રાતોરાત આ અભિનેતા સાથે બોલ્ડ સીન આપીને સ્ટાર બન્યા હતા બિપાશા બાશુ, આજે આ હાલતમાં છે એ અભિનેતા

બોલિવૂડમાં દીનો મોરીયા એ પોતાની એક હેન્ડસમ અભિનેતાનાં રૂપમાં ઓળખ બનાવી છે. કારકિર્દીની શરૂઆતનાં સમય દરમ્યાન જ તેનાં દેખાવને લીધે તેઓ ખૂબ જ ચર્ચામાં હતા. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તે દૂર છે પરંતુ કેરિયરની શરૂઆત માં તેને લાખો છોકરીઓ પસંદ કરતી હતી. ચાલો જાણીએ આજે આ અભિનેતા વિશે ખાસ વાતોદીનો મોરીયા નો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૭૫ માં કર્ણાટકની રાજધાની બેંગ્લોર માં થયો હતો. બોલિવૂડ કેરિયરમાં તે સફળ ન રહ્યા પરંતુ એક મોડલ નાં રૂપમાં ખુબ જ સફળ રહ્યા છે. મોડલીંગ માં સફળતા મળ્યા બાદ દીનો મોરીયા એ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું કેરિયર શરૂ કર્યું. બોલિવૂડ માં રિંકી ખન્ના સાથે ‘પ્યાર મેં કભી કભી’ તેમની પહેલી હિન્દી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહતી. પરંતુ દિનો મોરીયા એ સમયે ખાસ લોકપ્રિયતા મળી જ્યારે તેની ફિલ્મ રાજ માં તેની જોડી એક્ટર બિપાશા બાસુ સાથે જામી બંને કલાકારો એ આ ફિલ્મમાં બોલ્ડનેસની હદ પાર કરી દીધી હતી. આમ દિનો મોરીયા સાથે બિપાશા બાસુ પણ ફેમસ થઈ ગઈ હતી. ફિલ્મ રાજ પછી તેઓ ગુનાહ, બાઝ,બર્ડ ઇન ડેન્જર, અક્સર અને એસિડ ફેક્ટરી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
બિપાશા સાથે અફેરની ચર્ચા
ફિલ્મ રાજ ની શૂટિંગ દરમ્યાન દીનો મોરીયા અને બિપાશા ની પહેલી મુલાકાત થી હતી. આ દરમિયાન બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. તે સમયે બંનેનાં અફેર ની જ ખૂબજ ચર્ચા થી હતી. તેમજ બંનેના એક ફોટોશૂટ પર પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. બંને
૨૦૧૦ માં બન્યા ખતરો કે ખેલાડીનાં વિજેતા
પોતાની કારકિર્દી દરમ્યાન તેમણે ટી.વી શોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મ રાજ ની સફળતા પછી તેની ફિલ્મો કંઇ ખાસ ચાલી નહીં અને તેનું ફિલ્મ કેરિયર પૂરી રીતે ફ્લોપ થઈ ગયું. આ સમય દરમ્યાન તેઓએ રિયાલિટી શોમાં કામ કર્યું. વર્ષ ૨૦૧૦ માં તેઓં આ શોમાં વિજેતા બન્યા હતા. સતત ફ્લોપ ફિલ્મો કારણે તેમનું ફિલ્મ કેરિયર ખતમ થઇ ગયુ. અને તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું.
વેબ સીરીઝ હોસ્ટેજ ટુ થી કર્યું કમબૈક
લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ દીનો મોરીયા એ વેબ સીરીઝ થી કમબૈક કર્યું છે. દર્શકો ને પોતાનાં આ અભિનેતા લાંબા સમય પછી પડદા પર જોવા મળ્યા છે.આ વેબ સીરીઝ માં તેઓએ એક ખલનાયકની ભૂમિકા નિભાવી છે. તમને જણાવી દઈએ કે ૪૫ વર્ષની ઉંમરમાં પણ તેઓ ખૂબ જ ફીટ છે. તેઓ પોતાની ફિટનેશને કારણે હંમેશાં લાઈમલાઈટમાં રહે છે.