રાશિફળ ૪ માર્ચ ૨૦૨૧ આજે આ ૫ રાશિવાળા લોકોને રહેવું પડશે સંભાળીને, ધન સબંધી મુશ્કેલી આવી શકે છે.

મેષ રાશિ
મેષ રાશિનાં વિદ્યાર્થીઓ આજે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. તમે તમારા સંપત્તિનાં કાગળોને ફરીથી ગોઠવશો. આવકનાં નવા સ્ત્રોત ઉભા થશે. આજે તમે તમારા કર્મચારીઓ ના લીધે પરેશાન રહેશો. વ્યવસાયની નવી તકો પ્રાપ્ત થશે. અને નોકરીની તકો પણ મળશે. નોકરિયાત લોકોને કામનો બોજ વધારે રહેશે. વાહન સુખ સારું રહેશે. આજે વિવાહિત જીવનમાં તણાવ ના આવવા દો. તમારું કૌટુંબિક અને વૈવાહિક જીવન સુમેળ ભર્યું રહેશે.
વૃષભ રાશિ
આજે ઓફિસમાં કોઈ સહકર્મચારી નાં સારા વર્તન થી ખુશી રહેશો. મનને નિયમ અને સંયમમાં બનાવી રાખશો તો સમય સરળતાથી પસાર થઈ જશે. તમારા રોકાયેલા પેપર વર્કનાં કામોનો આજે ઉકેલ આવી શકે છે. ટેન્શનવાળા કેસોમાં આજે રાહત મળી શકે છે. કોઈ મોટી જવાબદારી નિભાવી શકશો. તમારા માટે ધંધામાં નવી યોજનાઓ લાભકારક રહેશે. જીવનસાથીનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે. આજે સંતાનનાં લગ્ન સંબંધી વાતને લઈને પરેશાન રહેશો.
મિથુન રાશિ
આજે તમે એવા લોકો સાથે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં તમારો સમય બગાડી શકો છો કે જેમની પાસે કોઈ જ્ઞાન નથી. આજે ઘર સંબંધિત વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી રહેશે. પિતા સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. આજે એકલતા ટાળવા માટે કોઈ ખોટી વ્યક્તિ નો સાથ ના લો. સમયની સાથે તમારી જાતને પણ બદલો. તમારા વ્યવહારમાં નમ્ર બનો. તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે નાણાં એકત્રિત કરવામાં ગૂંચવાયેલા રહેશો.
કર્ક રાશિ
કર્ક રાશિનાં લોકોને લોનથી મૂંઝવણ થઇ શકે છે. પરંતુ લેણદારોનાં ફોન ના આવવાથી શાંતિ અનુભવશો. આજે તમારે લેવડ-દેવડનાં વ્યવહારમાં સાવચેત રહેવું. નોકરીમાં કામનો ભાર વધશે. કર્મચારીઓ તરફથી સહયોગ ઓછો રહેશે. વ્યર્થ ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. ભાઈઓ અથવા મિત્રો સાથે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે દિવસ સારો નહીં રહે પરંતુ તમે તમારા વિવેકથી દરેક કાર્ય સફળ કરી શકશો. તમારા વ્યક્તિગત જીવનમાં બીજાને પ્રવેશ કરવા ના દો. આજે મિત્રો સાથે મુસાફરીનો આનંદ માણી શકશો.
સિંહ રાશિ
આજે તમે કોઈ અશક્ય પ્રોજેક્ટ પર તમારા પૈસા અને શક્તિનો વ્યય કરી શકો છો. પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી સલાહ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. આજે પ્રેમપ્રસંગમાં અનુકૂળતા રહેશે. ધંધા-રોજગાર થી અનુકૂળ લાભ મળશે. તમારા પિતા અથવા બોશ ને સલાહ આપવી નહિ. તેના નકારાત્મક પરિણામો આવી શકે છે. કામમાં વિલંબ થવાના કારણે તમારા બોશ તમારાથી નારાજ થઈ શકે છે. તમારી જરૂરી વસ્તુઓ સાચવીને રાખો. સ્વાસ્થ્ય માં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.
કન્યા રાશિ
આજે તમે તમારું કામ કરવામાં ખૂબ ઉત્સાહ અનુભવશો. તમારું વૈવાહિક અને પારિવારિક જીવન સામાન્ય રહેશે. ધંધામાં વૃદ્ધિ થશે. આજે કોઈ નવા વિચારો મનમાં આવશે. નોકરીમાં કાર્ય સમયસર થઈ જશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમારી પ્રશંસા કરવામાં આવશે. આજે પૈસા સંબંધિત કોઇ સમસ્યાનો હલ મળી આવશે. આજે તમે સકારાત્મક વિચારશો. વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળી શકે છે. રોજગાર મળતાં મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો.
તુલા રાશિ
આજે તમારા બાળકો અથવા નાના ભાઈ-બહેનોને ઉદાસ જોઈને તમે પરેશાન રહેશો. વિદ્યાર્થીઓ તેમના કાર્યમાં નિસ્તેજ રહેશે. દુષ્ટ લોકોથી દૂર રહેવું તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. ક્રોધ અને ઉત્તેજના ને નિયંત્રણમાં રાખો. આજે વ્યવસાયની ગતિ ધીમી રહી શકે છે. તમે તમારા માતા-પિતા નાં લીધે લાભ મેળવશો. ઓફિસમાં કોઈ સાથે વિવાદ થઈ શકે છે. આજે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય ના લેવો. નજીકની કોઈ વ્યક્તિ મદદ કરવા થી પાછળ ખસી શકે છે.
વૃશ્ચિક રાશિ
તમારા જીવનસાથી પર બિનજરૂરી ગુસ્સો ના કરો. આજે તમારી આવક સ્થિર રહેશે અને તમે તમારા ખર્ચને પણ નિયંત્રણ કરી શકશો. આજે તમારા સીનીયરો નું સન્માન કરો અને એવું કંઈ ન બોલો કે જેથી તેઓને દુઃખ પહોંચે. કોઈ જરૂરી કાર્યમાં વિઘ્ન આવવાથી બેચેની રહી શકે છે. વેપાર માટે દિવસ સારો છે. અચાનક ધનલાભ થવાનાં યોગ બની રહ્યા છે. કોઈ નાં સહયોગથી જુના અટકાયેલા કામો પાર પડશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે સારું પદ મળી શકે છે.
ધન રાશિ
આજે તમે તમારા પોતાના લોકોથી છેતરાશો. કોઈ વસ્તુ ખોવાઈ જવાથી અથવા સમયસર ના મળવાથી મુંઝવણ રહેશે. નાણાંકીય બાજુ મજબૂત રહેશે. પરંતુ આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ ના લેવી. આજે તમને તમારા કોઈ નજદીકી વ્યક્તિ નાં લીધે માનસિક તણાવ આવી શકે છે. આ સમયે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો અને ભગવાનનું ધ્યાન કરવું. કોઈ વાતને લઈને મૂંઝવણ થઈ શકે છે. ઉતાવળમાં કોઈ ભૂલ થઈ શકે છે. માટે ધીરજ થી કામ લેવું. આજે મહેનતની સરખામણીમાં સફળતા ઓછી મળશે.
મકર રાશિ
આજે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. બાળકોનાં શિક્ષણને લઈને તમે ચિંતા કરશો. આજે કોઈ મુસાફરી નું આયોજન થઈ શકે છે. વેપાર સારો રહેશે. નોકરીમાં કર્મચારીઓનો સાથ મળશે. ઘરની બહાર જવાથી ખુશી મળશે. આજે સફળતા ન મળવા પર નિરાશા અનુભવશો. આજે મન શાંત ન હોવાથી નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. કામકાજમાં થોડી અડચણો આવી શકે છે. આજે પૈસા ક્યાંક ફસાઇ શકે છે. તેથી સાવચેત રહેવું.
કુંભ રાશિ
આજે તમે કઠોર અને અપ્રિય શબ્દો બોલી શકો છો જેથી તમારા માતા-પિતા નારાજ રહેશે અને તમારા જીવનસાથીને પણ દુઃખ થશે. એકંદરે દિવસ સારો રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી નવા સંબંધની શરૂઆત ના કરવી. તમારું કાર્ય સામાન્ય ગતિએ આગળ વધશે. નોકરિયાત વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. આજે કામકાજ ની બાબત માં મુસાફરી ના યોગ છે. મહેનતથી કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરશો.
મીન રાશી
આજે તમારું મન આધ્યાત્મિકતા માં પરોવાયેલુ રહેશે. કામની વચ્ચે મનોરંજનની મોજ માણી શકશો. આજે માનસિક રૂપથી તમે ખૂબ હળવાશ અનુભવશો. આજે જોશમાં આવીને કોઈપણ એવું ખોટું પગલું ના લેવું. જેનાથી તમને પાછળ થી પસ્તાવો થાય. નોકરીમાં સહકર્મચારીઓ નો સહયોગ પ્રાપ્ત થશે. સમયની અનુકૂળતા નો લાભ લેવો. કોઈ મોટો સોદો હાથમાંથી જઈ શકે છે. કામનો બોજ વધારે રહેવાનાં કારણે પણ આવું થઈ શકે છે. આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે.