રાશિફળ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ભગવાન સાંઈ ની કૃપાથી આ ૫ રાશિના જાતકોનાં ધન અને સમ્માન થશે વૃદ્ધિ, સંબંધો થશે મજબૂત

રાશિફળ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ભગવાન સાંઈ ની કૃપાથી આ ૫ રાશિના જાતકોનાં ધન અને સમ્માન થશે વૃદ્ધિ, સંબંધો થશે મજબૂત

મેષ રાશિ

આજના દિવસે માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજે નિયમિત આવક મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તમારા દિલની વાત સાંભળીને  કોઈ સામાજિક સંસ્થાને મદદ કરશો. સારા કામ થી જેટલી ખુશી લેનારને થશે તેટલી જ ખુશી તમને પણ થશે. તમારા જીવનસાથી નો મુડ ખરાબ રહી શકે છે. તમારા બાળક નાં બીમાર પડવાની સંભાવના છે.

વૃષભ રાશિ

પરિવાર નું વાતાવરણ સારું રહેશે. મિત્રોનો સહયોગ મળી રહેશે. બિન જરૂરી ખર્ચાઓમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કામકાજની બાબતમાં તમને સફળતા મળશે અને વિરોધીઓ ને પરાજિત કરી શકશો. વેપાર માં ભાગીદારી નાં કામથી લાભ થશે. પેપર વર્ક પૂર્ણ રાખવું રાખવું. સંબંધીઓ સાથે મુલાકાત થશે જેનાથી તમારું મન આનંદમાં રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે. જો તમે સખત મહેનત કરો છો છતાં પણ તમારા ખર્ચા ઉપર નિયંત્રણ કરવું મુશ્કેલ થશે. એ લોકો પર નજર રાખવી જે તમને ખોટા માર્ગ પર લઈ જઈ શકે છે અથવા તો તમને ખોટી જાણકારી આપી શકે છે જે તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. તમારે પોતાના માટે સમય કાઢવો જોઈએ કારણ કે તમારા કામનાં લીધે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી.

કર્ક રાશિ

આજે તમારા પ્રેમમાં મધુરતા આવશે. સંતાન અને સસરા પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જો દર્શન માટે જઈ રહ્યા હોય તો કુળદેવી નું ધ્યાન કરવું તેનાથી સફળતા જરૂર મળશે. પરિવારિક સમસ્યા દૂર થશે. મિત્રોની સાથે યાત્રા પર જવાનું આયોજન થઈ શકશે. નવો વેપાર શરૂ કરવા માટે સારો દિવસ છે પરંતુ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવી. વ્યર્થ ચર્ચામાં ન પડવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

સિંહ રાશિ

આર્થિક અને વ્યાપારીક નિયોજન કરવા માટે આજનો દિવસ શુભ રહે છે. આજે તમે પ્રસન્ન અને આનંદિત રહશો. મિત્રો અને સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારી યાત્રા આનંદદાયી રહેશે. જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને પરીક્ષામાં સફળતા મળશે. તમારી એકાગ્રતા ભંગ ન થવા દેવી. સ્ત્રી પક્ષ થી ધનલાભ થશે અને નવા કાર્યોમાં સહયોગ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આજે તમારા પાર્ટનરની ભાવનાઓને સમજી શકશો. ધન ખર્ચ થઇ શકશે બજેટનું પૂરું ધ્યાન રાખીને કામ કરવું. તમારી ઈર્ષ્યા કરનાર લોકો આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવાનો પ્રયાસ કરવો. આજના દિવસે ક્રોધ કરવો તમારા માટે નુકશાનદાયક સાબિત થશે તેનાથી તમારા કાર્યો બગડી શકે છે. માનસિક તણાવ મહેસુસ કરશો. વહેલા ઊંઘવાની કોશિશ કરવી.

તુલા રાશિ

આજે જે કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આજે તમારી લોકપ્રિયતા અને પ્રસિદ્ધિમાં વધારો થશે. પરિવારમાં પ્રેમ અને સદભાવ રહેશે. તમારા દ્વારા ધાર્મિક અનુષ્ઠાન નું આયોજન થઇ શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. વ્યવસાય સ્થિતિમાં સુધારો આવશે. સાર્વજનિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આરામકરી શકશે. પ્રેમીઓ માટે સમય ઉત્તમ રહેશે. કોઈ નવું કામ શીખવાની તક પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

પરિવાર નો પ્રેમ અને સહયોગ મળી રહેશે. તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ તમારી પ્રયત્નો થી સફળતા પ્રાપ્ત થશે. કોઈ એવી વસ્તુ પર પૈસા લગાવવાથી બચવું જેના વિશે તમને પૂરી માહિતી ના હોય. ઓફિસમાં ઈચ્છા  ન હોવા છતાં પણ જવાબદારી ઉઠાવવી પડશે. વેપારમાં લાભ અને નોકરીમાં પ્રોત્સાહન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ નું મન અભ્યાસ માં કેન્દ્રિત થઈ શકશે.

ધન રાશિ

 

જીવન નાં અધૂરા કાર્યને લઈને ચિંતા અને તણાવ રહેશે. આજે પ્રોપર્ટીની બાબતમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. આકસ્મિક ધન ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધારવાની રહેશે. યોજનાઓમાં વ્યવહારિકતા ને ઇગ્નોર ના કરવી. શાંતિ થી તમારું કાર્ય કરશો ત્યારે દરેક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ શકશે.

મકર રાશિ

વારસાગત સંપત્તિ થી લાભ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. નવા વિચારોની સાથે તમારા કામની શરૂઆત કરશો જેનાથી તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. પરિવારમાં આજનો દિવસ સારો રહેશે. આજનો દિવસ પડકારો ભર્યો રહેશે પરંતુ મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકશો. માતા નાં સ્નેહનો અનુભવ થશે. થોડી ધીરજ રાખવાની જરૂર છે. દરેક પરેશાનીઓ સહન કરી ને સારા સમયની પ્રતિક્ષા કરવી.

કુંભ રાશિ

 

આજે ઘર પર મહેમાનનું આગમન થઈ શકે છે. વાતચીત કરતી વખતે ઉગ્ર ભાષાનો પ્રયોગ ન કરવો. તમારી સમજદારીથી તમારા જીવનસાથી ની  ગેરસમજ દૂર કરી શકશો. કોઈ જૂની સમસ્યાઓને લઈને ચિંતા થઇ શકે છે. નવી પરિયોજના પર કાર્ય શરૂ કરી શકો છો. આવકમાં મનોવાંછિત સુધારો આવવાની સંભાવના છે. આજે પરિવારીક જીવન સુખમય રહેશે.

મીન રાશિ

સ્વાસ્થ્યમાં લાભ થશે. દરેક કાર્ય મનોબળની સાથે કરી શકશો. તમારા પ્રયત્નો થી સફળતા મળશે. ભાગ્ય તમારો સાથ આપશે. બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. ખર્ચાઓને  લઈને ચિંતા રહેશે. મનમાં આનંદ રહેશે અને નવી ઉર્જા ની સાથે આજનો દિવસ પસાર કરી શકશો. ઉત્તમ વેવાહિક સુખની પ્રાપ્તિ થશે. પરંતુ અન્ય લોકોની દખલ તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *