રાશિફળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૩ રાશિનાં લોકોને મળશે ગણેશજી નાં આશીર્વાદ દિવસ રહેશે લાભકારી

મેષ રાશિ
આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જરૂરી કાર્યો બપોર પહેલા કરવા. ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમારા કામથી કામ રાખવું. કિમતી વસ્તુને સંભાળીને રાખવી. જુનો રોગ પરેશાન કરી શકે છે. કામમાં મન લાગશે નહીં. નકારાત્મકતાથી દૂર રહેવું. નિર્ણય લેતી વખતે ખૂબ જ વિચારીને આગળ વધવું. તમારી અંગત વાતો કોઈને જણાવવી નહીં.
વૃષભ રાશિ
આજે લોકો તરફથી સહાનુભૂતિ મળશે. તમારા વિચારેલા કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. સંપત્તિ સંબંધી બાબતોમાં સાવધાનીથી કામ લેવું. વ્યાપારીક યાત્રામાં સફળતા મળશે અને મિટિંગ અને બેઠકો નો હિસ્સો બની શકશો. સામાજ માં માન-સન્માન પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિ નાં સુગમ યોગ બની રહ્યા છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે
મિથુન રાશિ
આજે તમારા કામકાજમાં વધારો જોવા મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ નાં સહયોગથી ફાયદો થશે. જુના રોગથી મુક્તિ મળશે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. એકાગ્રચિત થઈને કાર્ય કરવું. વેપાર માટે આજનો દિવસ વિશેષ લાભકારી રહેશે. નવા સંપર્કો થશે. ધનલાભ પ્રાપ્ત છે. આજે તમારી યોગ્યતા અને આવડત નાં કારણે તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે.
કર્ક રાશિ
આજે તમને કોઇ ખાસ સંબંધી તરફથી વિશ્વાસઘાત મળશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. ભેટ અથવા ઉપહાર ની પ્રાપ્તિ થશે. સરકારી કામકાજમાં આવી રહેલ વિધ્ન દુર થશે. વેપાર ક્ષેત્રમાં વધારો થશે. જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી શકશો. કોઈ મોટી સમસ્યા નો સરળતાથી ઉકેલ મળી જશે. તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને વિચારોમાં દ્રઢતા આવશે. વ્યાપાર અને નોકરીમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે.
સિંહ રાશિ
પરિવાર નાં લોકો સાથે કોઈ જરૂરી વિષય પર ચર્ચા થઈ શકશે. જુના રોગ થી પરેશાન થઇ શકશો. ચિંતા અને તણાવમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં નવીનતા આવશે. યાત્રા પર જવાનું આયોજન થઈ શકશે. જોબમાં સેલરી વધવાની સંભાવના છે. જોખમ વાળા કાર્યો ટાળવા.બિનજરૂરી ખર્ચ થશે. સંતાન નાં વિવાહ સંબંધી સમસ્યા દૂર થશે. દરેક વિચારેલા કાર્યો પૂર્ણ થશે. મહેનતથી તમને ફાયદો મળી શકશે. માતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
આજે પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. જોખમ ઉઠાવવા નું સાહસ કરી શકશો. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. આળસ અને પ્રમાદ થી બચવું. પાડોશીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. મનમાં ચંચળતા રહેશે. કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. તમારા દૈનિક કાર્ય પૂર્ણ થયા બાદ મિત્રો સાથે બહાર જઈને આનંદમાં સમય પસાર કરી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ મજબૂત રહેશે. લાભ નાં અવસર પ્રાપ્ત થશે.
તુલા રાશિ
આજે તમારા એ ખર્ચાઓથી બચવામાં સક્ષમ નહીં રહો જે તમે લાંબા સમયથી ટાળતા હતા. રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. તીર્થ સ્થળ પર યાત્રા એ જવાનું આયોજન થઇ શકે છે.આનંદ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. પરિવારનાં વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન કેન્દ્રિત થઈ શકશે. વ્યાપાર સારો રહેશે. નવા વિચારો મનમાં આવશે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રમોશનની સાથે નવી જવાબદારીઓ પણ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
આજે તમે ઘરેલું કાર્યમાં મદદ કરશો. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. ચિંતા તથા બેચેની રહેશે. જોખમ વાળા રોકાણ થી લાભ થશે. ફસાયેલા નાણા પરત મળી શકશે. વારસાગત સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. આવનાર સમયમાં તમે શાંતિનો અનુભવ કરશો. તમને જલ્દી થી સરકારી નોકરી મળી શકશે. કોઈ સારા સમાચાર મળશે.
ધન રાશિ
આજે કોઇપણ વાત કરતી વખતે તમારા શબ્દો પર પૂરું ધ્યાન આપવું. કોર્ટ-કચેરી નાં કાર્યોમાં નિર્ણય તમારા પક્ષ માં આવશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ની મદદ મળી રહેશે. અતિ આત્મવિશ્વાસમાં નિર્ણય લેવાથી બચવું. સંતાન નાં અભ્યાસ અંગે ચિંતા રહેશે. અંગત સંબંધો મજબૂત રહેશે. પ્રેમ પ્રસંગ માં અનુકૂળતા રહેશે. યાત્રા મનોરંજક રહેશે. થાક અને અશક્તિનો અનુભવ થશે અને અસ્વસ્થતા મહેસુસ થશે. માતા તરફથી આર્થિક લાભ પ્રાપ્ત થશે.
મકર રાશિ
માતા-પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે શારીરિક હાનિ થઇ શકે છે. કોઈ કારણે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારી વાતોને શેયર કરતી વખતે સાવધાન રહેવું. વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. ભાઈઓ નાં વિષય પર ચિંતા થશે. સ્વાભિમાન ને ઠેસ પહોંચી શકે છે. કોઈ કીમતી વસ્તુ સંભાળીને રાખવી. આજે તમારા જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે જેનાથી તમારા મન આનંદમાં રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
કુંભ રાશિ
આજે તમારા સંતાનોની જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. પ્રેમસંબંધમાં મધુરતા રહેશે. વ્યાપાર સારો રહેશે. પરિવારિક સુખમાં વૃદ્ધિ થશે. કોઈ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. વેપારમાં સારા પરિણામ મળશે. બેરોજગાર લોકોને નોકરી મેળવવામાં સફળતા મળશે. ઘર પરિવાર નું વાતાવરણ શાંતિ પૂર્ણ રહેશે. ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા સારા વિચારોને કારણે આજે ખૂબ જ ફાયદો થઈ શકશે.
મીન રાશિ
આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નવી યોજનાઓ બનાવી શકશો. કાર્યપદ્ધતિમાં સુધારો થશે. જો કોઇ સમસ્યા હોય તેના વિશે વધારે વિચારવું નહિ. યાત્રા કષ્ટ દાયક થઈ શકે છે. પ્રગતિ નાં માર્ગમાં વિધ્ન આવી શકે છે. બુદ્ધિ અને ધીરજથી કામ લેવું. કાનૂન વિરુદ્ધ કોઈ એવું કાર્ય ન કરવું જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે. લવ લાઇફમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. બુદ્ધિથી તમારા બગડેલા કાર્ય પૂર્ણ કરી શકશો.