રાતો-રાત સ્ટાર બનેલી રાનુ મંડલ નાં જીવનમાં ફરી છવાયું અંધારું આ કારણને લીધે હાલત થઈ ખરાબ

પશ્ચિમ બંગાળ નાં રાણા ઘાટ સ્ટેશન પર બેસીને ગીત ગાતા રાનુ મંડલ રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયા હતા. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લાઇટમાં આવ્યા બાદ હવે રાનુ મંડલ નું જીવન એવું રહ્યું નથી. એક સમય હતો કે જ્યારે રાનુ મંડલ ની દરેક ગતિવિધિ સોશિયલ મીડિયા પર છવાઈ જતી હતી. ગયા વર્ષે કલકત્તામાં નવરાત્રી સમય દરમ્યાન એવું કોઈ દુર્ગા પંડાલ નહીં હોય કે જ્યાં રાનુ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’ ચલાવવામાં આવ્યું ના હોય. પુરા દેશમાં રાનુ મંડલ ની ચર્ચા હતી અને તે લોકપ્રિયતા નાં શિખરો સર કરી ચૂકી હતી. પરંતુ હવે તેની અવાજનો જાદુ લોકોનાં મગજ માંથી ધીરે ધીરે ગાયબ થઈ ગયો છે. રાનું મંડલ ની હાલત ફરીથી ખરાબ થઈ ગઈ છે.
હાલમાં કઈ હાલતમાં છે રાનુ મંડલ
તમને જણાવી દઈએ કે, નવેમ્બર ૨૦૧૯ માં રાનુ મંડલ ખૂબ જ લોકપ્રિય સિંગર હિમેશ રેશમિયા ની સાથે ત્રણ ગીતો રેકોર્ડ કરી ચૂકી હતી. અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નામ બનાવી ચુકી હતી. લોકોને લાગ્યું હતું કે આ સ્ટ્રીટ ટેલેન્ટ આવનાર દિવસો માં બોલીવુડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ કરશે. પરંતુ તેની પહેલા જ રાનુ મંડલ ની કારકિર્દી ખતમ થઈ ગઈ. અત્યારે તેનાં વિશે એવું કશું જ સાંભળવા મળતું નથી. અને ના સોશિયલ મીડિયા પર કોઈ ખબર આવે છે. અને ના તો મેનસ્ટીમ મીડિયામાં તેનાં વિશે કોઈ ચર્ચા થઈ રહી છે.
આ કારણે રાનુ મંડલ ની કારકિર્દી થઇ બરબાદ
રાનુ મંડલ સાથે જોડાયેલી ખબર આવી રહી છે કે, તેનાં જીવનમાં ફરીથી અંધારું છવાઈ ગયું છે. કોરોના વાયરસ ની મહામારી નાં લીધે તેઓને કોઈ જગ્યા એ કામ મળતું નથી. અને તેની હાલત ખરાબ થઈ ગઈ છે. ખબર એ છે કે, કામ ન મળવાને કારણે આ દિવસોમાં રાનુ મંડલ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. રાનુ મંડળ ની કારકિર્દી બરબાદ થવાનું એક બીજું કારણ એ પણ જાણવામાં આવે છે કે, જ્યારે તેને સફળતા મળી હતી ત્યારે તેઓએ લોકો સાથે ખુબ ખરાબ વર્તન કર્યું હતું. કહેવામાં આવે છે કે, રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી તે વાતથી તેમને અહંકાર આવી ગયુ હતું. જોવાની વાત એ છે કે, હવે પછી રાનુ મંડલ આગળ જઈને શું કરે છે.
પોતાનાં જૂનાં ઘરમાં પાછી ફરી રાનુ મંડલ
રાણાઘાટ માં લતા ના નામથી પ્રખ્યાત રાનુ મંડલ તમામ વિવાદો થી ઘેરાયેલી છે. તેઓને લોકપ્રિયતા મળ્યા બાદ તેમને પોતનું જુનું ઘર છોડી દીધું હતું. અને એક નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. જોકે હવે જણવામાં આવે છે કે, પૈસાની તંગીને કારણે તે પોતાનાં જુના ધર માં ફરી શિફ્ટ થયા છે.