રાશિફળ ૭ ડિસેમ્બર ૨૦૨૦ : આ ૩ રાશિનાં જાતકોએ ખૂબ સાવચેત રહેવું, મુશ્કેલી ભર્યો દિવસ રહેશે

મેષ રાશિ
આજનો દિવસ પ્રસન્નતામાં પસાર થશે. તમારા પ્રયત્નોને જાળવી રાખવા. અહંકાર કરવાથી બચવું. આજે તમારા માન સન્માનમાં વધારો થશે. આજે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. પ્રેમ સંબંધમાં આજનો દિવસ મુશ્કેલી આવી શકે છે. આજે તમારી જવાબદારીઓમાં વધારો થશે પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. વિદ્યાર્થીવર્ગને સફળતા મળવાથી આનંદ થશે. આવકનાં નવા સ્તોત્રો મળશે.
વૃષભ રાશિ
જીવનસાથી અને સંતાનના વિષયમાં ચિંતા રહેશે જેનાં લીધે તમને માનસિક તણાવ રહેશે. આજે તમારા કોઈ પ્રિય વ્યક્તિના ખરાબ મૂડ ને કારણે તમે ઉદાસ રહેશો. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ખર્ચામાં વધારો થશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અને પ્રતિયોગિતામાં સફળતા મળશે. આજે કોઈ વાદ વિવાદ પડવું નહી. ધીરજ અને વિવેકથી કામ લેવું. આવકમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે.
મિથુન રાશિ
ધનલાભ થવાની સંભાવના છે. ખર્ચાઓમાં વધારો થશે. અજાણ્યા વ્યક્તિનો વધારે પડતો વિશ્વાસ ના કરવો. મિત્રો તરફથી સહયોગ મળશે. માનસિક તણાવ દૂર કરવા માટે પૂજા-પાઠમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી તણાવમાં રાહત થશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરવો તેનાથી તમારા સંબંધોમાં મીઠાશ આવશે. આજે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
કર્ક રાશિ
આજે કોઇપણ કાર્ય ટાળવાનો પ્રયાસ ન કરવો. આજે કોઈ નવા કાર્યોનું આયોજન સફળતાપૂર્વક થઇ શકે છે. ધીરજથી કરેલ કાર્યો માં ચોક્કસ પરિણામ મળશે. ઘરનું વાતાવરણ શાંતિ પૂર્ણ રહેશે. પ્રેમ સંબંધમાં વિવાદ થઈ શકે છે. તમારા સંબંધો મજબૂત બનાવવા ઘરના લોકો સાથે ક્યાંય બહાર જવું જોઈએ. આળસ અને કન્ફ્યુઝન માં વધારો થઇ શકે છે.
સિંહ રાશિ
કૌટુંબિક જવાબદારીમાં વધારો થશે જેનાથી તમે માનસિક તણાવ અનુભવશો. આજે કોઈ મોટી આર્થિક લેવડ-દેવડ કરવાથી બચવું સાથે જ તમારા ખર્ચાઓ નું ધ્યાન રાખવું. પારિવારિક જીવન સામાન્ય રહેશે. આજે ઘણા લોકો તમારી સલાહ માંગશે ઇમાનદારીથી યોગ્ય સલાહ આપવી. મિત્રો અને સંબંધીઓને મળવાનું થશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
તમારા કાર્યક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને સન્માન પ્રાપ્ત થશે. આજનો દિવસ આનંદમાં પસાર થશે. ખુશી બહાર જઈને પૈસા ખર્ચીને જ મળે એજરૂરી નથી ઘણી વાર નાની-નાની વસ્તુઓ પણ જીવનમાં ખૂબ જ આનંદ આપી શકે છે. તમારી મુશ્કેલીઓ દૂર થશે. તમારા મિત્રો કે સબંધી ની સાથે ખરીદી પર જઈ શકો છો. વેપારી માટે આજનો દિવસ લાભકારી રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે જેનાથી તેમનુ આનંદિત રહેશે.
તુલા રાશિ
તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. જો તમે કોઈ સ્વાસ્થ સંબંધી પરેશાની નો સામનો કરી રહ્યા હશો તેમાં રાહત મળશે. સંભાળીને રહેવું અન્યથા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો થશે જેથી તમે માનસિક તણાવ અનુભવશો. નોકરિયાત વર્ગને પ્રમોશનની સંભાવના છે.આજે પૈસા સાથે જોડાયેલો કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા બજેટ નું ધ્યાન રાખીને આગળ વધવું.
વૃશ્ચિક રાશિ
વેપારમાં ખુબ જ પ્રગતિ થશે. આ દિવસો તમારા નોકરી કે વેપારમાં લાભ મળવાના દિવસો છે. તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તમારા બાળક નાં કારણે તમે આનંદ અનુભવશો. વિદ્યાર્થીઓ ને આજે ખૂબ મહેનત કરવી પડશે. વિચારેલા કાર્યો અધુરા રહી શકે છે. યશ પ્રાપ્ત થવાના યોગ છે. નોકરિયાત વર્ગને મહેનત કર્યા બાદ સફળતા પ્રાપ્ત થશે. લવ લાઈફ સારી રહેશે.
ધન રાશિ
આજે તમારી આધ્યાત્મિકતામાં વધારો થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે જેનાથી તમારી સ્થિતિમાં સુધારો આવશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા પિતા સાથે આ વિષય પર વાત કરવા માટે ઉત્તમ સમય છે. નાની-નાની વાતો ને લઈને ક્રોધ કરવાથી બચવું અન્યથા તમારા દરેક કાર્યો બગડી શકે છે.
મકર રાશિ
આજે તમારા ભાઈ બહેન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. પરિવાર નું વાતાવરણ આનંદમય અને શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી થોડી સમસ્યા રહેશે. આજે તમને તમારા સંપર્કો થી ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. દાંપત્ય જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. તમારા પિતા નું સમર્થન તમારા માટે લાભદાયી સાબિત થશે. સામાજિક અને ધાર્મિક આયોજન માટે આજનો દિવસ સારો રહેશે.
કુંભ રાશિ
તમારા પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આજે વધારે પડતાં આનંદ અને ક્રોધથી બચવું. આજે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આજે તમારા જીવનસાથી વધારે વ્યસ્ત રહેશે. આજે તમને એકબીજા માટે યોગ્ય સમય મળશે નહીં. પ્રેમ સંબંધ મધુર બનશે. પ્રેમી પંખીડાઓ આજે એક બીજા સાથે સારો સમય પસાર કરી શકશે. વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું.
મીન રાશિ
આજે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આયોજન પૂર્વક કામ કરવાથી સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યને મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે મહેનત કરવાની સાથે તેને મહેનતનું યોગ્ય ફળ પણ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં સમસ્યાઓ નો સામનો કરવો પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેતી ખૂબ વિચારીને નિર્ણય લેવો.