રાશિફળ ૩ માર્ચ ૨૦૨૧ : આજે આ ૪ રાશિનાં જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ, ગણેશજી ચમકાવશે કિસ્મત

રાશિફળ ૩ માર્ચ ૨૦૨૧ : આજે આ ૪ રાશિનાં જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ, ગણેશજી ચમકાવશે કિસ્મત

મેષ રાશિ

આજે ખાવા પીવામાં આહાર પદ્ધતિને અનુસરવું ખુબ સારું રહેશે. લવ લાઇફમાં દિવસ સારો રહેશે. તમારા બધા કર્યો સફળ રહેશે. તમે તમારી ઉર્જાથી નીરસ વસ્તુઓમાં પણ જાન નાખવાની ક્ષમતા ધરાવશો. માતા-પિતા તમારાથી ખૂબ જ ખુશ રહેશે. આશીર્વાદનાં રૂપમાં તેમના તરફથી તમને કોઈ ભેટ મળી શકે છે. આજે તમારું મન થોડુ વિચલિત રહી શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. પરણિત લોકોને થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ

સખત મહેનત તમને સારા પરિણામ આપશે. તમારા સ્થળાંતરનાં યોગ બની શકે છે. ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન બનાવવામાં તમે સફળ રહેશો. તમારૂ કોઈ જરૂરી કાર્ય આજે પૂર્ણ થશે. જે લોકો ગ્રાફિકસ નાં કામ સાથે જોડાયેલા છે તે લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમારે લાંબી મુસાફરી નું આયોજન થઈ શકે છે. આજે તમારું આરોગ્ય નબળું રહેશે. પરંતુ આનંદ અનુભવશો. લવ લાઇફમાં આનંદ રહેશે. પારિવારિક સુખમાં ઘટાડો થવાની સંભાવના છે. આજે ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો.

મિથુન રાશિ

આજે તમે તમારો સમય કોઈ બિનજરૂરી વસ્તુ અથવા કામ પર વેડફી શકો છો. તમારે અન્ય લોકોની સલાહ જરૂર સાંભળવી જોઈએ. આજે તમારે તમારા બોશ સાથે દલીલ ના કરવી. આજે તમારા ઉપરી અધિકારી તમારાથી નારાજ થવાની સંભાવના છે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની સંભાવના છે. પરંતુ એક વાત નું ધ્યાન રાખો કે, તમે તમારી નોકરી હમણાં છોડશો નહીં. આજે કોઈ સ્ત્રી મિત્ર નાં સાથ થી તમને ફાયદો થશે. આજે માતા સાથે થોડો સમય જરૂર પસાર કરવો.

કર્ક રાશિ

આજનો દિવસ અન્ય દિવસો કરતા સૌથી વધારે રાહત આપતો રહેશે. તેમ છતાં તણાવ  બની રહેવાની શક્યતા છે. તેથી તમારે સાવધાની રાખવી. તમારા જીવનસાથી સાથે કઠોરતા થી વાત ના કરો. પ્રેમ જીવન જીવનારા લોકો ને ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકશે. ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ નો બિઝનેસ કરતા લોકોને લાભ થવાનાં યોગ બની રહ્યા છે. જો તમે કોઇ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ માટે મુલ્તવી રાખો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે.

સિંહ રાશિ

આજનો દિવસ ઉતાર-ચડાવ વાળો રહેશે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે. આજે તમારા ખર્ચમાં વધારો થવાને કારણે તમે ચિંતિત રહેશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. કારણ કે તે  બગડવાની સંભાવનાઓ છે. તમારા માતા-પિતા ની સુખાકારી ની કાળજી લો. આજે નવું વાહન ખરીદી શકશો. આજે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાતા અટકશો. ઉતાવળથી નિર્ણય ના લો.

કન્યા રાશિ

આજે તમે તમારા પ્રયાસોથી તમારો દિવસ સારો બનાવવા માટે કોઈ કસર છોડશો નહીં. તમારા અને તમારા વ્યવસાયિક સહયોગી વચ્ચે મતભેદ રહેશે. તમારે તેને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે ફરીથી રોકાણ કરવાની યોજના કરી રહ્યા હોવ તો આજનો દિવસ સારો છે. વિવાહિત જીવનમાં પ્રેમ વધશે. રોમાન્સ કરવાની તકો મળશે. આજે મોટાભાઈ અને પિતા તરફથી વૈચારિક મતભેદ ના કારણે થોડી મુશ્કેલી અનુભવશો.

તુલા રાશિ

આજે તમારી આવક વધશે. જેનાં કારણે તમારો આત્મવિશ્વાસ પાછો આવશે અને તમને આનંદ મળશે. આજે તમારા કડવા શબ્દો તમારા જીવનસાથીને નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે દિવસ સામાન્ય રહેશે. અણધાર્યા સ્ત્રોત થી નાણાંનો પ્રવાહ શક્ય છે. પરિવારમાં બિનજરૂરી ભય રહેશે. સમાજમાં તેમને સન્માન મળશે. પરિવારમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. આજે તમારી વાણીને અનિયંત્રિત ના થવા દો. જીવનસાથી સાથે મતભેદ ટાળવો.

વૃશ્ચિક રાશિ

આજે તમારો કોઈ ખોટું કાર્ય તમને ફસાવી શકે છે. સાવધાન રહેવું. તમારા જીવન સાથી સાથે ઘરેલું કામ ને સંબંધિત કોઈ નાના મુદ્દા પર ઝઘડો થઇ શકે છે. વ્યવસાયિક બાબત માં કેટલાક મુશ્કેલી આવે તેવા કાર્યો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિરોધીઓ સામે પણ જાગૃત રહેવાની જરૂર છે. ધંધામાં તમને સારા પરિણામ મળશે. તમારી નોકરી માં સમય તમારો સાથ આપશે. આજે તમારા દ્વારા લેવાયલ નિર્ણય યોગ્ય સાબિત થશે. આજે નવું કાર્ય હાથ માં ના લેવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી.

ધન રાશિ

તમારે તમારું કાર્ય પૂર્ણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાણી જરૂર રહેશે. વિવાદોને ટાળો  અને તમારી વાણી પર સંયમ રાખો. તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે નિયમિત કસરત તમને સાંધાનાં દુખાવામાં રાહત આપશે. ધંધાની મેટરમાં તમે તમારા જીવનસાથીની સલાહ લેશો. બાળકોનાં શિક્ષણ પર ધ્યાન આપવું પડશે. તમારા જીવનસાથી સાથે નો તાલમેળ તમારા માટે ટોનિકનું કામ કરશે. આજે મન અને મગજ પર નિયંત્રણ રાખો. આજે પૂજા અને ઉપાસના નો સહારો લઈને આનંદ માં રહેશો.

મકર રાશિ

આજે તમારા કામમાં વિલંબ થશે. પરંતુ કામ સાથે જોડાઈને રહેવાથી તમને તારા પરિણામો મળશે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. તમારા કાર્ય પ્રત્યે ખુશ ન થાઓ નહીં તો તમે કોઈ મુશ્કેલી માં આવી શકો છો. ધર્મની બાબતમાં મન કેન્દ્રિત થશે. તમારી મહેનત તમારો સાથ આપશે. તમારા વિવાહિત જીવનમાં કોઈ ગેરસમજ થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ વિશે ચિંતિત છે તેમને આજે કોઇની સહાય મળશે. લોકોએ કહેલી અને સાંભળેલી વાતો ની તમારા પર કોઈ અસર થશે નહિ.

કુંભ રાશિ

આજે સાથે કામ કરનારા કર્મચારીઓ સાથે સંપર્ક બનાવીને રાખવાથી સારા પરિણામો મળશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને તાલમળ બની રહેશે. આજે તમારે ધીરજ અને સંયમથી કામ લેવું. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. તમે તમારા હોદ્દાનું ગૌરવ જાળવી રાખશો. સ્મિત સાથે પરિસ્થિતિનો સામનો કરવો. મોટે થી બોલવા ના બદલે વાણી પર નિયંત્રણ રાખવું. પ્રેમથી બોલવું. ભૌતિક સુખ ની પ્રાપ્તિ થશે. આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોને આજે ભાગ્યનો સાથ મળશે. જેનાથી બગડેલા કામ બની જશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે મતભેદ ટાળવો. આજે તમારી બુદ્ધિ સારી ચાલશે. શાણપણ અને સમજદારીથી માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો ફાયદો પ્રાપ્ત કરી શકે છે. કામને લઈને તમારી મહેનત અને હોશિયારીથી તમે દરેક મુશ્કેલ કાર્યને સરળ બનાવશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં સારું રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *