રાશિફળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ આ પ રાશિના જાતકોને થશે આર્થિક લાભ અન્ય એ રહેવું સાવધાન

રાશિફળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ આ પ રાશિના જાતકોને થશે આર્થિક લાભ અન્ય એ રહેવું સાવધાન

મેષ રાશિ

આજે તમારે દરેક કામ સમજી-વિચારીને કરવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીમાં નવું પરિવર્તન આવી શકે છે. તમારી આવકમાં વધારો થશે પરંતુ વિરોધીઓ થી કોઈ પરેશાની રહી શકે છે. અને તેના પર થોડો ખર્ચ પણ થઈ શકે છે જે લોકો સામાજિક કામો સાથે જોડાયેલા છે તેમની મુલાકાત એવા વ્યક્તિ સાથે થશે કે જેનાથી તમને લાભ મળી શકશે તમને જમીન-મકાન સંબંધી લાભ થવાની સંભાવના છે. માતા-પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે દાંપત્યજીવનમાં મધુરતા રહેશે.

વૃષભ રાશિ

આજ તમે કોઈની સાથે તર્ક પૂર્ણ વાત કરી શકશો. કાર્યક્ષમતામાં વધારો થશે. જમીન મકાન ની ખરીદી કરવાની યોજના બની શકે છે. દાંપત્ય જીવનમાં સ્થિતિમાં સુધારો આવશે તમારા જીવનસાથીની કોઈ નવી વાત જાણવા મળશે. સંબંધીઓ સાથે મળવાનું થશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. મિત્રો સાથે સંબંધ મધુર બનાવી રાખવાની આવશ્યકતા છે અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

મિથુન રાશિ

આજે જોખમ ભર્યા કામથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ નો સાથ મળશે અને તમારે તેની સાથે સારો તાલમેળ રહેશે. ર્પ્રોપર્ટી સંબંધી કામકાજમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા માં વધારો થશે. સંપત્તિ વધારવા માટે નવી યોજના સફળ થઈ શકશે. આજે મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કોઈ મોટી પરેશાની નું નિવારણ આવવાથી મનમાં આનંદ રહેશે. સારા સ્વાસ્થ્ય માટે યોગ અભ્યાસ અને ધ્યાન ને તમારી રોજિંદી દિનચર્યામાં સમાવેશ કરવો. મોજ મસ્તી નાં મૂડમાં રહેશો.

કર્ક રાશિ

તમારા લવ પાર્ટનર પર વધારે પડતો વિશ્વાસ કરવો નહીં તે તમને દગો આપી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા અને પ્રેમ બની રહેશે. તમે તમારા નવા વિચારો સાથે નવું કામ શરૂ કરી શકો છો. આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં પરોવાયેલું રહેશે. કોઈ તીર્થયાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો તમારા જીવનસાથી પર કોઈ પ્રકારની જોર જબરદસ્તી કરવી નહીં.

સિંહ રાશિ

આજે તમારા ખર્ચાઓમાં વધારો થશે તેથી સાવધાન રહેવું. અનઆવશ્યક ધન ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓં માટે આજનો દિવસ સામાન્ય રહેશે દાંપત્ય જીવનમાં તણાવ રહેશે જેનાથી તમારા જીવનસાથી તમારાથી નારાજ રહેશે. જયારે કોઈ પરેશાની સ્થિતિ બને ત્યારે શાંત રહેવાની કોશિશ કરવી. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થશે.

કન્યા રાશિ

આજે રોકાણ કરવાથી બચવું. મિત્રો સાથે બહાર જઈને સારો સમય પસાર કરી શકશો જીવનસાથી સાથે જરૂરી વાત શેયર કરવી. વિરોધીઓની થી સાવધાન રહેવું. પ્રેમ સંબંધ માટે દિવસ સામાન્ય રહેશે. ખાસ લોકોની સાથે મુલાકાત થવાથી પ્રગતિના માર્ગો મળશે વાણી પર સંયમ રાખવો. ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ તમારા ગુસ્સેલ સ્વભાવનાં કારણે વાતાવરણમાં તણાવ પેદા ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે ઉતાવળ માં કોઈ એવો નિર્ણય ન લેવો જેના માટે જીવનમાં આગળ જઈને પસ્તાવાનું રહે. જૂના મિત્રોને મળવાના યોગ બની રહ્યા છે. આજે કોઈ કામમાં તમને વધારે સમય લાગી શકે છે. ટેન્શન લેવાથી બચવું. આજે કોઈની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે. પરિવાર માટે સારા સમાચાર મળી શકશે. તમારા જીવનસાથી સાથે રોમેન્ટીક સમય પસાર કરી શકશો. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું. કોઈ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું મનોબળ મજબુત રહેશે. સ્વાસ્થ્ય માં સુધારો આવશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા મળશે. વ્યાપારમાં તણાવની સ્થિતિ રહેશે. કોઈ જૂની બીમારી થી પરેશાની થઈ શક શો. બિઝનેસમાં પૈસા કમાવવા માટે સારી તક મળશે. પારિવારિક જીવનમાં કોઈ નવું આયોજન થઇ શકે છે. આજે તમારો પ્રેમ જાહેર કરી શકશો. નાની-મોટી મનોરંજક યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. મંદિરમાં ભોજન દાન કરવાથી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

ધન રાશિ

આજ એક આધ્યાત્મિક શિક્ષક કે વડિલ તમને માર્ગદર્શન પ્રદાન કરી શકે છે. સરકારી યોજનામાંથી લાભ મળવાના સંકેત છે. વડીલો નાં આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે જ કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય ની પ્રશંસા કરવામાં આવશે. કાર્ય સફળતા માં કોઈ બાધા રહેશે નહીં. તમારી કોઈ વાતને લઈને જીવનસાથી સાથે મતભેદ થઇ શકવાની સંભાવના છે. કોઈપણ નિર્ણય લેતી વખતે શાંતિ અને ધીરજથી કામ લેવું.

મકર રાશિ

મકર રાશી નાં વેપારી લોકોને ભાગીદારો સાથે શાંતિ થી કામ લેવું. આજે તમારા કામને  મહેનત અને લગન થી પૂરું કરવાની કોશિશ કરવી. જે લોકો નોકરી ની તલાશ કરી રહ્યા છે તેને કોઈ સારા સમાચાર મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. અસ્વસ્થ વ્યક્તિઓ નાં આરોગ્યમાં સુધારો આવશે સ્વાસ્થ્ય સારું થશે. પાર્ટનર સાથે વિવાદ થવાની સંભાવના છે. પરિવારમાં તમારામાં માન માં  વધારો થશે.

કુંભ રાશિ

નવા કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. તમારા ઓફિસના કાર્ય માટે તમારે કંઈ બહાર જવાનું થઈ શકે છે. જેમાં તમારી ઇચ્છા નહીં હોઈ. તમારા શત્રુઓથી સાવધાન રહેવું અન્યથા મુશ્કેલી આવી શકે છે. તમારૂ કોઈ ખાસ કામ પૂર્ણ કરવા માટે તમારા રૂટિનમાં પરિવર્તન લાવવાની જરૂર છે.વહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

મીન રાશિ

આજે તમારા કાર્યાલયમાં કર્મચારીઓ અને અધિકારીઓ થી સાવધાની રાખવી. પરાક્રમમાં વધારો થશે મિત્ર અને પત્ની નાં સહયોગથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. પરિવાર સાથે મનોરંજન માં સમય પસાર કરી શકશો. સમય નો સદુપયોગ કરવાથી ફાયદો મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિમાં  વિશેષ રુચિ રહેશે. જીવનમાં પ્રગતિ માટે નવા માર્ગો પ્રાપ્ત થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *