રાત્રે બાળકો ને ઉંધવા નથી દેતી ઉધરસ, તો આ ઘરેલૂ ઉપાયો છે અસરકારક અને સુરક્ષિત

બાળકોને ઠંડી અને બદલતી ઋતુમાં ખૂબ જ સરળતાથી ઉધરસ થઈ શકે છે. થોડા ઘરેલુ ઉપાયોની મદદથી તેને આરામ આપી શકાય છે.ઋતુની અસર સૌ પ્રથમ બાળકો પર જોવા મળે છે. ખાસ કરીને ઉધરસ તેને વધારે હેરાન કરે છે અને તેમાં જો ઉધરસ રાત્રે આવે તો તેની ઊંઘ પણ બગાડે છે. સારી અને પૂરતી ઉંઘ ન થવાને કારણે તેનું સ્વાસ્થ્ય બગડે છે અને તેની ઈમ્યુનિટી ઘટી જાય છે. તે જ કારણ છે કે દરેક માં થોડા ઘરેલુ ઉપાયો અપનાવે છે જેનાથી તેના બાળકની ઉધરસ રફુચક્કર થઇ જાય. અહીંયા અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
બાળકો ને ઉધરસ થવાનું કારણ
નીચેનાં કારણોથી બાળકોને ઉધરસ થઈ શકે છે.
ચેપ : બાળકોની શરદી અને ફ્લુ જેવા વાયરલ ચેપ ને લીધે ઉધરસ થઈ શકે છે.
એસિડ રિફલક્સ : એસીડ રિફ્લક્સ નું એક લક્ષણ ઉધરસ છે. જો એસિડ રિફલક્સ હોય તો બાળકમાં અન્ય લક્ષણો પણ દેખાશે તેના પર ધ્યાન આપો.
અસ્થમા : અસ્થમાનું નિદાન કરવું મુશ્કેલ હોય છે. કારણકે, દરેક બાળકમાં તેનાં લક્ષણો અલગ-અલગ હોય છે. પરંતુ ઉધરસ આવતી સમયે ગભરામણ થવી ખાસ કરીને રાતના સમયમાં ઉધરસ ને કારણે સ્થિતિ બગડી જવી આ અસ્થમાનાં લક્ષણો છે.
એલર્જી અને સાઈનસાયટીસ : સાઇનસની કેટલીક એલર્જી નાં કારણે ઉધરસ થઈ શકે છે.જયારે બાળકને ઉધરસ થાય ત્યારે આ ઘરેલુ ઉપાયો અપનાવો.બાળકને રાત્રે ઉધરસ આવે ત્યારે આ ઘરેલુ ઉપાયો કરવા શિયાળાની ઋતુમાં બાળકોને ઉધરસ થઈ શકે છે.ફૂડ એલર્જી, ડસ્ટ એલર્જી અથવા તો અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેવી કે બ્રોકાઈટીસ, ફેફસાનાં ચેપનાં કારણે પણ ઉધરસ આવે છે. તે માટે નીચેના ઉપાયો કરવા.
નિલગિરીનું તેલ : જો તમારું બાળક બે વર્ષથી ઓછી ઉંમર નું છે તો તેનાં તકિયા પર નિલગિરીનાં તેલનાં થોડા ટીપા લગાવો તેનાથી તેનું નાક ખૂલી જશે અને તેને બંધ નાકથી તરત જ રાહત મળશે. તમે તેનાં કપડા પર પણ નીલગીરીનાં તેલનાં થોડા ટીપા લગાવી શકો છો. ઉધરસની સ્થિતિ સુધરશે અને બાળકને આરામ મળશે. ધ્યાન રાખો કે, આ તેલથી બાળક નાં ગળા પર માલિશ ના કરવું.
ગરમ સૂપ : બાળકને મિક્સ શાકભાજી અથવા ચિકનનું ગરમ સૂપ આપો તેનાથી બાળકને ઉધરસથી જલ્દીથી રાહત મળશે. તેનાથી તેના ગાળાનાં કફમાં પણ ઘટાડો થશે.
સાકર : ગળામાં થતાં દુઃખાવાથી છુટકારો મેળવવા માટે બાળકોને સાકર આપવામાં આવે છે. નાના બાળકો સાકર ખૂબ જ ઉત્સાહથી ચૂસે છે. માનવામાં આવે છે કે, સાકર ગળામાં ભેજ જાળવી રાખે છે. એનાથી ગળામાં બળતરા ઓછી થાય છે. સાકરની જેમ જ કેટલીક પીપરમેન્ટ પણ માર્કેટમાં મળે છે જે ગળાનાં દુઃખવા માટે ઉપયોગી છે.
હળદર : હળદર ઘણા રોગની એક દવા છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. ઘરેલુ નુસ્ખાઓ માં તેનો ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઉધરસ માટે હળદર સાથે અલગ અલગ વસ્તુઓ મિક્ષ કરવામાં આવે છે. જેમ કે, એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર બાળકને પીવડાવી દો બાળકને ઉધરસથી આરામ મળી જશે. એ રીતે હળદર અને મધ મિક્સ કરીને આપવાથી પણ બાળકને રાત્રિનાં સમયમાં આવતી ઉધરસથી રાહત મળે છે. ધ્યાન રાખવું કે ૧ વર્ષથી મોટી ઉમરનાં બાળકને જ હળદર સાથે મધ મિક્સ કરીને આપવું.