રાશિફળ ૫ ફેબ્રુઆરી : આજે આ પ રાશિઓના જાતકો થશે માલામાલ, ભગવાન કાલભૈરવ આપશે વરદાન

મેષ રાશિ
મેષ રાશી નાં જાતકોને આજે પ્રોપર્ટી સંબંધી લેવડદેવડ થઈ શકશે અને તેમાં લાભ પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. તમારી કાર્યક્ષમતા આ સમયે સફળતા નાં શિખરો પર છે અને આ સમય તમારા માટે લાભકારક છે. તમે જે કરશો તેમાં તમને લાભ પ્રાપ્ત થશે. કામકાજમાં વધારે વ્યસ્ત રહેશો. પ્રેમસંબંધો માટે દિવસ સામાન્ય છે. જે લોકો પોતાનો બિઝનેસ કરે છે તેના માટે આજનો દિવસ સારો રહેશે. અચાનકથી કોઈ મોટો ફાયદો થઈ શકે છે.
વૃષભ રાશિ
આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે. પ્રોફેશન માટે દિવસ સામાન્ય રહેશે. તમારા જીવનમાં ચાલી રહેલ દરેક સમસ્યાઓ અને પરેશાની દૂર થશે. ધન ખર્ચ નાં યોગ બની રહ્યા છે. ઘર પરિવાર નાં સંબંધોમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. યાત્રા લાભદાયી રહેશે. જો તમારા મનની વાત સાંભળશો તો તમારા અંગત જીવન તથા સંબંધોમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
આજે તમે સામાજિક કાર્યમાં ભાગ લઈ શકશો. જૂની પરિયોજનામાં સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. લેખન કાર્ય કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આર્થિક બાબત માં આજે નુકસાન થવાથી મન દુઃખી રહેશે. બોદ્ધિક ચર્ચામાં ભાગ લેવાના અવસર પ્રાપ્ત થશે. મિત્રો સાથે મુલાકાત અને ગિફ્ટ મળવાની સંભાવના છે. શેર માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ વગેરે માં લાભ પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
આજે તમારા પ્રેમી સાથે તમારા સંબંધ મધુર બનાવવાની કોશિશ કરી શકશો. એવા લોકો સાથે જોડાવાથી બચવું જે તમારી પ્રતિષ્ઠા ને આઘાત પહોંચાડી શકે છે. કાર્ય ક્ષેત્રમાં કામ કાજ વધારે હોવાને કારણે પરેશાન થઈ શકો છો. તમારૂ કોઈ જરૂરી કામ અધૂરું છોડવું પડી શકશે એવામાં તમારે ધીરજ અને હોશિયારીથી કામ લેવું. વેપારીઓએ પોતાના કાર્યમાં ધીરજ રાખવાની આવશ્યકતા છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને રોજગાર ની પ્રાપ્તિ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ નો સહયોગ પ્રાપ્ત થશે. વેપારીઓને ફાયદો થશે. બિઝનેસને લઈને તમારા મગજમાં ઘણા પ્લાનિંગ કરી શકો છો. યાત્રા નો યોગ બની રહ્યો છે. યાત્રા લાભકારી રહેશે. કોઈ પરેશાન વ્યક્તિની મદદ કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. પરિવાર માં તમારો પક્ષ મજબૂત રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકો એ આજે ઉતાવળમાં કોઇ નિર્ણય ના લેવો. તમારા સંબંધો સારા થઈ શકે છે. જે કામ કરશો તેમાં સફળતા મેળવશો. તમારા રોકાયેલા નાણા પરત મળશે જેનાથી તમે આનંદ અનુભવશો. રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. આજનો દિવસ તમને સારી તક આપી શકે છે. કોઈ મોટા પરિવર્તન માટે મનમાં વિશ્વાસ રાખો કંઈ ને કંઈ અલગ કરવાની આદત હંમેશા સફળતા અપાવે છે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકોએ સ્વાસ્થ્યને લઈને આજે સતર્ક રહેવાની જરૂર છે. સામાજિક ખ્યાતિ અને યશમાં વધારો થશે. તમારા દરવાજા પર ખુશીઓ નું આગમન થશે. ઘણી બાબતમાં તમારું મન તમને સાચી દિશા બતાવશે. તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે મતભેદ દૂર થશે તમારા કાર્યક્ષેત્રમાં તમારો વિકાસ જોવા મળે છે.
વૃશ્ચિક રાશિ
આજે તમને આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે. નવી સજાવટની વસ્તુઓ થી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થશે. કામકાજમાં મન લાગશે પૈસાની બાબતમાં કોઈ અણબનાવ થઇ શકે છે. કોઇ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ સારો રહેશે નહીં. માતા તરફથી અચાનક લાભ થઈ શકે છે. વાતાવરણ નાં કારણે બીમારીઓથી બચવું. જીવનમાં ઘણા દિવસો ચાલી રહેલ પરેશાનીથી છુટકારો મળશે.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોએ નિર્ણય લેવાથી બચવું તમારા ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. ધનલાભ થી નવી યોજનાઓ બની શકશે. પ્રોફેશનલ રિલેશન મજબૂત થશે. પેપર વર્ક જલ્દીથી પૂર્ણ કરી શકશો આગળ વધશો અને સફળતા પ્રાપ્ત કરશો. તમારા પોતાના શબ્દો થી સાવધાન રહેવાની આવશ્યકતા છે. સ્વસ્થ જીવનશૈલી ને કારણે તમે તંદુરસ્ત રહેશો કોઈ નવા અવસર ની પ્રાપ્તિ થઇ શકે છે.
મકર રાશિ
તમારા પરિવાર નાં લોકોનો ભરપૂર સહયોગ મળવાની સંભાવના છે. તમારા પ્રભાવમાં વધારો થશે. કોઈ નવી ઓફર માટે તૈયાર રહી શકો છો કર્મચારીઓનું રોકાયેલું કાર્ય પૂર્ણ થઇ શકે છે. કોઈ પરેશાન વ્યક્તિની મદદ કરી શકશો તમારો દિવસ આજે સારો છે. તમારા વડીલોની સલાહ ને માન આપવું. તેનાથી તમારું જીવન પરિવર્તન થઈ શકે છે. યાત્રા નાં યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા એ પોતાના વિચારો અને ઊર્જાને એ કામમાં લગાવવા જેથી તમારા સપના હકીકતમાં પૂર્ણ થઇ શકે. તમારા બાળકો તમારો સાથ આપશે તમારા કામમાં નવા માર્ગો પ્રાપ્ત થશે. વડીલો અને અધિકારીઓ તરફથી સન્માન પ્રાપ્ત થશે. કોઈ મુશ્કેલ કાર્યોમાં સહાયતા મળવાથી રાહત અનુભવશો. ઉચ્ચ અધિકારીની નારાજગી સહન કરવી પડશે પરંતુ ધીરજ રાખવી.
મીન રાશિ
આજે તમારી આવકમાં વધારો થશે અને રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થશે. રાજકીય કાર્યોમાં થી લાભ મળશે પૈસાને લઈને તમારે કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. કેટલાક લોકો તમારા તમારા ઈરાદાઓ ને ખોટું સમજી શકે છે. આજે તમે કોઇ મોટી વસ્તુઓ ની ખરીદી કરી શકો છો. મહત્વપૂર્ણ કાર્ય માટે યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. વાણીની કઠોરતા નો ત્યાગ કરવો સ્વાસ્થ્ય સારું રહેશે.