રાશિફળ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ : આજે આ ૫ રાશિના જાતકો ને સૂર્યદેવ આપશે સૌભાગ્ય નું વરદાન, જાણો તમારી રાશિ વિશે

મેષ રાશિ
આજે તમારો મહત્વનો સમય મહત્વપૂર્ણ કામોને આપશો તો સારું રહેશે. આજે ધનની કમી રહેશે. અને ધનની હાનિ થવાની પણ સંભાવના છે. તેથી સાવધાન રહેવું આવશ્યક રહેશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. અને તમારા પરિવાર ના લોકોનો સહયોગ મળી રહેશે. કોઇ સંબંધી તરફથી તમને અચાનક સરપ્રાઈઝ મળી શકે છે. પ્રેમ જીવનમાં દિવસ સારો રહેશે. તમારા પ્રિય તરફથી તમને કોઈ ગિફ્ટ મળી શકશે.
વૃષભ રાશિ
આજે તણાવ ની વચ્ચે કોઇ સારા સમાચાર મળવાથી મન આનંદમાં રહેશે. પ્રેમ સંબંધમાં જોશ અને ઉત્સાહ રહેશે. તમારી ઈચ્છા મુજબ તમારું કાર્ય પૂર્ણ ન થવાને કારણે તમારું મન ઉદાસ રહે શે. એક તમારું સ્વાસ્થ્ય આજે કમજોર રહેશે. તમારા સાથીનો પ્રેમ અને સમર્થન તમારા પ્રેમનાં બંધનને મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નહીં લાગે. પરિવાર નાં લોકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો.
મિથુન રાશિ
આજે તમે ઈલેક્ટ્રીક વસ્તુઓની ખરીદી કરી શકો છો. જેનાથી ખર્ચમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળી રહેશે જેનાથી અટકેલા કાર્ય ફરીથી ગતિશીલ થઇ શકશે. દાંપત્યજીવન માં તણાવ રહેશે. માટે થોડું ધ્યાન રાખવું. પ્રેમ જીવન જીવનાર લોકોને સારા પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. શરીરને આરામ અને મગજને કામ મળી રહેશે. તમારા મનોબળ માં વધારો થશે. પરંતુ બોલવા કરતાં તમારા કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે.
કર્ક રાશિ
આજે તમારી ઉર્જા અને કુશળતાથી ઘર અને ઓફિસમાં દરેક વ્યક્તિને પ્રભાવિત કરી શકશો. કોઈ જૂના મિત્રોની સાથે સંપર્ક થવાથી મનમાં આનંદ રહેશે. અનાવશ્યક ચિંતન અને મનનથી થોડી પરેશાની થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી સાવધાન રહેવું. ધંધા-નોકરી માટે દિવસ સારો રહેશે. માતા-પિતાનાં આશીર્વાદથી આજે તમે જે કામ શરૂ કરશો તે જલ્દી જ પૂર્ણ થઈ શકશે.
સિંહ રાશિ
આજે વધારાનાં ખર્ચાઓ આવી શકે છે. વિવાહિત લોકોનું દાંપત્ય જીવન સારું રહેશે. અને જીવનસાથી સાથે નિકટતા વધશે. કામકાજથી જોડાયેલ સારા સમાચાર મળી શકશે. તમારા પરિવારનાં સભ્યોનો સહયોગ મળી રહેશે. કામકાજની બાબતમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. તમને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. તમારા સંતાન તરફથી પ્રગતિનાં સારા સમાચાર મળી રહેશે. જેનાથી તમારું મન આનંદમાં રહે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરુર રહેશે.
કન્યા રાશિ
આજે તમારા બોશ તમારાથી ખુશ થઈ શકે છે. આજે કોઈ સાથે અનઆવશ્યક વાદ-વિવાદથી દૂર રહેવું. કોઈ પ્રિયજનને કષ્ટ થઈ શકે છે. અનાવશ્યક માનસિક ચિંતા રહેશે. કોઈ પ્રિય વ્યક્તિની યાદ આજે તમને ઉદાસ કરી શકે છે. આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. તમારા પરિવારના લોકો સાથે પ્રેમ અને સદભાવ બનાવી રાખવો જોઈએ. આજના દિવસે પરિવાર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે. કારણ કે, એક મામૂલી વાત મોટું સ્વરૂપ લઇ શકે છે. જેનાથી તમારા જીવનસાથીને દુઃખ પહોંચી શકે છે.
તુલા રાશિ
આજે તમારા જીવનમાં ચાલી રહેલ દરેક પરેશાની દૂર થશે. તમે આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી રહેશે. ધર્મ-કર્મ અને પૂજાપાઠમાં તમારી રુચિ માં વધારો થશે. ઉપરી અધિકારીઓને કારણે થોડી પરેશાનીનો સામનો કરવો પડશે. સંઘર્ષની સંભાવના રહેશે. કોઈ નવી જાણકારી મળી શકશે. પરિવારની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. વસ્તુઓ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલવો. અનાવશ્યક વાદ વિવાદમાં પડવા થી બચવું.
વૃશ્ચિક રાશિ
આજે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ તમારા પક્ષમાં નહીં રહે. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ માંસપેશી માં દુખાવાની પરેશાની રહેશે. તમારા મન ખુશ રહેશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. તેની અસર તમારા દાંપત્ય જીવન પણ પડશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. સામાજિક પ્રસંગમાં તમે સારો સહયોગ આપી શકશો.
ધન રાશિ
જો તમે કોઈની અંગત વાતો જાણી ગયા હોવ તો તેને કોઈ અન્યને જણાવી નહીં. સંયમ અને ધીરજથી કામ લેવું. કોઈ સારા સમાચાર થી આજે તમારું મન આનંદમાં રહેશે. માંસપેશીઓમાં દુખાવો અને તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે તમારા મનમાં કર્તવ્ય અને જવાબદારી સૌથી મહત્વપૂર્ણ રહેશે. મોટા મોટા લોકો સાથે મુલાકાત થશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. પારિવારિક સંબંધો મજબૂત બનશે.
મકર રાશિ
આજે દિવસભર માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. ભાગ્ય ના આધારે સફળતા ભાગ્યનાં આધારે ઘણા કામોમાં એકી સાથે સફળતા પ્રાપ્ત પ્રાપ્ત થશે. તમે અનૈતિક કાર્ય પ્રતિ આકર્ષિત થઈ શકો છો. તમારા જીવનસાથી સાથે પ્રેમ અને સદભાવ બનાવી રાખવો. ધાર્મિક અનુષ્ઠાનો પર તમારી ધન ખર્ચ થવાની સંભાવના છે. વિદેશ જવાની દિશામાં તમારો પ્રયત્ન સફળ રહેશે. આ સમય તમારી મહત્વકાંક્ષા ને સમજવાનો અને તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનો છે.
કુંભ રાશિ
મનમાં નકારાત્મક વિચારોને કારણે આજે તમે પરેશાન રહી શકો છો. માંસપેશી નાં દુખાવાને કારણે પરેશાની રહેશે. વિવાહિત લોકો વચ્ચે પ્રેમ અને તેમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં થોડા વિધ્ન આવી શકે છે. તમારા જીદ્દી વ્યહવારને કારણે ઘણા કામોમાં મુશ્કેલી આવી શકે છે. આજે અચાનક થી કોઈ સમારંભમાં જવાનું આયોજન થઇ શકે છે. પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. જૂના મિત્રોની સાથે સંપર્ક થવાથી મનમાં આનંદ રહેશે.
મીન રાશિ
આજે તમારા માટે યોગ્ય રહેશે કે, આજે શાંતિ અને સંયમ રાખવો. શાંતિ અને સંયમ થી તમારા દરેક કાર્ય પૂર્ણ થઈ શકશે. જીવનસાથી સાથે પ્રેમ અને તાલમેળ માં વધારો થશે. આવનાર સમયમાં સંબંધીને ત્યાંથી તમને સારા પ્રસંગે જવા માટેનું આમંત્રણ મળી શકે છે. તમારા રોકાયેલા કાર્યને પૂરા કરવા માટેની યોજના બનાવી શકો છો. તમારા વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. કંઈ નવું શીખવાનો પ્રયાસ તમને અદભુત અનુભવ કરાવી શકશે. વેપારમાં ભાગીદારો થી લાભ પ્રાપ્ત થશે.