રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૦ આ પાંચ રાશિઓ નાં જાતકો થશે ભાગ્યાશાળી, ધનલાભ પ્રાપ્ત થશે

રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૦ આ પાંચ રાશિઓ નાં જાતકો થશે ભાગ્યાશાળી, ધનલાભ પ્રાપ્ત થશે

મેષ રાશિ

આજે દરેક કાર્ય તમારી ઈચ્છા અનુસાર થશે. કિમતી વસ્તુ સાચવીને રાખવી. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. ખર્ચ માં વધારો થશે. આજે તમે ચિંતા અને તણાવ માં રહેશો. તમારી આવકમાં વધારો થશે. તમારું મન કોઈ વાત ના લીધે ઉદાસ રહેશે. જેના લીધે   કામ પર ફોકસ કરી શકશો નહીં. પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. આજે તમને  લાગશે કે આ બધું તમારી મહેનત ના લીધે નહીં પરંતુ તમારા ભાગ્યના લીધે થઈ રહ્યું છે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે.

વૃષભ રાશિ

આ દિવસ તમારા અને તમારા પરિવાર માટે આનંદમય રહેશે. ફસાયેલા નાણાં પરત મળશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળી રહેશે. વેપારમાં સારા પરિણામો મળશે. આજે તમે દૂર ની મુસાફરી કરશો. તમારુ સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે, તેથી બીમાર પડવાથી બચવાની કોશિશ કરવી. પ્રેમ પ્રસંગ માટે આ સમય ઉત્તમ છે.

મિથુન રાશિ

આજે તમારું મન તણાવ માં રહેશે. કારણ કે નકારાત્મક વિચારોથી તમારું મન વ્યગ્ર રહેશે. નવી યોજનાઓ બનાવી શકશો. નવા અનુભવો થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. પરિવાર નાં લોકોનો સહયોગ મળી રહેશે. ખર્ચાઓમાં વધારો થશે. દાંપત્યજીવન માટે દિવસ સારો રહેશે. પરંતુ નાની નાની વાતને લઇને વિવાદથી બચવું. તમારા સ્વાભિમાન ને હાનિ પહોંચશે. કાનૂની બાબતોમાં સફળતા મળશે.

કર્ક રાશિ

આજે ઘર બહાર શાંતિ રહેશે. પૂજા પાઠમાં તમારું મન પરોવાયેલું રહેશે. કોર્ટ-કચેરી નાં  કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસ અને બુદ્ધિથી તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા વેપારમાં વૃદ્ધિ થશે. દાંપત્યજીવન માટે આજે પરિસ્થિતિ સારી રહેશે. પરંતુ બપોર પછી તમારે અચાનકથી કોઈ મોટો ખર્ચ આવી શકે છે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ઘણા લોકો નવો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. તેમાં તેને લાભ થશે.

સિંહ રાશિ

આજે ચોરી કે વિવાદથી હાનિ સંભવ છે. જોખમ અને જામીન ને લગતા કાર્યો થી બચવું. તમારા અગાઉ નાં અનુભવોમાંથી શીખ લઈને આગળ વધવું. યાત્રા કરવાથી બચવું. પરિવારમાં લડાઈ-ઝઘડા થવાની સંભાવના છે. પરિવાર નાં વડીલો તરફથી ફાયદો થશે. આજે તમારા વેપારમાં નવી પોલીસી બનાવી શકશો. બીજા લોકો પર વધારે પડતો વિશ્વાસ કરવાથી બચવું. ભાગીદારો થી લાભ થશે.

કન્યા રાશિ

ઘરથી દૂર કામ કરી રહેલ લોકોને ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. જીવનસાથી તરફથી  સહયોગ પ્રાપ્ત થશે. તમારી મુશ્કેલીઓ દૂર થશે. વેપારમાં લાભ થશે. યાત્રા સફળ રહેશે. જમીન મકાનમાં રોકાણ કરવાથી ફાયદો થશે. દાંપત્યજીવન માં આનંદ રહેશે. અને જીવનસાથી સાથે ખાસ વાત શેયર કરી શકશો. પ્રેમ સંબંધમાં આજે નિરાશા પ્રાપ્ત થશે. આજે તમે વધારે સંવેદનશીલતા અને ભાવુકતાનો અનુભવ કરશો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.

તુલા રાશિ

આર્થિક તંગી થી બચવા માટે તમારા બજેટ ધ્યાન રાખવું. તમને તમારા પસંદગીના વિષય માં સફળતા પ્રાપ્ત થશે. કોઈના પર જરૂરતથી વધારે વિશ્વાસ કરવો તે તમારા માટે નુકસાનદાયક રહેશે. તમારા કાર્યો માટે કોઈ પર આધારિત રહેવાને બદલે પોતાની જાતે જ કાર્ય પૂર્ણ કરવું. ગુસ્સો કરવાથી બચવું. ઉતાવળમાં કોઇ નિર્ણય લેવા થી નુકસાન થઈ શકે છે. પ્રેમ સંબંધ માટે આજનો સમય ઉત્તમ રહેશે. મોજમસ્તી અને મનપસંદ કામ કરવા માટે આજે યોગ્ય દિવસ છે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ સબંધ માં જોડાઇ રહેવા માટે પરસ્પર સમ્માન અને વિશ્વાસ રાખવાની જરૂર છે. યોગ અને પ્રકૃતિ દ્વારા મન પ્રફુલ્લિત રહેશે. ગુપ્ત શત્રુઓ થી નુકસાન થશે રહેવું. જમીન-મકાનની બાબતમાં ધીરજથી કામ લેવું. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. સાથે જ કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમે આનંદ અનુભવશો. દાંપત્યજીવન આજે મધુર રહેશે.

ધન રાશિ

આયોજન પૂર્વક યોજના કરવાથી આર્થિક વૃદ્ધિ થશે. અને સુખ સુવિધામાં વધારો થશે. તમારી જવાબદારીમાં વધારો થશે. તમારું મન આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલું રહેશે. અને સમાજમાં માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આજે એકાગ્રતામાં વધારો થશે. તમારા મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. જમા કરેલ ધન રાશિમાં વૃદ્ધિ થશે. મુશ્કેલ અને રોકાયેલી યોજનાઓને પૂર્ણ કરવા માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે.

મકર રાશિ

આજે તમારું કાર્ય દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ઘણા દિવસોથી રોકાયેલા કામ પૂર્ણ થવાથી તમારું મન આનંદ અનુભવશે. ધન લાભ નાં યોગ છે. વેપાર સાથે સંકળાયેલા લોકો નવી યોજનાઓ કે પ્રોજેક્ટ શરૂ કરી શકશે. પરેશાનીઓ દૂર થશે. તમારા કાર્યમાં ફોકસ કરી શકશો. તમારી જવાબદારી માં વધારો થશે. વિદ્યાર્થીઓ ને  શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

આજે દિવસ ભર આનંદ અનુભવશો. પિતા અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. આજે તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધ મધુર બનશે. પરંતુ સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. સમજી વિચારીને કાર્ય કરવું કોઈ સૂચના મળી શકે છે. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો જ તમારુ કામમાં મન લાગશે. રોકાયેલું કાર્ય પૂર્ણ થવાથી રાહત મળશે.

મીન રાશિ

આજે તમારા વેપારમાં નવી યોજનાઓ અમલમાં મુકી શકશો. આજે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. કોઈ સાથે વાદવિવાદ કરવાથી બચવું. ધાર્મિક સ્થળોની મુસાફરી કરી શકશો. ખર્ચમાં વધારો થશે. આજે  કોઇ મહેમાન નાં આગમનથી ઘરમાં આનંદનું વાતાવરણ બની રહેશે. ઘરનાં દરેક સભ્યો પ્રસન્ન રહેશે. યાત્રા આરામ દાયક રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *