રાશિફળ ૨૯ નવેમ્બર ૨૦૨૦ : સૂર્યદેવ ની કૃપાથી આ રાશિઓને મળશે વરદાન પ્રગતિનો માર્ગ ખૂલશે

મેષ રાશિ
વિદ્યાર્થી વર્ગને વધારે મહેનત કરવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. પરિવાર નાં કોઈ સદસ્ય ને પોતાની જીદ પૂરી કરવા માટે મનાવશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ઉતાવળ માં લીધેલ નિર્ણય તમારા માટે નુકસાનકારક રહેશે. તેનાં માટે તમને પાછળથી પસ્તાવો થઇ શકે છે. આજના દિવસે મુસાફરી કરવાથી બચવું. કોઈપણ પ્રકારની પ્રતિસ્પર્ધામાં તમને સફળતા મળશે.
વૃષભ રાશિ
સરકારી નોકરી મળવાની સંભાવના છે તેથી મહેનત કરતા રહેવું. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કાર્યક્ષેત્ર પર સહ કર્મચારીઓ નો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર પર કોઈ સહકર્મચારી સાથે દુશ્મની ઓછી કરવાની કોશિશ કરવી. જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરવી. નવવિવાહિત લોકો ને મતભેદથી દૂર રહેવું. આજે કરેલું રોકાણ ભવિષ્યમાં કામ આવશે. ઘણા કોઈ ખાસ લોકોનો સહયોગ મળશે.
મિથુન રાશિ
આજે તમને તમારા કામને લઈને સન્માન પ્રાપ્ત થશે. પરિવારની બાબતોમાં વ્યસ્ત રહેશો પ્રતિયોગી પરીક્ષામાં સફળતા નાં યોગ છે. સમાજમાં માન-સન્માન વધશે. કોઈના તરફ આકર્ષિત થઇ શકશો. આજે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સાવચેત રહેવાની જરૂર છે. કારકિર્દી ની દિશા માં નવા માર્ગો ખુલશે. પિતાનું સ્વાસ્થ્ય જો પહેલેથી જ ખરાબ રહેતું હોય તો આજે તેમનાં સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું. યાત્રા કરતી વખતે વાહન સાવધાની પૂર્વક ચલાવવું.
કર્ક રાશિ
અપરિચિત લોકોનો વિશ્વાસ ન કરવો. તણાવ માં વધારો થવાની સંભાવના છે. તેથી ડોક્ટરની સલાહ જરૂર લેવી. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પરિસ્થિતિ સંભાળવામાં સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ થઇ શકે છે. કોઈની સાથે પ્રેમ સંબંધની શરૂઆત થશે. કારકિર્દીમાં સફળતા મળી શકશે. વેપાર માં સાવધાન રહેવાની જરૂર છે. માનસિક તણાવ દૂર થશે.
સિંહ રાશિ
આજે તમને જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓથી છુટકારો મળશે. જીવનસાથી ઘરકામમાં તમારી મદદની અપેક્ષા રાખશે. કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો તો પબ્લિક ટ્રાન્સપોર્ટ થી બચવું. કોઈ મુસાફરીમાં જવું આજે આરામદાયક રહશે નહી. વિદ્યાર્થીઓ નું અભ્યાસ માં મન લાગેલું રહેશે. તમે ખૂબ જ ઝડપથી પ્રગતિ મેળવી શકશો. પ્રેમ સંબંધને લઇને ઈમાનદાર રહેવું. સમાજ સેવા કરી શકશો.
કન્યા રાશિ
નવા કાર્યોની શરૂઆત માટે આજનો દિવસ અનુકૂળ છે. તમારા લગ્નજીવન ને સુખી બનાવવા માટે તમારા સ્વભાવમાં પરિવર્તન લાવવાની કોશિશ કરવી. નાનો એવો પરિવર્તન તમારા સંબંધોને મજબૂત બનાવી શકશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યક્તિગત અને વ્યવસાયિક રૂપથી આજનો દિવસ ઉત્તમ રહેશે. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો. તમારા નવા સંપર્કો ને લીધે તમારું નેટવર્ક વધારે મજબૂત થશે.
તુલા રાશિ
વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કામકાજમાં તમારું મન પરોવાયેલું રહેશે. સંપત્તિ સંબંધી સોદાઓમાં ફાયદો થશે. પારિવારિક જીવન સારું રહેશે, સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂર છે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નાની-નાની વાતોને લઈને મન પરેશાન રહેશે. તેથી હનુમાન ચાલીસા નાં પાઠ કરવા જેનાથી માનસિક શાંતિ મળશે.
વૃશ્ચિક રાશિ
તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી રચનાત્મક શક્તિ જોઈને ઉચ્ચ અધિકારી પ્રભાવિત થશે. જો તમે આ જ રીતે મહેનત કરશો તો તમને ખૂબ જ જલ્દી મોટી સફળતા પ્રાપ્ત થશે. આર્થિક મોરચા પર આજનો દિવસ તમારા માટે રાહત ભર્યો રહેશે. નાના ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. જેના લીધે પરિવાર નું વાતાવરણ તણાવભર્યું રહેશે જીવનસાથી સાથે તમે સમય વિતાવી શકશો. અને તમારી વચ્ચે થયેલ ગેરસમજણ ને પણ દૂર કરી શકશો.
ધન રાશિ
આજે તમારી અંદરની પ્રતિભાનો પૂર્ણ લાભ લેવાનો સમય છે. કોઈની સાથે લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું. ઘર ઉપયોગી વસ્તુઓ માં વૃદ્ધિ થશે. પરિવાર ની જવાબદારીઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળ.શે કોઈની સાથે વાદ-વિવાદ થી બચવું. સંતાન તરફથી સારા સમાચાર મળવાથી તમે હર્ષ અનુભવશો.
મકર રાશિ
આજનો દિવસ સામાન્ય રહેશે. કારણકે આજે તમારા મનમાં તણાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. આર્થિક યોજનાઓ નું સારું પરિણામ મળશે. તમે તમારા સંતાન માટે રોકાણ કરવા ઇચ્છતા હો તો આજના દિવસે આ વિષય પર પ્લાન કરવો ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય અંગે જોડાયેલી પરેશાનીમાં રાહત મળશે. બીજાઓ સાથે ઈમાનદાર રહેવાથી તમને લાભ મળશે. વ્યાપારમાં મોટો ફાયદો થશે.
કુંભ રાશિ
આજે તમે લાંબી મુસાફરી પર જઈ શકો છો. તમારા જીવનસાથી તમારા વિચારો સાથે સહમત થશે. વિદ્યાર્થીઓને કોઈની મદદ મળી રહેશે. જીવનસાથી ની સલાહ તમને ઉપયોગી થશે. પરિવાર નાં લોકો સાથે બહાર જઈ શકશો. તમારા જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. એવા લોકો સાથે સંપર્ક થી બચવું કેજે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે.
મીન રાશિ
આજે તમારા પ્રિયજન ની ગેર હાજરી નાં લીધે તમે થોડા ઉદાસ રહેશો. કોઈ નવા પ્રોજેક્ટ માટે તમને ટ્રેનિંગ નો અવસર પ્રાપ્ત થશે. ઉપરી અધિકારી તરફથી સહયોગ મળશે. વ્યવસાયિક યોજના ફળદાયી રહેશે. ઘરેલુ મોરચામાં પરિવર્તન આવશે. કોઇ સપનું પૂરું કરવાની કોશિશ કરી શકો છો. પરિવારની સાથે સમય વિતાવી ને તમને ખૂબ સારું લાગશે. બીજા લોકો નો સહયોગ મેળવવામાં સફળ રહેશો. પાડોશીઓ સાથે સાથે વિવાદ થઈ શકે છે.