રાશિફળ ૨ જાન્યુઆરી ૨૦૨૧ આ ૪ રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો અન્ય રાશિઓ વિશે

રાશિફળ ૨ જાન્યુઆરી ૨૦૨૧ આ ૪ રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો અન્ય રાશિઓ વિશે

મેષ રાશિ

આજે તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે. કાર્ય કરવામાં મન લાગી રહેશે. બુદ્ધિ સાચી દિશામાં રહેશે. ઘરની જવાબદારી ને કારણે તમને થોડો ગુસ્સો આવી શકશે. અફવા ઓથી દૂર રહેવું તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કોઈ ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ નાં સહયોગથી તમને લાભ મળશે. કામકાજની બાબતમાં આજનો દિવસ ખૂબ જ કઠિન રહેશે.

Advertisement

વૃષભ રાશિ

આજે તમારે પ્રેમ જીવન માટે કોઈ નિર્ણય ઉતાવળથી ના લેવો તથા તમારી વાણી પર સંયમ રાખવો. આજનો દિવસ સકારાત્મક રહેશે તેનો ભરપૂર ઉપયોગ કરવો. બેરોજગાર વ્યક્તિઓને આજના દિવસે સારી નોકરીની ઓફર આવી શકે છે કોઈ મોટી કંપની માંથી  ઇન્ટરવ્યૂ માટે નો કોલ લેટર મળી શકે છે. આજે મુસાફરી કરવાથી બચવું. તમારી કાર્યક્ષમતામાં પરિવર્તન કરી અને વધારે સારું કરવાની કોશિશ કરવી.

મિથુન રાશિ

આજે તમને તમારા કાર્યોમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. કોઈ પ્રકારનું કર્જ લેવાથી બચવું. યાત્રા લાભકારી રહેશે. અગાઉ કરેલા રોકાણમાંથી સારી આવક થઈ શકે છે. પરિવાર ની શાંતિ અચાનક આવેલ સમસ્યા નાં લીધે ભંગ થઈ શકે છે વધારે ચિંતા કરવાની જરૂર નથી સમય સાથે બધું બરાબર થઈ જશે. અધૂરા સપનાં પૂરા થવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

પાર્ટનર સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારા કોઈ જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે. પ્રેમ સબંધમાં આજનો દિવસ રોમાન્સ થી ભરપૂર રહેશે. ઓફિસમાં જેની સાથે તમારે વાતચીત નાં પણ વ્યહવાર નથી તેની સાથે સારી વાતચીત થઈ શકશે પતિ-પત્ની નાં સંબંધોમાં મધુરતા રહેશે. માતા-પિતા સાથે વિવાદ થઈ શકે છે. કામકાજ ની બાબતમાં આજે તમને થોડી નિરાશા થઈ શકે છે. તમારા કોઈ પ્રયાસ નિષ્ફળ જઈ શકે છે.

સિંહ રાશિ

દાંપત્યજીવનમાં મધુરતા રહેશે આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. તમારા મજાકિયા સ્વભાવથી આસપાસનાં લોકો તમારાથી ખુશ રહેશે. આજે તમારા પ્રિય વ્યક્તિને માફ કરી દેવા. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા ને કારણે પરેશાન થઈ શકો છો. સમયસર દવા લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમારા કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આજે તમે કોઈ મોટું રોકાણ કરી શકો છો કોઈ સાથે અચાનકથી મુલાકાત થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. કારકિર્દીની દ્રષ્ટિ કામકાજ અને વ્યવહાર તેમજ દરેક વસ્તુમાં ઈમાનદારી રાખવી. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થઈ શક. બેચેની અને ગભરામણ થઇ શકે છે. તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. મહેનતથી કમાયેલુ ધન વ્યર્થ ચીજો પર ખર્ચ કરવાથી બચવું.

તુલા રાશિ

કોઈપણ નિર્ણય લેતા પહેલા સારા અને ખરાબ બંને પાસાઓ વિશે વિચાર કરીને આગળ વધવું. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમારે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે યાત્રા પર જવાનું ટાળવું. કામકાજની જવાબદારી વધારે હોવાના લીધે તમને થાક મહેસુસ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો થી સફળ પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા મનમાં મનોરંજનની વાતો રહેશે. તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે અન્યથા મુશ્કેલી આવી શકે છે. ખરીદી કરતી વખતે બિનજરૂરી ખર્ચ ના થાય તેના માટે સાવચેત રહેવું. જે લોકો નવા કાર્યની યોજના કરી રહ્યા છે તેઓને સફળતા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. કારણ વગર જ ભૂતકાળની વાતો ને લઈને પરેશાન થવાથી કોઈ ફાયદો નહીં થાય તેનાથી તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે.

ધન રાશિ

વેપારમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે નવા કાર્યો મળી શકે છે. કોઈ પરિચિત વ્યક્તિ તમારા માટે પરેશાની બની શકે છે. તમારા જીવનની અંગત વાત સામે આવી શકે છે. જે લોકો ટ્રાવેલિંગ નાં બિઝનેસમાં છે તેને નજીક નાં ભવિષ્યમાં સારી આવક ના સંકેત છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. તમારી રચનાત્મકતા જોઈને તમારા ઉપરી અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે.

મકર રાશિ

તમારા જીવનસાથી તમારી પ્રશંસા કરશે જેનાથી તમને વિશેષ મહેસુસ થશે. અગાઉ છોડી દીધેલ કાર્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે વિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ રહેશે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવ અને ટેન્શન નાં કારણે ખરાબ થઇ શકે છે. આજે તમે જો કોઈ વાદ વિવાદમાં ફસાવ તો ખૂબ જ હોશિયારીથી બાબત સંભાળવાનો પ્રયાસ કરવો.

કુંભ રાશિ

આજના દિવસે કેટલીક નવી આર્થિક યોજનાઓ પર વિચાર કરી શકો છો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ વિઘ્ન નાં કારણે અટકી શકે છે ધીરજથી કામ લેવું. આજના દિવસે કેટલીક એવી ઘટનાઓ થશે જેના લીધે તમે આનંદ અનુભવશો. તમારા સ્વભાવમાં લોકપ્રિયતા બનાવી રાખવી જેનાથી તમે બીજા લોકો સાથે સારો સંબંધ જાળવી શકશો. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સારો રહેશે. આર્થિક બાબત માં આજનો દિવસ સામાન્ય રહેશે.

મીન રાશિ

આજે તમારી વાતો પર કાબૂ રાખવો કારણ કે તેનાથી વડીલો ને તકલીફ થઈ શકે છે નકામી વાતોમાં સમય વ્યતીત કરવો નહીં તેનાં કરતા શાંત રહેવું વધારે યોગ્ય રહેશે. કોર્ટ-કચેરીની બાબતને લઈને થોડું સાવધાન રહેવું. તમારા વિરોધીઓ નવી સમસ્યા ઊભી કરી શકે છે. નોકરી વ્યવસાયમાં કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીનો વ્યવહાર સહયોગ પૂર્ણ ન હોવાને કારણે માનસિક તણાવ રહી શકે છે.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *