રાશિફળ ૩ ફેબ્રુઆરી : બજરંગબલીની કૃપાથી આજે આ ૩ રાશિઓ ધન-વૈભવથી થવા જઈ રહી છે માલામાલ

રાશિફળ ૩ ફેબ્રુઆરી : બજરંગબલીની કૃપાથી આજે આ ૩ રાશિઓ ધન-વૈભવથી થવા જઈ રહી છે માલામાલ

મેષ રાશિ

આજે કાર્યોમાં સફળતા મેળવવા માટે તમારે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. આજે તમને કોઇ શુભ સૂચના મળશે, જેના લીધે તમારું મન હર્ષિત રહેશે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો તમને સફળતા જરૂર મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્ય દિવસોની અપેક્ષામાં ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં પોતાની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને પરિવારના નાના સભ્યો તરફથી સુખ મળશે. સફળતા મળશે અને ઇચ્છિત જીવનસાથી મળવાથી મન ખુશ રહેશે.

વૃષભ રાશિ

આજે તમારી કામકાજ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. નવા અવસર જીવનમાં પરિવર્તન લાવશે અને તમારા પોતાના લોકોનો સહયોગ તમને મળશે. મિત્રો પણ સાથ આપશે. વ્યવસાયમાં તમને અપેક્ષાથી વધારે ધન લાભ થશે. પરિવારના લોકો તરફથી પણ તમને સહયોગ મળશે અને વિશેષ ઉપહાર કે ભેટની પ્રાપ્તિ થઇ શકે છે. આજે પરિવારમાં વાતાવરણ શાંત રહેશે. સારા સમયનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખવું પડશે.

મિથુન રાશિ

આજે બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે થોડો સમય અલગથી કાઢવો પડશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. તમારા વિચારેલા તમામ કાર્યો પૂરા થઈ જશે. જીવનસાથીની સાથે ફરવા જઈ શકો છો. તમારા કાર્યોમાં માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં સ્થિતિઓ સુધરશે અને તમે એકબીજાની નજીક આવશો. પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. થાક અને તણાવના કારણે તમે પોતાને કમજોર મહેસૂસ કરી શકશો.

કર્ક રાશિ

મિત્રોની મદદથી વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. મંગળમય યાત્રાનો લાભ તમને મળી શકે છે. અચાનક લાભ થવાથી મન પ્રસન્ન રહેશે અને તમારા પ્રયાસોથી યશ મળશે. તમે પોતાની વાણીથી અન્ય લોકોનું દિલ જીતી લેશો. આ રાશિના વિદ્યાર્થીઓ આજે મિત્રોની સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. આજે વેપારીઓને ખાસ લાભ થવાની સંભાવના રહેલી છે. તમારા તમામ કાર્યો સમયસર પૂર્ણ થઇ શકે છે. ઘણા રોકાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે.

સિંહ રાશિ

તમે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્યસ્ત રહેશો. તમને પોતાના બાળકો સંબંધિત સારી ખબરો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને તેમની શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે. તમે પોતાના જીવનસાથીની ભાવનાઓને સમજવાની કોશિશ કરશો. આજે કોઈ કામમાં તમને મિત્રોનો સહયોગ મળશે. પરિવારના સદસ્યોની સાથે સંઘર્ષ સંભવ છે તેથી સતર્ક રહેવું. કામકાજના મોરચા પર તમારી નીરસ વ્યસ્ત દિનચર્યાથી તમે ઘેરાયેલા રહેશો.

કન્યા રાશિ

આજે તમારા પૈસા બરબાદ થઈ શકે છે. વ્યવસાયમાં લાભ થઈ શકે છે અને તમે કોઈ પુણ્યનું કામ પણ કરી શકો છો. વિવાદથી દૂર રહેવાની કોશિશ કરવી. કાર્યોમાં જીવનસાથી તરફથી સહયોગ મળશે, જેના લીધે મન પ્રસન્ન રહેશે. દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. વાહન ધીરે ચલાવવું. જો આજે યાત્રા કરવી જરૂરી ના હોય તો જવું નહી. ખાણીપીણીમાં નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે. બહારના ભોજનનું વધારે પડતું સેવન કરવું નહી.

તુલા રાશિ

બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. પોતાના વેપારી સહયોગીઓની સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બનશે. આજે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. ઘરમાં નવા મહેમાન આવવાના યોગ બની રહ્યા છે. મોટાભાઈના સહયોગથી આજે કોઈ અધૂરું કામ પૂરું થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલી બાબતોમાં આજે તમને સફળતા મળી શકે છે. સમય પર કામ કરતા શીખવું પડશે. આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના મિત્રોની સાથે હરવા ફરવા જઈ શકો છો પરંતુ ત્યારબાદ ફરીથી અભ્યાસમાં લાગી જવું. અપ્રિય ઘટનાની આશંકા રહેલી છે. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરપૂર રહેશે. બિઝનેસ પાર્ટનરની સાથે મળીને કરવામાં આવેલ કાર્યોથી તમને ફાયદો થશે. ખૂબ જ સમજી-વિચારીને જ આજે યાત્રા કરવી અને કાર્ય વ્યવહાર કરવો. સાધુ સંતોનાં આશીર્વાદ તમારા મનમાં ઉર્જાનો સંચાર કરશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા મનમાંથી ચિંતાનો ભાર હળવો થશે. કામકાજના મોરચા પર એક સામાન્ય દિવસ પસાર થશે. આજે તમે પોતાના વ્યક્તિત્વના દમ પર અમુક લોકોને તમારા પક્ષમાં કરી લેશો, જેનો તમને પૂરો ફાયદો મળશે. વેપારીઓને અમુક સારો લાભ થવાની સંભાવના છે. તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે. તમને પરેશાન કરતી આદતોથી તમે છુટકારો મેળવી શકશો.

મકર રાશિ

આજે તમારે જમીન-સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સારું કામ બતાવશો પરંતુ પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવશે અને તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારી સરળ વાતો અન્ય લોકો પર પ્રભાવ છોડશે. અમુક લોકો તમારી પ્રોપટી પર વિવાદ ઉત્પન્ન કરવા માંગે છે, તેનાથી સતર્ક રહેવું. સમાજના કામોમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો. તમે પોતાની વાતોથી લોકોને આકર્ષિત કરી શકશો.

કુંભ રાશિ

આજે તમે માનસિક રૂપથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. તમે પોતાના પરિવારના સદસ્યોના કારણે લાભ કમાઇ શકો છો. તમારે પોતાના માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. દાંપત્યજીવન પ્રેમપૂર્વક પસાર થશે. નોકરીયાત લોકોને અમુક સારા પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ આજે સખત મહેનત કરશે. તમારા ખર્ચામાં આજે વધારો થશે. તમને સફળતાના અમુક ખાસ અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમે પ્રતિષ્ઠિત લોકો સાથે જોડાઈ શકો છો.

મીન રાશિ

આજે સંતાન સાથે મતભેદ થવાની સંભાવના છે. ગેરસમજણો દૂર થશે. તમારી સાથે કામ કરનાર લોકો સાથે સારો વ્યવહાર રાખશો તો તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પ્રેમની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે. વાહન ચલાવતા સમયે ગતિ પર ધ્યાન રાખવું. દાંપત્યજીવનમાં જીવનસાથીને શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કામકાજથી કે પૈસાથી જોડાયેલ પરિસ્થિતિ સાથે કોઈપણ પ્રકારનો ખરાબ વ્યવહાર કોઈની સાથે કરવો નહી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *