રાશિફળ ૭ ફેબ્રુઆરી : આજે આ ૪ રાશી નાં લોકોને કેરિયર માં મળશે પ્રગતિ, મળશે રોજગાર નાં નવા અવસરો

મેષ રાશિ
આજે તમારા અધુરા કાર્ય પૂર્ણ થશે. વ્યવહારકુશળતા થી સમસ્યાનું સમાધાન કરી શકશો કેટલાક લોકો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. અભ્યાસને લઈને વિદ્યાર્થીઓએ ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. સંગીત ક્ષેત્રે જોડાયેલ લોકો માટે આજનો દિવસ પ્રસિદ્ધિ આપનાર રહેશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. પરફોર્મન્સ માટે તમને કોઈ મોટું પ્લેટફોર્મ મળી શકે છે. કોઈ મોટા પ્રોફેસર નો સહયોગ મળશે. વ્યાપારિક યાત્રા થી લાભ થશે.
વૃષભ રાશિ
આજે હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો. કાર્યાલયમાં અધિકારીઓ સાથે સમજીને રહેવું. અચાનક ધનલાભ પ્રાપ્ત થશે. રોજગાર નાં નવા અવસરો પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં મતભેદ થઈ શકે છે. મિત્રો ની કંપની એન્જોય કરી શકશો. તમારા પ્રિયજન સાથે તમને સારું મહેસુસ થશે. સંતાનની સફળતાથી પ્રસન્નતામાં વધારો થશે. યાત્રા શુભદાયી રહેશે. અવિવાહિત લોકોને વિવાહ માટે સારો પસ્તાવ આવી શકે છે.
મિથુન રાશિ
આજે વાહન સંભાળીને ચલાવવું. સ્વાભિમાન ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ જરૂરી કામ ફાયદાકારક રહેશે. પ્રાઇવેટ જોબ કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં દરેક ચીજો તમારા પક્ષમાં રહેશે. અધિકારીઓ મહત્વ પૂર્ણ વિષય પર તમારી સાથે વાતચીત કરી શકે છે. સમજી વિચારીને કરું કરવું. દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે. જમીન તથા વાહન નાં કાગળો કરતી વખતે સાવધાની રાખવી.
કર્ક રાશિ
આજે તમારા શત્રુઓ થી સાવધાન રહેવું તે તમને નુકસાન પહોંચાડી શકે છે. પરિસ્થિતિને કાબુમાં કરવા માટે ભાઈ તરફથી મદદ મળી રહેશે. ઉત્સુકતાથી બચવું .સાવધાન રહીને કાર્ય કરવું. બજેટમાં ગડબડ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોઈ ની સાથે વિવાદ થઈ શકે છે માટે સાવધાન રહેવું. માતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વાણી ની મધુરતાનો લાભ લઈ શકશો. મિત્રો અને પત્નીનો સહયોગ મળશે. આજે મિત્રોને મળવાનું થશે અને તેની સાથે સકારાત્મક વાતચીત થશે.
સિંહ રાશિ
આજે તમારા પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે તેનાથી તમારા મનમાં પ્રસન્નતા બની રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે. મહિલા સહયોગી સાથે મતભેદ થવાથી તમારા સમ્માન ને નુકસાન પહોંચી શકે છે. કોઈ વિચારેલું કાર્ય પૂર્ણ થશે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. મહેનત કરનાર લોકોને ખુશ ખબર મળી શકે છે.
કન્યા રાશિ
આજે થાક અને આળસ મહેસુસ થશે. વેપારની બાબતમાં કરેલી યાત્રા લાભદાયી રહેશે મિત્રો સાથે પિકનિક પર જવાનું આયોજન થઈ શકે છે. તમારા કામકાજને વધારે મહત્વ આપવું. નવા કામને શરૂ કરવા માટે ધન પ્રાપ્ત થશે. પ્રયત્ન કરતા રહેવું. ભાઈ બહેનની વચ્ચે મધુરતા જળવાઈ રહેશે. ઈશ્વર પ્રતિ આસ્થામાં વધારો થશે. સારું પ્લાનિંગ અને સકારાત્મક વિચારસરણી ને કારણે તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે.
તુલા રાશિ
માતા પિતાનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આપેલ વચન નિભાવવું અને બીજાનો વિશ્વાસ કરવો. તમારી ક્ષમતા બતાવવા માટે નો યોગ્ય સમય છે. વ્યર્થ ચિંતા નાં કારણે મન પરેશાન રહેશે. બ્રેકઅપ થી બચવા માટે એકબીજા પર વિશ્વાસ કરવો સાથે જ તમારા પ્રિયજન સાથે વધારે સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો. આજે પારિવારિક વાતાવરણ આનંદ દાયક રહેશે. માતા-પિતા તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
આજે સફળ થવા માટે લક્ષ્ય નિર્ધારિત કરવાની આવશ્યકતા છે. આજે કોઈ નાની એવી યાત્રાનું આયોજન થઇ શકે છે. જે લોકો પર કોર્ટ-કચેરી ની બાબત ચાલી રહી હોય તે લોકોએ વધારે એલર્ટ રહેવું. સરકાર તરફથી સખત કાર્યવાહી થઈ શકે છે. આજે તમે કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. તમારા સ્વાસ્થ્ય નું દયાન રાખવું. આજે ગેસ અને પેટ સંબંધિત બીમારીથી પરેશાન થઈ શકો છો. વ્યવસાયમાં ધન આગમન ની ગતિ ખૂબ જ તેજ રહેશે.
ધન રાશિ
આજે કોઈ નાના પ્રવાસનું આયોજન થઇ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. આજે વાહન સંબંધિત વ્યવસાય અને કૃષિ સંબંધી આવક પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર ખૂબ જ તણાવ રહેશે અને કામના બોજના કારણે બેચેની મહેસુસ થશે. સહકર્મચારીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરીને આવનારા દિવસોમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો. વાણી પર સંયમ રાખવો.
મકર રાશિ
આર્થિક દ્રષ્ટિકોણથી આજે આવક કરતાં ખર્ચ વધી શકે છે. તમારી આવકમાં સુધારો થશે તમે નિશ્ચિત રૂપથી નિયમિત કાર્યો પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. આજે તમને માથાના દુખાવાની પરેશાની થઇ શકે છે. કોઈ ગેરસમજને કારણે કોઈ સંબંધ ખરાબ થઈ શકે છે. શેર બજારમાં રોકાણથી સફળતા પ્રાપ્ત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા લોકોને આજે ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મધુરતા અનુભવાશે. તમે સમય નો પૂર્ણ રૂપથી ઉપયોગ કરશો તો તમારા વ્યવસાયિક જીવનમાં તમને ભવિષ્યમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. ટીમને લીડ કરવાની તક પ્રાપ્ત થશે. જીવન સાથી સાથે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે. આવક નાં સાધનો નો વિકાસ થશે.
મીન રાશિ
આજે કોઈ નજીક નાં વ્યક્તિ તરફથી વિશ્વાસઘાત થઈ શકે છે. આંખો બંધ કરીને કોઇ પર વિશ્વાસ ન કરવો. તમારે પોતાના સવેદન શીલ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ નહીં. વેપારી માટે દિવસ ઉત્તમ રહેશે. જે મહિલાઓ જોબ કરે છે તેને ઘર અને ઓફિસ બંને ના કામ માં બેલેન્સ બનાવીને ચાલવાનું રહેશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. બિઝનેશ કરનાર લોકોને આજે ખૂબ જ ફાયદો છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે.