશે અને તમારા અધુરા બધા જ કાર્ય પૂર્ણ થશે. રમણીય જગ્યા પર પ્રવાસનો આનંદ લઇ શકશો.

સિંહ રાશિ

આજે તમારા વ્યવસાયમાં વિસ્તાર થશે. આજે તમને લાભ મળવાના પૂરા ચાન્સ નજર આવી રહ્યા છે. નસીબ તમારો સાથ આપવા માટે તત્પર છે. કાર્યક્ષેત્રમાં તમને ખૂબ જ મોટી સફળતા મળી શકે છે, પરંતુ અન્ય ક્ષેત્રમાં વધારે મહેનત કરવાની આવશ્યકતા રહેશે. પોતાના માતાપિતા તરફથી તમને મળતો પ્રેમ અને સમર્થન તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો કરવામાં મદદ કરશે. પ્રેમ સંબંધોને લઈને પરિવારમાં સમસ્યા ઊભી થઈ શકે છે. ધીરજથી કામ લેવું.

કન્યા રાશિ

આજે લેવડદેવડમાં સાવધાની રાખવી. આજનો દિવસ થોડો કમજોર રહી શકે છે. કામમાં મન લગાવાથી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરીમાં ઉન્નતિનાં ચાન્સ છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ ચાલી રહી છે, તેમાં થોડી કમી આવશે. પોતાની ક્રિએટિવિટીને નિખારવાની કોશિશ કરવી. પરિવારમાં કોઈપણ વ્યક્તિની સલાહ તમારા ખૂબ જ કામમાં આવશે. તમારી સકારાત્મક વિચારસરણી પુરસ્કૃત કરવામાં આવશે. કામકાજમાં તમને થોડી પરેશાનીઓ મહેસુસ થશે.

તુલા રાશિ

આજે તમે પોતાના પ્રિયજન પ્રત્યે પોતાની નિષ્ઠા પર સંદેહ ન કરવો. વેપારની બાબતમાં યાત્રા થઈ શકે છે, જે તમારા માટે લાભદાયક રહેશે. દામ્પત્ય જીવનમાં ખુશી ભરેલા પળો આવશે. સમસ્યાઓની વચ્ચે જલ્દી કામ કરવાની તમારી ક્ષમતા તમને સન્માન અપાવશે. પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકશો. જે કાર્યને લઇને તમે પહેલાથી વિચાર કરી રહ્યા છો તેની શરૂઆત આજે કરી શકો છો. પરિણામ ખૂબ સારા મળશે. ગૃહિણીઓને ઘરના કામમાં મદદ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે મિત્રોની સાથે મિલન થવાથી મન પ્રસન્ન રહેશે. તમારે વિરોધનો સામનો કરવો પડશે. પરિવારમાં ખૂબ જ વાતચીત થશે, તે સિવાય કાર્યક્ષેત્રમાં સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. જો તમે ઉતાવળમાં નિષ્કર્ષ પર આવશો તો દિવસ નારાજગીથી ભરેલો સાબિત થશે. જીવનસાથીનો સહયોગ મળશે. ખાસ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સલાહને યોગ્ય રીતે સમજવી. ખોટું બોલવાથી બચવું, નહીંતર પરેશાનીમાં મુકાઇ શકો છો.

ધન રાશિ

આજે પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ નાગરિકોની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનાવવાની કોશિશ કરવી. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્રમાં આજે તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. બનેલા કાર્ય બગડી શકે છે. ભાગદોડ વધારે રહેશે. આજે અમુક નવા કામ કરવાનું વિચારી શકો છો અને પોતાની આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવાની કોશિશ કરશો. બૌધ્ધિક ચર્ચાઓમાં ભાગ લેશો. અન્ય લોકો પર વધારે વિશ્વાસ કરવાથી બચવું.

મકર રાશિ

આજનો દિવસ આનંદ દાયક રહેશે. નોકરીમાં તમારા ઉચ્ચ પદાધિકારી ખુશ રહેશે. કાર્યની વ્યસ્તતા તથા સ્વાસ્થ્ય સારું રહેશે. લોકો સાથે કોન્ટેક જાળવી રાખવા અને પોતાના પ્રદર્શનને સારું કરવાની કોશિશ કરવી. તમે સુખનાં સાધનો પર ખર્ચ કરવાનું પસંદ કરશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા કબજામાં રહેશે. સાહિત્ય અને કળા તરફ રુચિ વધશે. પોતાના સાથી સાથે સમય પસાર કરીને તમને ખૂબ સારું મહેસુસ થશે.

કુંભ રાશિ

આજે કોઈ વાતને લઈને પરિવારમાં મતભેદ થઈ શકે છે, એટલા માટે યોગ્ય રહેશે કે ધીરજ અને સંયમથી તેનો ઉકેલ લાવવો. મિત્રો અને સ્નેહીજનો સાથે થયેલ ભેટ થી તમારું મન પ્રસન્ન થશે. પોતાને નકારાત્મક વિચારોથી દૂર રાખવા. લેવડદેવડમાં ઉતાવળ કરવી નહીં. ચિંતા તણાવ રહેશે. તમે પોતાના સંઘર્ષ દ્વારા તે પરિસ્થિતિઓ પર વિજય મેળવશો, જે તમને પરેશાન કરી રહી હતી. પરિવારમાં કોઈ ભાવનાત્મક સમસ્યાનું સમાધાન નીકળી શકે છે.

મીન રાશિ

આજે ગૃહ કલેશને કારણે તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આજે તમે પૈસાની લેવડદેવડ વિશે વિચાર કરી શકો છો. જે કાર્ય કરશો તેમાં તમને લાભ મળવાની પૂરી આશા છે. ભાગીદારીમાં કરવામાં આવેલ કામ ફાયદાકારક સાબિત થશે. જીવનસાથીની મદદથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થશે. ક્રોધ પર કાબૂ રાખવું અને કોઈ વ્યક્તિ પર પોતાના વિચારોને લાદવા નહીં. મનમાં ચાલી રહેલ નકારાત્મક વિચારોને દૂર કરવા.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *