રત્ન ધારણ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન, અન્યથા ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

આજકાલ ઘણા લોકો સફળતા મેળવવા માટે અને જીવનની દરેક પરેશાની દૂર કરવા માટે જ્યોતિષ નો આધાર લે છે. જ્યોતિષમાં તેમને ઘણા પ્રકાર નાં ઉપાયો મળી રહે છે. તેમાંથી સૌથી લોકપ્રિય ઉપાય રત્ન ધારણ કરવાનો છે. આ રત્નો માં સૌથી મહત્ત્વપૂર્ણ રત્ન હીરા, માણેક, પોખરાજ, નીલમ અને પન્ના હોય છે. મંગળનો રતન મૂંગા કોરલ રીફ થી બને છે જે જૈવિક હોય છે. તેમજ ચંદ્રમા માટે પહેરવામાં આવતું રત્ન મોતી સમુદ્ર માંથી મળતી શીપ માંથી નીકળે છે.
તેનું નિર્માણ શીપ ની જૈવ સંરચના નાં કારણે થાય છે. મૂંગા અને મોતી થોડા આંશિક દોષ હોવા પર પણ તે સ્વીકારી હોય છે. તમને જણાવી દઈએ કે, હીરા, માણેક અને પોખરાજ પૃથ્વી પર અન્ય ધાતુઓની સમાન જ મોજુદ હોય છે. જેમાં જાલા જિરમ અને લાઈન્સ હોય છે. ધ્યાનમાં રાખવું કે, રત્ન ને હંમેશા પરખ્યા બાદ જ લેવો જોઈએ. યોગ્ય વિદ્વાન ને બતાવ્યા વગર જ દોષપૂર્ણ રત્ન લેવાથી અથવા તો તેને ધારણ કરવાથી ધારણ કરનાર વ્યક્તિને જીવનમાં લાભને બદલે નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત નીલમ પોખરાજ પણ વિદ્વાન ને બતાવ્યા વિના લેવા જોઈએ નહીં. દોષ પૂર્ણ પોખરાજ થી તમારા જીવનમાં ઊથલ પાથલ થઈ શકે છે. સાથેજ તમારા પદ પ્રતિષ્ઠાની સિદ્ધિ પણ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત નીલમ માં દોષ હોય તો અચાનક દુર્ઘટના થવાની આશંકા રહે છે. આ કારણથી લોકો ઘણીવાર નીલમ ધારણ કરતા નથી. આ દોષો ઉપરાંત પણ રત્ન માં કાળા પીળા ડાઘા હોય છે. તમને જણાવી દઈએ કે, ઉચ્ચ ક્વોલિટી નાં રત્ન કલર, કટ અને ક્લ્યેરીટી માં ખૂબ જ સારા હોય છે. હીરાની ખરીદી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી પોખરાજ બૃહસ્પતિ ગ્રહ માટે પહેરવામાં આવે છે. હીરો શુક્ર ગ્રહ માટે ધારણ કરવામાં આવે છે. માણેકને સૂર્ય ગ્રહ માટે તેમજ પન્ના બુધ ગ્રહનું રત્ન કહેવાય છે.
આ વાતો ઉપરાંત કયો રત્ન ક્યારે અને કયા સમયે ધારણ કરવો તેનાં માટે તમારી કુંડળી નું અધ્યયન કરવું અત્યંત જરૂરી છે. લગ્ન કુંડળી, દશા-મહાદશા વગેરેનું અધ્યયન કર્યા બાદ રત્ન ધારણ કરવો. માણકય રત્ન રવિવાર, મોતી સોમવાર, પીળો પોખરાજ ગુરુવાર, સફેદ પોખરાજ શુક્રવાર, લાલ મૂંગા મંગળવાર, પન્ના બુધવાર, નીલમ શનિવાર ગોમેદ શનિવાર, લહસુનીયા શનિવાર ધારણ કરવા જોઈએ. એ ધ્યાન માં રાખવું જોઈએ કે, જે આંગળીમાં રત્ન ધારણ કરો છો તે રત્ન નો નીચેનો ભાગ ખુલ્લો હોવો જોઈએ છે. જેથી તે આંગળીને સારી રીતે સ્પર્શ થઈ શકે અને તમને ગ્રહ ની પુરી ઉર્જા મળી શકે.
રત્ન વાળી વીંટી ધારણ કરતા પહેલા ૨૪ થી ૪૮ કલાક સુધી એક વાસણમાં ગંગાજળ અથવા કાચા દૂધમાં રાખવી જોઈએ. આ વાસણને પૂજા ઘર માં રાખવું જોઈએ. કોઈપણ પ્રકાર નો રત્ન પહેરતા પહેલાં શુદ્ધિકરણ અને પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય કરી લેવી જોઇએ. તેનાથી રત્ન ની સકારાત્મક પ્રભાવ દેવાની ક્ષમતા તીવ્ર થઇ જાય છે.