રાશિફળ ૯ એપ્રિલ : આજનો દિવસ આ ૬ રાશિનાં જાતકો માટે રહેશે અનુકૂળ, થોડી મહેનત કરવાથી કાર્ય બની જશે.

Posted by

મેષ રાશિ

આજે નાની-નાની બાબતો પર તમે ગુસ્સે થઈ શકો છો. તેથી તમારા વ્યક્તિત્વમાં સરળતા જાળવવી જરૂરી છે. એકંદરે દિવસ સારો રહેશે. બીજાઓ શું કહે છે તે સાંભળવું. તમારા વિચારો દર્શાવવાં તે સારું છે પરંતુ બીજાઓ શું કહે છે તે સાંભળવું પણ તેટલું જ જરૂરી છે. આજે તમે કંઇક નવું વાંચવાનું, જોવાનું અને સાંભળવાનું પસંદ કરશો. પ્રેમ જીવનમાં ક્રિએટીવ રહેવાનો ફાયદો મળશે. તમારા પ્રેમીને ઈમ્પ્રેસ કરી શકશો. તમે ધીરજ અને સંયમ રાખશો તો કામ બની જશે.

વૃષભ રાશિ

આજે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. ભગવાનમાં વિશ્વાસ વધશે. કોઈક ને ઉધાર આપેલ પૈસા આજે પરત આવશે. તમારામાં સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના છે. જેથી આગળ જતા લોકો તમારા થી ખુશ રહેશે. આજે તમારે તમારી સમસ્યાઓ દુર કરવા પર ધ્યાન આપવાની જરૂર રહેશે. તમારો ખાસ મિત્ર તમને વ્યવસાય માં ભાગીદારી માટે પૂછી શકે છે. પરિવારમાં આનંદ નું વાતાવરણ રહેશે. રોકાણ થી ફાયદો થશે.

મિથુન રાશિ

પ્રેમ જીવન જીવતા લોકો ને સુખદ પરિણામો મળશે. નોકરિયાત લોકોને સારા પરિણામ મળવાની સંભાવના છે. તમારા ટ્રાન્સફરનાં યોગ બની રહ્યા છે. બે લોકો વચ્ચે ની સમસ્યા માં તમે અટવાઈ શકો છો. તેથી સાવધાન રહેવું. જો તમે તમારા વૈવાહિત જીવનમાં થોડા દિવસોથી નાખુશ છો. તો આજે પરિસ્થિતિ થોડી સુધરશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

કર્ક રાશિ

આજે કોઈ સાથે સંબંધ જોડતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. જીવનસાથીનાં ક્રોધથી ચિંતિત રહેશો. તમે કોઈ ખાસ કાર્ય માટે કોઈ મહાન યોજના બનાવશો. આજે તમે પરિવાર સાથે સમય પસાર કરી શકશો. ધંધાકીય યાત્રા સફળ થશે. તમે પરિવારનાં સભ્યોને તમારી વાત સમજાવવામાં સફળ રહેશો. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા આજે દૂર થશે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે. કોઈ અટકાયેલું કાર્ય પૂરું થવાની સંભાવના છે.

સિંહ રાશિ

વ્યવસાયમાં વૃદ્ધિ માટે નાં નવા વિચારો તમારા મનમાં આવશે. આજે તમને અસંતોષ વધારે લાગશે. તેની થોડી અસર તમારા વીચારો પર પણ પડશે. મહિલાઓ આજે ઘરકામમાં વ્યસ્ત રહેશો અને ઘરકામ પૂર્ણ કરી શકશો. આ રાશિનાં અપરણિત લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન માટે કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. વ્યાવસાયિક મુસાફરી સફળ રહેશે.

કન્યા રાશિ

લવ લાઈફ જીવતા લોકોને કેટલીક મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. કેમકે, તમે તમારા પ્રેમ પાસે થોડી વધારે અપેક્ષા રાખશો. અન્ય લોકોનાં મંતવ્યો નું માન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોકરીયાત લોકો તેમના કાર્યમાં આનંદનો અનુભવ કરશે. તમારા બધા વિચારોને એક સાથે મુકો અને વિચારો તેમાંથી કોઈ રસ્તો જરૂર મળી આવશે. તમે પરિસ્થિતિનો સામનો કરવામાં સફળ રહેશો.

તુલા રાશિ

આજે ગુસ્સો કરવો તમારા માટે સારો નથી. નવી યોજનાઓ થી લાભ મળશે. મનોરંજનનાં કામમાં ખર્ચ થશે. પ્રેમમાં તમને સફળતા મળશે. કીમતી વસ્તુ અથવા સંપતી મેળવવાની ઈચ્છા આજે પૂરી થશે. કાર્યપદ્ધતિમાં સુધારો થશે. નવા કરાર થશે. વ્યવસાયમાં સારૂં રહેશે. વિધાર્થીઓ અને વકીલો માટે દિવસ સારો છે. તમે તમારા વ્યવસાય પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. જે તમારા માટે વધુ સારું રહેશે. પ્રેમ સંબધ માં પરેશાની આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું મન પૂજા-પાઠ કરવામાં લાગશે. મહેનત પર વિશ્વાસ રાખવો. કોઈપણ ખર્ચવાળા કાર્ય અથવા ખર્ચાળ યોજનામાં રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું. બિનજરૂરી ગુસ્સો બ્લડપ્રેશર વધારી શકે છે. જો તમને પહેલેથી જ હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તો તમારે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. તમારી કોઈ અંગત જાણકારી કોઈ વ્યક્તિ સાથે શેયર કરશો નહીં.

ધન રાશિ

આજે તમારી યાત્રા મનોરંજક રહેશે. નવો ઓર્ડર અથવા કોન્ટ્રાક મળવાની સંભાવના છે. શત્રુ ફાવશે નહીં. વ્યવસાય ને લઈને કોઈ ખોટો વિવાદ થઈ જાય તો પછી કોઈ વડીલ ને મધ્યસ્થી તરીકે રાખો નિર્ણય તમારા પક્ષ માં આવવાની સંભાવના છે. આજે પ્રગતિ નો દિવસ છે. આવક ની દ્રષ્ટીએ દિવસ શુભ રહેશે. તમારા બાળકનાં વર્તન પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે.

મકર રાશિ

આજે તમે ધાર્મિક પ્રસંગ માં હાજરી આપી શકશો. અગવડતા નાં કારણે તમારી માનસિક શાંતિમાં અવરોધ આવી શકે છે. તમારા મિત્રો તમારી સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદગાર સાબિત થશે. આજે તમે કોઇ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે તત્પર રહેશો. વિદ્યાર્થીઓ માટે જે વિષય નબળો હોય તેને સુધારવાની જરૂર રહેશે. આજે તમારી મહેનત નું તમને ઉચિત પરિણામ મળશે. અને લોકો તમારા પ્રયત્નોની પ્રશંશા પણ કરશે. શારીરિક તકલીફ થી કષ્ટ અનુભવશો.

કુંભ રાશિ

વિદ્યાર્થીઓ એ તેની વાણી પર નિયંત્રણ રાખવો જરૂરી છે. નહીં તો વિવાદ થઇ શકે છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો જરૂર કરો તેમાં તમને સફળતા મળશે. અવિવાહિત લોકોનાં લગ્ન જીવનની વાત આગળ વધશે. જે લોકો સંગીત માં રસ ધરાવે છે તેઓને આગળ વધવાનો મોકો મળશે. જીવનસાથી ની તબિયત નરમ રહેતા તેને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈ મોટી યોજનાઓ તરફ તમારું મન વિચાર કરી શકે છે.

મીન રાશિ

આજે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. સંબંધીઓ કેટલાક તણાવનું કારણ બની શકે છે. પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે તમારી જાતને નિયંત્રણ કરો. વ્યવસાયમાં નવા વિચારો  વૃદ્ધિ અને ધન લાભ તરફ આગળ લઇ જઈ શકે છે. કોઈપણ ઉતાવળિયો નિર્ણય ના લેવો. જેના કારને તમારે ભવિષ્ય માં પસ્તાવું પડે. લાંબાગાળાનાં રોકાણ માં ફાયદો થઈ શકેછે. તમારા મિત્રો સાથે બહાર જવું અને સારો સમય પસાર કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *