રાશિફળ જાન્યુઆરી ૨૦૨૧ : જાન્યુઆરી માં સુખ-સમૃદ્ધિ અને ધન દોલતથી ભરેલ રહેશે આ ૮ રાશીનાં લોકો નાં ભંડાર

રાશિફળ જાન્યુઆરી ૨૦૨૧ : જાન્યુઆરી માં સુખ-સમૃદ્ધિ અને ધન દોલતથી ભરેલ રહેશે આ ૮ રાશીનાં લોકો નાં ભંડાર

મેષ રાશિ

આ મહિનામાં મેષ રાશિનાં જાતકો માટે નવો પ્રોજેક્ટ આરંભ કરવાનું શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકોનો સહયોગ મળી શકશે. કેટલાક નવા કામ શરુ કરવા માટે વિચાર કરી શકો છો. તમારા ખર્ચમાં જબરજસ્ત વૃદ્ધિ થશે જેના કારણે પરેશાન રહેશો તમારા સહ કર્મચારી તમને સહયોગ આપશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે જેના કારણે તમે ખુશ રહેશો. સામાજિક અને પારિવારિક જીવનમાં માતા-પિતાનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં પ્રેમી જોડા માટે સમય ખૂબ ખાસ રહેશે. તમારા પ્રેમ પ્રસંગ માં વૃદ્ધિ થઈ શકશે. વધારે મસાલેદાર ભોજનનું સેવન કરવું નહીં.

Advertisement

વૃષભ રાશિ

ધનનું રોકાણ કરવા માટે આ મહિનો લાભકારી રહેશે. પોતાના પર વિશ્વાસ રાખીને કાર્યો કરવા સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમત-ગમત નાં કાર્યક્રમો માં ભાગ લેવો જોઈએ. તમારી કોઈ જૂની પરેશાનીથી છુટકારો મળશે. તમારા ગુસ્સા અને અહંકાર કરવાથી બચવું. તમારી સુવિધાઓમાં વધારો થશે. તમારી કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. વિરોધીઓ ને પરાજિત કરી શકશો. યાત્રા લાભદાયી રહેશે. પ્રેમ જીવનમાં ખુશહાલી રહેશે. બિઝનેસ માટે યાત્રા થઈ શકે છે નવા લોકો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય માટે આ મહિનો સામાન્ય રહેશે વધારે પડતા તૈલીય ભોજનનું સેવન કરવાથી બચવું.

મિથુન રાશિ

 

મિથુન રાશિની માટે આ મહિનો કોઈનું સારું કરવાથી પણ તમારા પર આફત આવી શકે છે. પૈસાની લેવડ દેવડ ના કરવી. છેલ્લા કેટલાક સમયથી તમારા કેરિયર માટે કરાયેલ પ્રયાસો નું ફળ તમને મળવાનો સમય આવી ગયો છે. તમને કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યો અને મિત્રો સાથે તાલમેળ બનાવી રાખવું જે તમને લાભદાયી રહેશે. સારી પ્રકૃતિ નાં કામ કરવા. પ્રેમ જીવન માટે આ મહિનો કમજોર રહેશે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે નવી તકો પ્રાપ્ત થશે. સારા સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગ નો તમારી દિનચર્યા માં સમાવેશ કરવો.

કર્ક રાશિ

તમારા ખર્ચાઓમાં વધારો થઈ શકશે. પરંતુ ધર્મ કર્મ નાં કામમાં મન પરોવાયેલું રહેશે. તમારા કામકાજ ની બાબતમાં પરિસ્થિતિઓ સારી રહેશે અને તમારા પરિવારજનો સાથ મળી રહેશે. તમારા કાર્યમાં તમારી પસંદગીની વસ્તુઓ તરફ ધ્યાન આપી શકશો અને તમારા ક્ષેત્રમાં નીપૂર્ણ બનશો. સામાન્ય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકશે. વેપારમાં ભાગીદારો સાથે સંઘર્ષ થવાની શક્યતા છે. લવ પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળી રહેશે. કાર્યક્ષેત્ર પર અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે વધારે સમય આપવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ખાવા-પીવાની આદતો પર સંયમ રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

 

આ મહિનામાં તમે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો. જે તમને ફળદાયી સાબિત થશે. પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. તમારા કાર્યસ્થળ પર કોઈ સાથે સંઘર્ષ થઈ શકે છે. નોકરીયાત લોકોને પગાર દરમાં વધારો થઈ શકે છે અને પ્રમોશન મળવાની પણ સંભાવના છે. તમારી જવાબદારીઓ માં પણ વધારો થશે. કોઈ ખાસ કાર્ય મિત્રોની મદદ દ્વારા પૂર્ણ થઇ શકશે. આર્થિક પ્રગતી નાં નવા માર્ગો મળી રહેશે. ધર્મ અને શુભકાર્યો માં તમારું મન લાગેલું રહેશે. પ્રેમ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સારી તક મળશે. કોઈ પ્રોપર્ટી થી લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં સારૂ પ્રદર્શન રહેશે બીમારીથી રાહત મળશે અને સ્વાસ્થ્ય મજબૂત રહેશે.

કન્યા રાશિ

પરિવારના લોકોનો સહયોગ મળશે અને તેનાથી તમારું મન આનંદમાં રહેશે જેના લીધે કાર્યોમાં સફળતા મળશે. આ મહિનામાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં હરીફો નો સામનો કરવો પડશે. જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તેને લોકોને સારી ઓફર મળી શકે છે. ઘરમાં ધાર્મિક અનુષ્ઠા નું આયોજન થઇ શકે છે. પરિવાર માં ઘરના વડીલો નો સારો સહયોગ મળી શકશે. સર્જનાત્મક કાર્ય પર ધન ખર્ચ થઇ શકશે. પ્રેમ જીવનમાં ખુશી મળશે. વિવાહિત લોકો ને દાંપત્યજીવનમાં તણાવ રહેશે. કારકિર્દીમાં નવા અવસર પ્રાપ્ત થશે. અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્ય અંગે થોડું ધ્યાન આપવાની જરૂર છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો કામના લીધે વ્યસ્ત રહેશે અને પરિવારીક જીવન માં આનંદ રહેશે ઓફિસમાં કોઈ પ્રતિ આકર્ષિત થઈ શકો છો. સામાજિક સ્તર પર વધારે વ્યસ્ત ના રહેવું અન્યથા તમારા પોતાના માટે સમય ફાળવી શકશો નહીં. કાર્ય કરવા માટે આજે નવી યોજનાઓનું આયોજન કરી શકો છો. તમારી સુવિધાનાં સાધનો પર ખર્ચ કરી કરશો. તમારા વિરોધીઓ ને પરાજિત કરી શકશો. જાન્યુઆરી મહિનામાં પ્રેમ જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે. કારકિર્દી ની બાબતમાં જાન્યુઆરી મહિનો ખાસ રહેશે. સારા સ્વાસ્થ્ય માટે થોડી મહેનત કરવાની આવશ્યકતા રહેશે.

વૃશ્ચિક રાશિ

આ મહિનામાં જોબમાં કોઈ કાર્યને લઇને તમારી પ્રશંસા થશે જેના લીધે તમારું મન ખુશ રહેશે. કોઈની સાથે વાત કરતી વખતે શબ્દો નાં પ્રયોગ પર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો પરેશાની આવી શકે છે અને તમારા કાર્યો બગડી શકે છે. સુવિધામાં વૃદ્ધિ થશે. અચાનક નવા સ્ત્રોતોથી તમને ધનલાભ થઈ શકે છે. નજીકના લોકો સાથે સમય પસાર કરીને આનંદ અનુભવશો. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોઈ નવા  વેપારની શરૂઆત કરી શકશો. શરદી થી બચીને રહેવું કારણ કે બીમાર થવાની સંભાવના છે.

ધન રાશિ

પરિવાર નાં નાના વ્યક્તિઓની મદદની આવશ્યકતા રહેશે. કામકાજની બાબતમાં તમારી સાથે કામ કરનાર લોકોનો સહયોગ મળશે. અચાનકથી ખૂબ ધન લાભ મળશે એવી આશા માં કોઈ જોખમ ઉઠાવવું નહીં. સામાજિક ક્ષેત્રે જોડાયેલ કાર્યોમાં તમે સફળ રહેશો. જરૂરિયાત મંદ લોકો ને વસ્ત્ર દાન કરવું. કાર્યક્ષેત્રમાં ફાયદો થશે. બહારનાં ભોજનનું સેવન કરવું નહીં. પ્રેમ જીવન પસાર કરનાર લોકો માટે આ મહિનો પ્રેમ અને આનંદમાં પસાર થશે. વિદ્યાર્થીઓ માટે પોતાના શિક્ષણ સંબંધમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓને તકલીફ થઈ શકે છે.

મકર રાશિ

આ મહિનામાં ભાગ્ય તમારી સાથે રહેશે તેના લીધે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી મહેનત રંગ લાવશે. તમારી કલ્પના શક્તિ તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે સહાયરૂપ બનશે. અગાઉ કરેલ કોઈ કામ માંથી ફાયદો મળશે. લેવડદેવડની બાબતમાં કોઈ મોટા ની સલાહ લેવી ફાયદાકારક રહેશે. કોઈ નવું કાર્ય કરવાનું જોખમ કરવું નહીં. તમારાથી વડીલ નો સાથ સમર્થન મળશે. પ્રેમ સંબંધમાં રહેલ લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. વેપાર-વ્યવસાયમાં સતત પ્રગતિ મળશે.

કુંભ રાશિ

 

મહિના નાં બીજા અઠવાડિયામાં પરિવારમાં કલેશ નું વાતાવરણ રહેશે જેનાથી મન દુઃખી રહી શકે છે. તમારા કામ થી ઉપરી અધિકારી પ્રસન્ન રહેશે. નોકરીયાત લોકોને વિશેષ લાભ મળશે. જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત બનશે. તમારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. શત્રુઓને પરાજિત કરી શકશો. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓને લીધે માનસિક થાક અનુભવશો. પગારદાર લોકો માટે આ મહિનો વ્યસ્ત રહેશે પ્રેમ સંબંધમાં રહેનાર લોકો માટે રોમાન્સ ભરપૂર રહેશે. બિઝનેસમાં નવા ભાગીદાર બની શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે.

મીન રાશિ

આ મહિનો મિત્રો સાથે આનંદપૂર્વક પસાર થશે તેનાથી ધનલાભ પણ થશે. વ્યવસાય સાથે જોડાયેલ ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. તમારા વરિષ્ઠ તમને સહયોગ આપશે નહીં. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થશે. કાર્ય સફળતા થી મિત્ર પ્રસન્ન થશે. તમારા ઘર પરિવારનાં લોકો તથા નજીકનાં સંબંધી તમારા કામ અને વ્યવહારથી પસંદ રહેશે અને તમને તેમાં સહયોગ પણ આપશે. જીવનસાથી પર ધ્યાન આપવાની જરૂર છે તેની જરૂરિયાતો ને સમજવી અને તેના કામમાં સહયોગ આપવો. વિદ્યાર્થીઓએ પોતાના કાર્યમાં શીખવા અને સારું કરવા માટે નવા અવસર મળશે. કોઈ બીમારીમાં ઘરેલુ ઉપચાર ફાયદાકારક રહેશે નહીં ડોક્ટરની સલાહ લેવી.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *