રાશિફળ ૩૦ નવેમ્બર ૨૦૨૦ : ચંદ્રગ્રહણ આ ૪ રાશિના જાતકો માટે રહેશે શુભ

મેષ રાશિ
આજે જરૂરત થી વધારે પૈસા મનોરંજન પાછળ ખર્ચ કરવા નહી. તમને સલાહ આપવામાં આવે છે કે, આ પ્રકારના નિર્ણયો તમારી જાતે જ કરવા બીજા લોકોનાં પ્રભાવમાં આવીને કોઈ નિર્ણય લેવો નહી. એવા કાર્યો માં સહયોગ આપવા માટે સારો સમય છે જેમાં યુવાનો જોડાયેલા હોય. ધન ખર્ચ કરતા પહેલા તમારી આર્થિક સ્થિતિ નું અવલોકન કરવું જરૂરી છે. આજે વેપારમાં યોજના પૂર્વક આગળ વધવું.
વૃષભ રાશિ
આગળ વધવા કરતાં તમારે વસ્તુઓ યોગ્ય કરવા માટે વધારે મહેનત કરવી પડશે. આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. પારિવારક જીવનમાં ખુશીનો માહોલ રહેશે. સંબંધી નાં આગમન ની સંભાવના છે. તમારા સન્માનમાં વધારો થશે. લોકો તમારી સલાહ લેશે. પેટ સંબંધી રોગ ના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે ઘરની સમસ્યાઓથી ભાગવું નહીં તેને દૂર કરવા માટે પ્રયાસ કરવા. આજે ઘરનું કોઈ વ્યક્તિ ઘરના વિવાદોને સુધારવામાં તમારી મદદ કરશે.
મિથુન રાશિ
વિવાહિત જીવનમાં શારીરિક સુખ પ્રાપ્ત થશે. અચાનક ધનલાભ થઈ શકે છે. વિરોધીઓ પર આજે તમે વિજય મેળવી શકશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરંતુ મહેનત નું ફળ મળશે. જીવનસાથી સાથે બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. તમારા દિવસની શરૂઆત મોર્નિંગ વોક થી કરવી. ઓવર ટેક કરવાથી નુકસાન થઈ શકે છે. તમારા વેપારમાં વૃદ્ધિ થશે. લાંબી મુસાફરી પર જઈ શકો છો.
કર્ક રાશિ
તણાવ અને નકારાત્મકતા થી દૂર રહેવા માટે ધ્યાન કરવું જરૂરી છે. જો તમે બેરોજગાર છો તો કોઈ સારી કંપની માંથી નોકરી માટેની ઓફર આવી શકે છે. રોમેન્ટિક લાઇફમાં આજે તમારા પાર્ટનર સાથે થયેલ ગેરસમજ દૂર જશે. અને તે તમારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થઇ જશે. વેપારમાં નુકસાન થશે. મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આજે તમારા ક્રોધ પર કાબૂ રાખવો. શરાબ નું સેવન કરીને વાહન ચલાવવું નહીં.
સિંહ રાશિ
તમારા મનમાં ઘણા વિચારો આવી શકે છે. આજે આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ રહેશે. ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. અને નુકસાન થવાની સંભાવના છે. મહેનત કરનાર લોકોને આજે સફળતા પ્રાપ્ત થશે. તમારી ચિંતા હવે થોડાં દિવસો માં દૂર થશે. આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. થોડી ખુશી અને થોડી ચિંતા પણ રહેશે. બપોર સુધી મન પરેશાન રહેશે. બપોર બાદ વ્યાપારમાં લાભ અને કાર્યમાં પણ સફળતા મળશે.
કન્યા રાશિ
આજે તમારા કેરિયર નાં વિષય પર મોટો નિર્ણય લઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરનાર લોકોને સારું ફળ મળશે. બપોર સુધી સમય સાવધાની પૂર્વક પસાર કરવો. જોખમ વાળા કામો થી દૂર રહેવું. પોતાનો વેપાર શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પરિવારના સદસ્યો નો સહયોગ મળી રહેશે. આજનો દિવસ મોટાભાગે ખરીદી કરવામાં અને બીજી અન્ય ગતિવિધિઓમાં પસાર થશે. બાળકો ને લઈને આજે તમે ખુશીનો અનુભવ કરશો.
તુલા રાશિ
જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. તમારા કાર્યને લઇને આજે તમારી પ્રશંસા થશે. પ્રેમ સંબંધમાં ઉત્સાહ રહેશે. આજે ધન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. વાણીનાં ઉત્તમ પ્રયોગથી ધન લાભ થશે. સારા કામો થી યશ અને માન, પ્રતિષ્ઠા માં વધારો થશે. આજે તમને નવા ક્ષેત્રોમાં મહેનત કરવાનો અવસર મળશે. અને તમારા પ્રયાસોમાં તમે સફળ રહેશો. કમિશનનું કામ કરતા લોકોને લાભ થશે.
વૃશ્ચિક રાશિ
મુશ્કેલ પરિસ્થિતિથી પણ તમે ગભરાશો નહીં. તમારી આ જ વાત વડીલોને ખુબ જ પસંદ આવશે. તેનું યોગ્ય પરિણામ તમને આવનારા દિવસોમાં મળવાની સંભાવના છે. આજના દિવસે તમને જે સમય મળેછે તેનો ભરપૂર લાભ લેવો અને ઘરના ઘરના સભ્યો સાથે સારો સમય પસાર કરવો. તમે આત્મવિશ્વાસ સાથે મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારા શત્રુઓથી સાવધાન રહેવું. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેશે.
ધન રાશિ
આકસ્મિક ખર્ચ થવાની સંભાવના છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે વેપારમાં કરેલા પ્રયત્નો નું આજે ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. અંગત સંબંધો ગાઢ બનશે. આજે સમય ખૂબ જ શુભ રહેશે. આજે દરેક મુશ્કેલીઓ દૂર થશે. ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે. બેરોજગાર યુવકો ને સરકારી નોકરી મળવાની સંભાવના છે. ધાર્મિક કાર્યોમાં તમે એકલતા અનુભવશો. તમારા મિત્રોનો સહયોગ મળશે.
મકર રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. ખૂબ જ મહેનત કર્યા બાદ ધન લાભ નાં માર્ગ ખૂલશે. ફેશન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર નાં સદસ્યો સાથે સમય પસાર કરીને આનંદ અનુભવશો. તણાવ અનુભવતા લોકો છુટ્ટી પર જવાનો પ્રોગ્રામ બનાવી શકે છે. પ્રેમ સંબંધ માટે સમય સારો રહેશે. પ્રગતિનાં નવા માર્ગો ખુલશે. તમારી આધ્યાત્મિક શ્રદ્ધા માં વધારો થશે.
કુંભ રાશિ
આજનો દિવસ સામાન્ય શુભ રહેશે. ખૂબ જ પરિશ્રમ કરવા છતાં સામાન્ય પરિણામ મળશે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને નવા અવસર પ્રાપ્ત થશે. સંબંધોમાં મધુરતા રહેશે. યાત્રા પર જઈ શકો છો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે ઝડપથી પ્રગતિ કરતા આગળ વધી શકશો. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માં સફળ રહેશો.
મીન રાશિ
પરિવાર માટે આજનો દિવસ શુભ રહેશે. તમારા આનંદિત સ્વભાવને થી બધા ખુશ રહેશે. જીવનસાથી ની વાત સાંભળવાનું પસંદ કરશો નહીં. બપોર સુધી તમારા દરેક કાર્યમાં વિઘ્ન આવશે મહેનત પણ વધારે કરવી પડશે. બપોર બાદ તમારા કાર્યોમાં ભાગ્ય તમારો સાથ આપશે. શૈક્ષણિક ક્ષેત્રે નવા પ્રોજેક્ટ મળી શકે છે. અજાણી વ્યક્તિ સંબંધિત એક નાજુક સ્થિતિનો અનુભવ કરશો. તમારા જીવનસાથીને તમારા પ્રેમની જરૂર છે.