રાશિફળ ૨ માર્ચ ૨૦૨૧ : આજે ગણેશજીની કૃપાથી આજે આ ૮ રાશિનાં લોકોને ધંધામાં મળશે ખુબજ સફળતા

મેષ રાશિ
આજે તમે તમારા દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. જો તમે પરણીત છો તો આજે તમને સંતાનો તરફથી ખૂબ જ ખુશીઓ મળશે અને સંતાન તમારી ખુશીઓ નું કારણ બનશે. તમારા પરિવારનાં સભ્યો સાથે વાત કરતી વખતે ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ તમારા આત્મવિશ્વાસને વધારશે. વ્યવસાયિક કર્યો થી તમને શ્રેષ્ઠ લાભ થવાની સંભાવના બની રહી છે. ભાઈ-બહેન નો સાથ સહકાર મળશે.
વૃષભ રાશિ
આજે નાણાંની દ્રષ્ટિએ અનુકૂળ પરિસ્થિતિ તમને આરામદાયક અનુભવ કરાવશે. કોઈ જૂનાં મિત્ર સાથે વાત કરવાથી તમારું મન હળવું થશે. આજે તમારા મનમાં બેચેની ઓછી રહેશે અને શરીરને આરામ મળશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ થોડી સુસ્તી અનુભવશો.આજે તમને મિત્રો અને ભાઈઓ તરફથી સહયોગ મળશે. કોઈની સાથે વાતચીતમાં થોડું બોલવાનું થઈ શકે છે.
મિથુન રાશિ
આજે તમારા વડીલોનો સહયોગ અને આશીર્વાદ તમારી સાથે રહેશે. જીવનસાથી તરફથી સહકાર ઓછો મળશે. જેનાં કારણે તમારું મન ઉદાસ રહેવાની સંભાવના છે. કામને લઈને તમે કોઈ નવા વિચાર લાગુ કરી શકશો. જે તમને ઘણી સફળતા અપાવશે. તમારા ખર્ચાઓ ને તમે કાબુમાં કરી શકશો નહીં.
કર્ક રાશિ
તમારા કોર્ટ-કચેરીને લગતા કામો અથવા તો સરકારી બધા કામો આજનાં દિવસમાં પૂર્ણ થઈ શકશે. આત્મચેતના થી તમને લાભ થશે. સંતાન વિશે કોઈ સારા સમાચાર મળશે. વડીલ વર્ગની ચિંતા રહેશે. આજે તમે ઘરે હોવ તો તમારા ખોરાક પર નિયંત્રણ કરો. નહીંતર સમસ્યા વધી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે નહિ. પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં સફળતા મળશે. આજે લોકોને તમારા સારા સ્વભાવ થી પ્રભાવિત કરી શકશો.
સિંહ રાશિ
આજે પરિવારનાં કોઈ વડીલ વ્યક્તિ નો સહયોગ મળશે અને તેમની કોઈ સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. સરકારી નોકરી કરનારાઓ ને જીવનમાં ઘણી સફળતા મળી શકશે. પરસ્પર સમજણ તમારા વિવાહિત સંબંધો ને સુધારશે. જો તમે નવો ધંધો કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમય ચોક્કસ રીતે કાર્યમાં સફળતા અપાવશે. વિવાહિત જીવનમાં તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવો.
કન્યા રાશિ
આજે કોઇ મહત્વપૂર્ણ યોજના બની શકે છે. બિનજરૂરી વિચારોથી અંતર રાખો અને મનને નકારાત્મકતાથી દૂર રાખો. આ સમયે ધંધા નું નુકસાન તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. પરંતુ ધીરજ થી કામ લેવું. આજે તમારી આસપાસનું વાતાવરણ સારું રહેશે. આજે તમારા મોટા ભાગના કામ સમયસર પૂર્ણ થવાની અપેક્ષા છે. વ્યાપાર ક્ષેત્ર માં નવા સંપર્કો ભવિષ્ય માં ધંધામાં સારા લાભ થવાની સંભાવના સૂચવે છે. વિવાહિત જીવન સારૂ રહેશે.
તુલા રાશિ
આજે વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં સારો સમય પસાર કરી શકશો. આજે તમારા પરિવારનું વાતાવરણ સંતોષ પ્રદાન રહેશે. તમારી આવક ની સ્થિતિ ને સ્થિર રાખવા માટે કોઈ આયોજન કરી શકો છો. તમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકશે. તમારી બુદ્ધિ અને કૌશલ્યથી દરેક સમસ્યાઓ નો હલ મળી રહેશે. તમારા નવા મિત્રો બનશે અને તમે જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરશો. ખરાબ સંગતથી દૂર રહેવું.
વૃશ્ચિક રાશિ
આજે તમારી ધર્મ-કર્મમાં તમારી આસ્થા માં વધારો થશે. તમારા જીવનસાથીને માનસિક તણાવ રહેશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. આજના દિવસે રાત સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન આનંદમાં રહેશે. આજે તમારા પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. આજે તમારું કોઈ એવું કામ પૂર્ણ થશે જેની પૂરા થવાની તમને આશા નહતી. વેપારમાં કોઈ મોટા સોદા થઈ શકશે. આ રાશિના વિદ્યાર્થીઓને સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર રહેશે.
ધન રાશિ
તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. આજે બપોરે સુધી તમારા ખર્ચાઓમાં વધારો રહેશે. પરંતુ ત્યારબાદ તેમાં પરિવર્તન થશે અને ખર્ચા ઓછા થશે. આજે ઘરના કામો પૂરા કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. આજે તમને ખૂબજ આળસ અને કમજોરી નો અનુભવ થશે. તમારી આવકમાં વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર રાશિ
આજે તમારા કાર્ય સ્થળ પર ખૂબજ મહેનત કરશો અને તમને મળેલ સફળતા પર ગર્વ થશે. જૂના મિત્રો સાથે ફોન પર વાત કરીને તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે મનપસંદ ભોજન નો આનંદ લઇ શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. યોગ અને ધ્યાનથી ખૂબ સારું મહેસૂસ કરી શકશો. આજે વધારે ઉત્સાહ અને ઉતાવળથી કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. તમારો આજનો દિવસ સારો રહેશે. પરંતુ બપોર પછી પરિસ્થિતિ બદલાશે અને માનસિક તણાવમાં વધારો થઇ શકે છે.
કુંભ રાશિ
આજે તમારા કોઈ મિત્ર તમારા પર કોઈ ખોટા કાર્ય માટે દબાણ બનાવી શકે છે. પરિવાર નું વાતાવરણ સુખ અને શાંતિમય બની રહેશે. તમારા પરિવારનાં લોકોનો સ્નેહ અને સહયોગ મળી રહેશે. તમારા કાર્યસ્થળ પર તમારો પ્રભાવ બની રહેશે. તમે તમારા પરિવારનાં સભ્યોની કંપની નો આનંદ લઇ શકશો. આજના દિવસે ઉધાર આપેલા પૈસા પરત આવવાથી તમને ખૂબ જ સંતોષ મહેસુસ થશે. આજે સાંજના સમય પછી તમારા પરિવાર પર ધન ખર્ચ થઇ શકે છે.
મીન રાશિ
આજે તમે તમારા નજીનાં મિત્ર સાથે કેટલીક ગેરસમજો દૂર કરવામાં સક્ષમ રહેશો. આજે તમારો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે પોતાના કોઈ વ્યક્તિને તમારાથી દુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું. તમારા ક્રોધ પર કાબૂ રાખવો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. આજે કોઈ દુર્ઘટના થવાની સંભાવના છે. તેથી ઘરમાં રહીને સચેત રહેવું. કોઈ નજીકના સંબંધી ને મળવાથી તમારી સ્થિતિમાં પરિવર્તન આવશે. આજે તમને કામકાજની બાબતમાં કેટલીક પરેશાની આવી શકે છે. તેથી સાવધાન રહેવું.