રાતનાં સૂતા પહેલા આ રીતે પગ ધોઈને સૂવાથી, થાય છે આ ફાયદાઓ

આજના જમાનામાં દરેક વ્યક્તિ વ્યસ્ત હોય છે આજનાં ભાગદોડ ભર્યા જીવનમાં કોઈ ને આરામ મળતો નથી ફક્ત વર્કિંગ ક્લાસ લોકો નહીં પરંતુ હાઉસ વાઈફ ની પણ એ જ પરિસ્થિતિ છે. જ્યારે દિવસભર આપણે એટલું કામ કરીએ છીએ તેની સૌથી વધુ અસર આપણા પગ પર પડે છે. અને રાતના પગમાં દુખાવો થવાની સમસ્યા રહે છે એવામાં રાતના સૂતા પહેલા તમારા પગ ધોઈને સૂવાથી તમને થશે આ ફાયદાઓ
પગ ધોવા ની રીત
પગની ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. પગ ધોતી વખતે ઉતાવળ કરવી નહિ. પરંતુ આરામથી દરેક આંગળીઓ વચ્ચેની ગંદકી સાફ કરીને ધોવા. પગ ના તળિયા ને પણ સારી રીતે સાફ કરવા જો સંભવ હોય તો નવશેકા પાણી ભરેલા વાસણમાં થોડી વાર સુધી પગ ને ડુબાડીને રાખવા જોઈએ.
રાતના પગ ધોવા નાં ફાયદાઓ
રાતના પગ ધોવા થી ઉર્જાનો પ્રવાહ સારી રીતે થાય છે જ્યારે આખો દિવસ પગ જમીન પર રહે છે તો તેને પ્રોપર એરફલો મળી શકતું નથી એવામાં રાતના પગ ધોયા બાદ તેને ખુલ્લા છોડવા છોડી દેવા તેનાથી તમારો થાક જલ્દી થી દૂર થઈ જશે અને પગને ખૂબ જ રાહત મળશે.પગ દિવસભર આપણા આખા શરીરનો વજન ઉઠાવે છે તેથી પગ નાં સાંધા અને માંસપેશીઓ જકડાઈ જાય છે તેને સારી રીતે સાફ કરવામાં આવે તો થોડા દિવસોમાં દિવસોમાં સાંધા અને માંસપેશીઓમાં રાહત થાય છે.
આયુર્વેદિક મુજબ જો પગની સફાઈ પર વધારે ધ્યાન દેવામાં આવે તો શરીરનું તાપમાન યોગ્ય બની રહે છે. એવી માન્યતા છે કે પગ નું કનેક્શન અગ્નિ તત્વો સાથે હોય છે જ્યારે આપણે ચપ્પલ પહેરીએ છીએ તો આ બંધ ક્ષેત્રમાં ગરમી ઉત્પન્ન થાય છે એવામાં તેને ઉતારવાથી આરામ મળે છે અને ગરમી પણ બહાર નીકળી જાય છે. અને પછી પગને ધોવાથી ખૂબ જ આરામ મળે છે અને સારી ઊંઘ પણ આવે છે.
સૂઝ અને મોજા પહેરવાથી પગ માં પરસેવો થાય છે અને પગમાં દુર્ગંધ પણ આવે છે એવામાં જો રોજ રાત્રે પગ ધોવામાં આવે તો પગની દુર્ગંધથી પણ છુટકારો મળે છે. પગમાં સ્પ્રે કે લોશન લગાવવા કરતાં પગને ધોવા તે વધારે યોગ્ય રહે છે. તેનાથી તમારા પગ એકદમ તરોતાજા મહેસૂસ કરે છે.દરરોજ રાત નાં પગ ધોવા થી પગ કોમળ અને મુલાયમ પણ બને છે.