રાશિફળ ૭ માર્ચ ૨૦૨૧ આજે આ ૨ રાશિના લોકો પર રહેશે સૂર્યદેવની દ્રષ્ટિ, જાણો કેવો રહેશે તમારો દિવસ

રાશિફળ ૭ માર્ચ ૨૦૨૧ આજે આ ૨ રાશિના લોકો પર રહેશે સૂર્યદેવની દ્રષ્ટિ, જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ રાશિ

આજે રોજિંદા કાર્યોને લઇને થોડો તણાવ રહેશે. વેપારીઓ માટે દિવસ સરેરાશ રહેશે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે. આજે તમે તમારા રૂટીન નું કાર્યક્રમ બનાવશો. મિત્ર સાથે ફોન પર લાંબી વાતો થશે. વિદ્યાર્થીઓ તેમના ખાલી સમય નો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશે. બિનજરૂરી ચર્ચામાં ના પડવું. કેટલાક અનિચ્છનીય કામ કરવા પડી શકે છે. મુસાફરીમાં નુકસાન થઈ શકે છે. નાની નાની બાબતો ઉપર ગુસ્સો ન કરવો. તમારા છુપા દુશ્મનો તમારા વિશે અફવા ફેલાવવા માટે ઉતસુક બની શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો ને આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સંપર્ક થઇ શકે છે. પરિવાર નાં સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમને ઘરની કેટલીક જવાબદારીઓ મળશે. જેને પરિપૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. મિત્ર તમારી પાસે આર્થિક મદદ માંગી શકે છે. થોડી જરૂરી ખરીદી માટે ઘરની બહાર જવું પડી શકે છે. પરિવારનાં સભ્યોની જરૂરિયાતોને મહત્વ આપવું. તેમના સુખ અને દુઃખ નાં ભાગીદાર બનવું. જેથી તેઓને લાગે કે તમે ખરેખર તેમની કાળજી લો છો.

મિથુન રાશિ

આજે તમારા ઘરમાં શાંતિ રહેશે. જેનાથી તમે ખુશ રહેશો. તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકશો. વેપારીઓ આજે નફો કરે તેવી ચોક્કસ સંભાવના છે. જો તમે કોઈ પાસે પૈસા માગો છો તો તે પાછા મળવાની શક્યતા છે. સમજદારીથી પૈસાનું રોકાણ કરવું. જોખમી નિર્ણય લેવાનું ટાળવું. કોઈપણ નજીક ની વ્યક્તિ ચીટ કરી શકે છે. તમારા વલણ ને પ્રામાણિક અને સ્પષ્ટ રાખો. આજે લોકો તમારી દ્રઢતા અને ક્ષમતા ની પ્રશંસા કરશે. આજે તમને ઘણા રસપ્રદ આમંત્રણ મળશે.

કર્ક રાશિ

આજે ધર્મકાર્ય અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. આ ક્ષેત્રમાં તમને કેટલાક આશ્ચર્યજનક અનુભવો પણ મળી થઈ શકે છે. બાળકો સાથે તમારા સંબંધો વધુ સારા બનશે. વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સારો છે. સુખ ની પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો સફળ થશે. નોકરી મળવાની સંભાવનાઓ બની રહી છે. સંતાન તરફથી સુખ અને સહયોગ બંને મળશે. વધારાની આવકથી મન પ્રસન્ન રહેશે.

સિંહ રાશિ

આજે તમને પૈસા કમાવાની વધુ તકો મળી શકે છે. બાળકની બીમારી નાં કારણે ચિંતા રહી શકે છે. તમે સુખ-સુવિધાની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહેશો. બાળકો સાથે વિવાદ થવાની સંભાવના છે. આજે તમારા રાજકીય સંબંધો મજબૂત બનશે. તમારા જીવનસાથી તમારા હકારાત્મક વિચારોને કારણે લાભ મેળવી શકે છે. ભોજનની બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે. પ્રેમીઓ વચ્ચે આજે મતભેદ થઈ શકે છે. જીવનસાથી નો સહયોગ મળશે.

કન્યા રાશિ

આજે તમારા કોઈપણ પ્રયત્નો અને કાર્યક્ષમતા થી લાભ થવાનાં સંકેત છે. આર્થિક બાજુ મજબૂત રહેશે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસાથી તમારું મન આનંદિત રહેશે. તમારી વાણીમાં મધુરતા રાખવી. કાર્યસ્થળ પર  ઇચ્છિત વાતાવરણ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં આજનો દિવસ મિશ્રિત રહેશે. ટેન્શન અને ગુસ્સો ટાળવો. કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લીધા પછી જ રોકાણ કરવું.

તુલા રાશિ

આજે કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થઇ શકે છે. તમે વિજાતીય લોકો પ્રત્યે આકર્ષિત થશો. અધિકારી વર્ગ માટે સમય અનુકૂળ નથી. આજે તમે ઘણા દિવસોથી જે વિચારી રહ્યા છો તે પૂર્ણ કરવાની તક મળશે. આજે તમે પોતાને સાબિત કરવા માં લાગ્યા રહેશો. તમારા ભાઇ-બહેનનો સહયોગ ફાયદાકારક સાબિત રહેશે. તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની તક મળશે. પિતાનો સહયોગ મળવાથી બગડેલી વાત બની જશે. જુના મિત્રને મળવાથી મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે દૂર રહેતા કોઈ મિત્ર અથવા સંબંધી  તરફથી સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે તમારી  પ્રતિષ્ઠામાં પ્રભાવશાળી વધારો થશે. વૈવાહિક જીવનને વધુ સારું રાખવા માટે તમારે ગેરસમજથી દૂર રહેવાની જરૂર છે. લવમેટસ માટે આજનો દિવસ સારો રહેશે. ઘરનાં વડીલો ને પગે લાગો અને તેમનાં આશીર્વાદ મેળવો. તમારી સાથે બધું સારું રહેશે. તમે અનુભવી લોકોની સલાહ થી લાભ પ્રાપ્ત કરી શકશો. આજે માનસિક શાંતિ મળી શકશે.

ધન રાશિ

આજે તમારા ભૌતિક સુખમાં વધારો થશે. તમારા વૈવાહિક જીવનમાં થોડો તણાવ રહેશે. તમે કેટલાક બિનજરૂરી ખર્ચ અને મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો. તમારે તમારી આર્થિક સ્થિતિ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. પિતા તરફથી યોગ્ય સહયોગ મળશે. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું કારણ કે, પેટમાં તકલીફ થવાની સંભાવના છે. અન્યને તમારા વ્યક્તિગત જીવનમાં પ્રવેશવા ની મંજૂરી આપશો નહીં. તમારા પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી સમજો. ધાર્મિક પ્રવાસની સંભાવનાઓ બની રહી છે.

મકર રાશિ

વિવાહિત જીવનમાં સારું રહેશે. જીવનસાથી નો સાથ જીવન માં મનોરંજન આપશે. વિચાર્યા વગર આજે કોઈ મોટો નિર્ણય ન લેવો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી તમારા વિચારોથી પ્રભાવિત થશે. શારીરિક કષ્ટ થવાની સંભાવના છે. કોઈપણ નવા આઇડિયાથી આવકમાં વધારો થશે. ક્રોધ વધારે રહેશે. તમે આત્મવિશ્વાસ નાં  અભાવ ને કારણે પાછળ રહેશો. તમારા ઇષ્ટદેવ પર ભરોસો રાખો. તમારી સાથે બધું અનુકૂળ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા બાળકને લીધે નફો પ્રાપ્ત કરશો. જીવનસાથી પ્રત્યે તમારી જવાબદારી વધશે. બાળકો બહાર જવાની જીદ કરશે સારું રહેશે કે તેમને બહાર જવા ના દો. લવમેટસ ફોન પર લાંબી વાત કરશે. તેનાથી સંબંધોમાં નવીનતા આવશે. તમારું પારિવારિક જીવન સારું રહેશે. તમારા જીવનસાથીને તમારા સકારાત્મક સ્વભાવનાં કારણે લાભ થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા વડીલો નાં આશિર્વાદ લો.

મીન રાશિ

આજે આવકમાં સ્થિરતા અને બિન-જરૂરી ખર્ચમાં વધારો થવાના કારણે મનમાં બેચેની રહેશે. આ તમે ઘર અને ઓફિસનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમે સમયસર કામ પૂર્ણ કરી શકશો. આજે ઘરે બેઠા બેઠા પૈસા કમાવવા નો પ્રયાસ કરશો જે ભવિષ્યમાં સારો ફાયદો કરાવી શકે છે. જો તમને સમય મળે તો કંઈક વાંચવાનો પ્રયાસ કરવો. આજે જુનાં વિવાદો ઊભા થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. કાનૂની બાબતો માં જીત મેળવી શકશો. નવો ધંધો શરૂ કરી શકો છો. નોકરી માં પ્રમોશન મળવા નાં યોગ છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *