રાશિફળ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ : આ ૪ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે આજનો દિવસ, અન્ય લોકોએ રહેવું સાવધાન

મેષ રાશિ
આજે તમે આનંદ અને ઊર્જા મહેસૂસ કરશો. પરિવારની જવાબદારીઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર રહેશે. નાની-નાની વાતોને લઈને વધારે ચિંતા ન કરવી. આજે કોઈ નજીક ની વ્યક્તિ તમારો વિશ્વાસઘાત કરી શકે છે. તેથી સાવધાની રાખવી. તમારી સલાહ અન્ય લોકોના કામ આવશે. તમારી વાત રજૂ કરવામાં સંકોચ ન કરવો. અન્ય લોકોની ખુલ્લા દિલથી મદદ કરી શકશો. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક ચર્ચા કરી શકશો. તમારા વડીલોને કોઈ સલાહ ન આપવી.
વૃષભ રાશિ
આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે થયેલી મુલાકાત તમને તમારા ભવિષ્ય માટે લાભદાયી રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. હરીફોથી સાવધાન રહેવું. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. અને કોઈ કાર્ય માટે વધારે આતુરતા ન કરવી. કોઈને મદદની જરૂર હોય તો જરૂર કરવી ભવિષ્યમાં તેનો લાભ તમને મળી શકશે. કોઈ નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ અવશ્ય લેવી. પ્રગતિ નાં યોગ બની રહ્યા છે. આજે ધન લાભનાં અવસર પ્રાપ્ત થશે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો.
મિથુન રાશિ
આજે તમારી અંગત વાત કોઇની સાથે શેયર ન કરવી. આજે કોઈ નાની યાત્રાનું આયોજન થઇ શકે છે. ખર્ચમાં વધારો થશે. તમારા ખાનપાન પર નિયંત્રણ રાખવું. વ્યર્થ ચિંતા ના કારણે પરેશાન રહી શકો છો. તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. તમારામાં યોગ્યતા છે ફક્ત તમારે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. વેતનભોગી લોકોને કાર્યસ્થળમાં ખૂબ જ સારું રહેશે. નવી યોજનાઓ શરૂ કરી શકશો.
કર્ક રાશિ
પરિવાર ની કોઈ જવાબદારી પૂર્ણ કરવામાં માટે પરેશાન રહી શકો છો. પરંતુ પરેશાન થવાને બદલે શાંતિથી કામ કરવા વિશે વિચારવું. આજે તમારા પરિવાર નાં વડીલો સાથે સારો સમય પસાર કરી શકશો. સર્જનાત્મક કાર્ય પર ધન ખર્ચ થઈ શકે છે. તમે તમારી જવાબદારી થી દૂર થઈ શકો છો. પરંતુ મન વિચલિત ન કરવું. સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પ્રકારની લાપરવાહી ન રાખવી. કોઈ વાતને લઈને ચિંતા હોય તો બીજા સાથે વાત શેયર કરવી તેનાથી તમારું મન શાંત થશે અને સમસ્યાનું સમાધાન પણ મળી રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોના ઘર પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. થાક અને માથાના દુખાવા ઉપરાંત તમારૂ સ્વાસ્થ્ય કમજોર રહેશે. આજે ધર્મનાં શુભ કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વ્યવસાયમાં માન-સન્માન પ્રાપ્ત થશે. આજે ભોજનમાં અનિયમિતતા ન રાખવી. અચાનકથી આર્થિક લાભ થશે. તમારી ચિંતાથી છુટકારો મળશે. વેપારમાં નવા પ્રોજેક્ટ ની પ્રાપ્તિ થશે. આજે તમારા પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો. ઘરેલુ ખર્ચ વધારે રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ધનલાભ નાં યોગ બની રહ્યા છે. આજે તમારે સામાજિક સ્તર પર વધારે વ્યસ્ત ન રહેવું નહીં તો તમે તમારા માટે સમય કાઢી નહિ શકો. સંતાનની સફળતા નાં સમાચાર તમને આનંદિત કરી દેશે. આજે આવકનાં નવા સાધનો થી સફળતા જરૂર મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. પરિવારની સાથે નાની યાત્રાનું આયોજન થઈ શકશે. આજે તમારા મનમાં ઉત્સાહ બની રહેશે.
તુલા રાશિ
આજે કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી સોપવામાં આવશે. આજે કેટલાક નવા કાર્યો વિશે વિચારશો. તમારી આર્થિક સ્થિતિને વધારે મજબૂત કરવા વિશે વિચારી શકશો. આજે સહકર્મચારી સાથે વિવાદ ન કરવો. તમારા અધિકારી દ્વારા આપવામાં આવેલ સુચનાનું પાલન કરવું. તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. દરેક કાર્યમાં સફળતા મળશે. વેપારમાં ભાગીદારી લાભદાયી રહેશે. સુખદ પરિણામો પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકોને તેના શત્રુઓં સતત પરેશાન કરી શકે છે. કેટલાક એવા લોકો તમારી આસપાસ છે તે તમારી સામે સારી વાતો કરે છે અને પાછળથી તમને તકલીફ પહોંચાડવાની કોશિશ કરી શકે છે. માટે યોગ્ય રહેશે કે એવા લોકોને સમજવાનો પ્રયાસ કરવો. સામાજીક માન-સન્માન માં વૃદ્ધિ થશે. પરિવાર નું વાતાવરણ સુખદ બની રહેશે. ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થઈ શકશે. કાર્યક્ષેત્રમાં તમારા હરીફો નો સામનો કરવો પડશે. વેપારમાં પ્રગતિ થશે.
ધન રાશિ
તમારી દૈનિક આવકમાં વૃદ્ધિ થશે અને પણ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માનસિક સ્પષ્ટતા તમને વેપારમાં તમારા હરીફોને પરાજિત કરવામાં મદદરૂપ થશે. તમારી દરેક પરેશાની દૂર કરવામાં સફળ રહેશો. તમે તમારી ખાસિયતથી દિવસને ખૂબ જ સારો બનાવી શકશો. આજે તમને તમારા વેપારનાં સંદર્ભમાં કેટલાક અનુભવ થશે. ધાર્મિક સમારોહનું આયોજન કરી શકો છો. પરિવાર સાથે યાદગાર સમય પસાર કરી શકશો. કોઈ રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હોવ તો તેમાં યોગ્ય જાણકારી મેળવ્યા બાદ આગળ વધવું.
મકર રાશિ
મકર રાશિવાળા લોકો દરેક ક્ષેત્રોમાં બુદ્ધિ અને કૌશલ્યનો પ્રયોગ કરશે તો સફળતા મળશે. આજે ઓફિસમાં પૂજા પાઠ નું આયોજન થઇ શકે છે. તમારા જુનીયર તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. લવમેટ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. તમારા પ્રિયજન સાથે ડિનર પર જવાનું આયોજન થઇ શકે છે. થોડા દિવસ થી ચાલી રહેલ અસમંજસની સ્થિતિ આજે સમાપ્ત થશે. વેપાર સંબંધિત તમારી જાણકારીઓ ગુપ્ત રાખવી. વાણી પર નિયંત્રણ રાખવું. કાર્ય પૂર્ણ કરવા માટે વધારે સમય લાગશે.
કુંભ રાશિ
આજે તમને આશા કરતાં વધારે ધનલાભ થશે. કલા ક્ષેત્રે જોડાયેલા લોકોને કોઈ સમારંભમાં જવાનું થશે. તમારી ક્રિએટિવિટીની લોકો પ્રશંસા કરશે. ખુબજ ધન મળી જશે તેવી આશામાં રહીને કોઈ જોખમ કરવાથી બચવું. કામકાજની બાબતમાં થોડું સાવધાન રહીને કામ કરવું. અને તમારા કામથી કામ રાખવું કારણ કે, આજે તમારે કામકાજ સંબંધી કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. ઘરની રીપેરીંગમાં ધન ખર્ચ થઈ શકે છે.
મીન રાશિ
આજે કાર્યક્ષેત્રમાં વિવાદને કારણે તણાવ રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરુર છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારા વ્યવહાર થી પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. સંબંધોને લઈને જવાબદાર બનવું નહીં તો વાત બગડી શકે છે. સંતાન તરફથી પરેશાનીનો સામનો કરવો પડી શકેછે. આજે ઘણા સારા યોગ બની રહ્યા છે. પ્રેમમાં વૃદ્ધિ થશે સાથે જ તમારા પ્રિય નો સહયોગ મળી રહેશે.