રતન ટાટાને ચાર વખત થયો હતો પ્રેમ દરેક વખતે પ્રેમમાં મળ્યો હતો દગો, આવી હતી તેમની લવ લાઈફ

રતન ટાટાને ચાર વખત થયો હતો પ્રેમ દરેક વખતે પ્રેમમાં મળ્યો હતો દગો, આવી હતી તેમની લવ લાઈફ

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને આજે કોણ નથી જાણતું ? રતન ટાટા તેમનાં ઉમદા કાર્યો અને ઉદારતા માટે જાણીતા છે. તે એવા વ્યક્તિ છે, જેમને કોઈ ઓળખાણની જરૂર નથી. તેઓએ આખી દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. રતન ટાટાજી એ સિદ્ધિ હાંસિલ કરી છે તે ભાગ્યે જ કોઈ કરી શકે. રતન ટાટા દેશ ની એ પ્રખ્યાત વ્યક્તિઓ માંથી એક છે, કે જેનાં વિશે લોકો આજે પણ જાણવા માટે ઉત્સુક છે. આપને જણાવી દઇએ કે, રતન ટાટા ૮૩ વર્ષનાં છે પરંતુ હજુ સુધી તેમણે લગ્ન કર્યા નથી. આખરે લગ્ન ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે ?બિઝનેસ ટાયકૂન અને ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટા યુવાનીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. પરંતુ તેમણે હજી સુધી લગ્ન કર્યા નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રતન ટાટાએ તેમનાં જીવન વિશે ઘણી વાતો પર ખુલાસો કર્યો હતો. રતન ટાટા એ લગ્ન ભલે ના કર્યા હોય પરંતુ તેમણે પ્રેમ કર્યો છે. આ હકીકત પર ખુદ રતન ટાટાએ ખુલાસો આપ્યો છે.

૨૮ ડિસેમ્બર ૧૯૩૭ નાં રોજ સુરતમાં જન્મેલા રતન ટાટાએ પોતાની સખત મહેનતથી ટાટા ગ્રુપને નવી ઊંચાઇએ પહોંચાડ્યું. ત્યારબાદ તેણે જાન્યુઆરી ૨૦૧૩માં નિવૃત્તિ લીધી. વ્યવસાયનાં ક્ષેત્રમાં રતન ટાટાજીએ સારું નામ કમાયા છે. તેઓ ખૂબ જ સારા દિલના વ્યક્તિ છે. વિશ્વભરમાં નામના મેળવનાર રતન ટાટાજીએ પોતાની અંગત જિંદગીમાં આગળ વધવા માટે ખુબ જ પ્રયાસ કર્યા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રતન ટાટાએ કહ્યું હતું કે એક નહીં પણ ચાર છોકરીઓ એ તેમનાં જીવનમાં સ્થાન બનાવ્યું હતું પરંતુ મુશ્કેલ સમયને કારણે આ સંબંધ દર વખતે તૂટતા ગયા. ત્યારબાદ રતન ટાટા એ લગ્ન વિશે વિચાર્યું ન હતું.

પોતાની લવ લાઈફ વિશે જણાવતા રતન ટાટાજી એ કહ્યું કે તેઓ એ એક કે બે વાર નહીં પરંતુ ચાર વાર પ્રેમ કર્યો છે પરંતુ દરેક વખતે પરિસ્થિતિ એવી બની ગઈ કે તેઓ વરરાજા બનતા બનતા રહી ગયા. જોકે રતન ટાટાએ ન જણાવ્યું કે તેમને પ્રેમ કોની સાથે થયો હતો. આગળ જણાવતા રતન ટાટાજી એ કહ્યું કે સારું થયું તેમનાં લગ્ન ના થયા જો તેમનાં  લગ્ન થયા હોત તો પરિસ્થિતિ એકદમ અલગ જ હોત અને તેઓ આજે જે મુકામ પર છે તે મુકામ મેળવવા માટે તેઓ સફળ ન થયા હોત.

તમને જણાવી દઈએ કે, રતન ટાટાનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. પરંતુ તેમનું જીવન ખૂબ મુશ્કેલ હતું. તેમણે નાનપણથી જ જીવનમાં ઘણા ઉતાર-ચડાવ નો સામનો કરવો પડ્યો હતો. જયારે તેમની ઉંમર ૭ વર્ષની હતી ત્યારે તેમનાં માતા પિતા અલગ થઈ ગયા હતા. રતન ટાટા તેમનાં દાદી પાસે રહીને મોટા થયા હતા. રતન ટાટા ને કાર માં  ખૂબ રસ હતો. ત્યારેજ તો તેમણે લખટકીયા કાર ટાટા, નેનો ને દેશ ને ગીફ્ટ કરી. રતન ટાટાને વિમાન ઉડાડવાનો અને પિયાનો વગાડવાનો ખૂબ શોખ છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ તેમનો શોખ પૂરો કરે છે. દેશનાં બધા લોકો રતન ટાટાજીનું નામ ખૂબ જ આદર સાથે લે છે. તેમને દેશનાં બધા લોકો ખૂબ જ પ્રેમ કરે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *