રાશિફળ ૬ ફેબ્રુઆરી : બજરંગ બલી નાં આશીર્વાદથી આ ૩ રાશિનાં લોકોને દરેક કષ્ટમાંથી મળશે મુક્તિ

મેષ રાશિ
આજે તમારા ધન, યશ અને કીર્તિ માં વૃદ્ધિ થશે. નોકરીમાં તમારે વધારે પરિશ્રમ કરવો પડશે, સામાજિક ક્ષેત્રે તમારા માન સન્માનમાં વધારો થશે. કોઈ નજીક નાં સંબંધી સાથે મતભેદ થવાની સંભાવના છે. ઘરમાં કોઈ નવા કાર્યનો આરંભ થઇ શકે છે. યાત્રા સુખદ અને લાભપ્રદ રહેશે. તારી લાઇફમાં ભરપૂર રોમાન્સ રહેશે. નોકરીમાં કોઈ કામ ને લઈને ખૂબ જ પરેશાન રહી શકો છો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોની સમસ્યાનું સરળતાથી સમાધાન થઈ શકશે. કાર્યક્ષેત્રમાં તમે સંતોષજનક પ્રદર્શન કરી શકશો. અચાનક કોઈ સૂચના મળવાથી આનંદન નો અનુભવ કરશો. ક્રોધ પર નિયંત્રણ રાખવું. તમારા શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશો. મહત્વપૂર્ણ નિર્ણય લેવા ઇચ્છતા હોવ તો આજનો દિવસ યોગ્ય છે. તમારા જીવનસાથી અને મિત્રો ની સાથે સારો સમય પસાર કરી શકશો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકો ની લવ લાઈફ રોમેન્ટિક રહેશે. બાળકો તરફથી ખુશી મળશે. ભાગીદારી નાં કામ માં આર્થિક પ્રગતિ ની સંભાવના છે. માતા નાં સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવું જરૂરી છે. આ સમયે તમારા નજીક નાં વ્યક્તિઓ સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. તમારા કામને સમયસર પૂર્ણ કરવાની કોશિશ કરશો. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. ધીમી શરૂઆત કરવા છતાં પણ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિનાં જાતકોને દરેક કાર્યમાં લાભ પ્રાપ્ત થશે. આર્થિક બાબત માં સમજી-વિચારીને નિર્ણય લેવો. ધન વધારે ખર્ચ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા કાર્યની યોજના નો વિસ્તાર થઈ શકશે. દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. રાજનીતિમાં લાભ પ્રાપ્ત થશે. વેપારની બાબતમાં દિવસ સારો રહેશે. લક્ષ્ય ને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરવા. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
આજે તમારા વેપાર નો વિસ્તાર થશે. પિતા તરફથી સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. નાની મુસાફરીનું આયોજન થઇ શકે છે. કાર્યમાં સફળતા ન મળવાને કારણે ચીડ ચીડાપણું રહેશે. નિરાશાનો સામનો કરવો પડશે. વિવાદથી બચવુ. કાર્યક્ષેત્રમાં દિવસ અનુકૂળ રહેશે. ઘણા લોકોની નજર તમારા પર હોઈ શકે છે માટે તમારી કાર્ય કરવાની અને બોલવાની રીત પર ધ્યાન આપવું.
કન્યા રાશિ
કન્યા રાશનાં જાતકોને આજે ઘણી વાતોનો ખ્યાલ આવશે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. સફળતા પ્રાપ્ત થશે. નવા સંપર્કો થશે જેનાથી તમને આગળ જઈને લાભ થશે લાંબા સમયથી ચાલી રહેલ કષ્ટ દૂર થશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમારૂ વર્ચસ્વ જોઈને શત્રુ શાંત થઇ જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમારી સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ તમને સાચી સલાહ આપી શકે છે અને તમારી મદદ કરશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકો નું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારમાં લાભ થશે. નોકરીયાત લોકો નો તેનાં કાર્ય સ્થળ પર સારો પ્રભાવ રહેશે. તમારી આવડત થી લોકો પ્રભાવિત થશે. નિર્માણ કાર્યમાં વિઘ્ન આવવાના યોગ બની રહ્યા છે. મિત્રો અને સગા-સંબંધીઓ નો સહયોગ પ્રાપ્ત થશે. લેખનકાર્ય માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે તમે પ્રસન્ન રહેશો.
વૃશ્ચિક રાશિ
આજે તમારા પિતા નાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. પારિવારિક જીવન માં સંભાળી ને બોલવું નહીં તો મતભેદ થઈ શકે છે. આજે સમાજમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. શત્રુઓથી ભય રહેશે. પ્રિયજન તમારા થી સંતુષ્ટ રહેશે માંગલિક કાર્ય નું આયોજન થશે. ધન માંગલિક કાર્ય પાછળ વધારે ખર્ચ થશે. બિન જરૂરી ખર્ચાઓ થઇ શકે છે. ઉધાર લેવડદેવડ કરવાથી બચવું. કોમ્પ્યુટર સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને નવા અવસરો પ્રાપ્ત થશે.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોને આજે કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આજે કોઈ કાર્ય માટે મિત્ર તરફથી મદદ મળી રહેશે. આજે એકી સાથે ઘણા વિષયો પર તમે વિચાર કરી શકો છો વિચાર્યા વગર કાર્ય કરવાથી નુકસાન થવાની સંભાવના રહેશે. કાર્યની પ્રાથમિકતા નક્કી કરી અને વિચારેલું કાર્ય આજે જ પૂર્ણ કરવું. લવ લાઈફ સારી રહેશે. અકસ્માત થવાની સંભાવના છે.
મકર રાશિ
આજે તમારે કાર્ય માટે વધારે ભાગદોડ કરવી પડશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત રહેશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આજે કોઈ નવી યોજના પ્રારંભ કરવામાં માટે દિવસ શુભ રહેશે. તમારી બેદરકારી નાં કારણે રોગ તથા કષ્ટ નો ભય બની રહેશે. નાના ભાઈ – બહેનો અને સહ કર્મચારી નો પુરો સહયોગ મળશે. તમારા જીવન સાથી સાથે પ્રેમમાં વધારો થશે. તમારા સંબંધોમાં મધુરતા આવશે.
કુંભ રાશિ
આજે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે પરંતુ જલ્દીથી વાત સંભાળી શકશો. તમારા પ્રભાવ અને બુદ્ધિ થી લાભ પ્રાપ્ત કરી શકો છો. તમારું કોઇ અધૂરું કામ પૂર્ણ થઇ શકશે. આર્થિક રોકાણમાં હાની થઈ શકે છે. માતા નાંસ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. યાત્રા મંગલકારી રહેશે. તમારા મસ્તક પર ચંદનનું તિલક કરવું. તમારો દિવસ શુભ રહેશે
મીન રાશિ
આજે તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે. કાર્યમાં પરેશાનીનો સામનો કરવો પડશે માટે ધીરજથી કામ લેવું. આજે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો થી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્રો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. શત્રુ ને પરાજિત કરી શકશો. લવ લાઈફ ની બાબતમાં આજનો દિવસ સારો રહેશે પરંતુ પ્રેમી પર દબાવ બનાવવાથી બચવું. પરિવાર નું રહસ્ય ખુલવાથી તમે આશ્ચર્યચકિત થઈ શકો છો. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.