રવિવાર નાં દિવસે આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે સૂર્યદેવ, અને મળે છે મહાલાભ

દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનાં જીવનમાં કોઈ પરેશાની ન આવે અને તે પરેશાની દૂર કરવા માટે તે પ્રયાસ પણ કરે છે. પરંતુ પરેશાની તો આવ્યા જ કરે છે. ઘણી પરેશાનીઓ નું સમાધાન ડોક્ટર પણ નથી કરી શકતા. જન્મકુંડળી નાં આધારે અમુક પરેશાનીઓ નું કારણ સમજી શકાય છે. ઘણા એવા એવા કષ્ટો જીવનમાં આવે છે કે, જે જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ હોવાના કારણે આવે છે. તેને કઈ રીતે દૂર કરવા તેના ઉપાય આ મુજબ છે.
- જીવનમાં દરેક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ૫,૧૧ કે ૪૩ રવિવારનું વ્રત રાખવું.
- રવિવાર નાં દિવસે હરિવંશ પુરાણ ની કથા સાંભળવી અને વાંચવી. મીઠી વસ્તુ નાખી અને સૂર્યદેવને અર્ધ્ય આપવું.
- સોનું, તાંબુ અને ગોળનું દાન કરવા માટે રવિવારનો દિવસ શુભ ગણવામાં આવે છે.
- મનમાં સકારાત્મક ભાવના રાખવી.
- લાલ મણી ધારણ કરવો જો તે સંભવ ના હોય તો તાંબાની વીંટી પણ ધારણ કરી શકાય છે.
- વહેતા જળમાં ગોળ પ્રવાહિત કરવો.
- ઘર નો મુખ્ય દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ.
- રવિવાર નાં દિવસે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા થી દરેક મુશ્કેલી દૂર થાય છે.
- સુર્યાસ્ત નાં સમયે કીડીઓ નું કીડીયારુ ખાંડ થી પુરવુ.
- વડીલોના આશિષ મેળવવા અને તેની સેવા કરવી.
- ઘર માં પલંગ નાં એક ખૂણામાં ત્રાંબાની ખીલી રાખવી.
- સૂર્ય ઉચ્ચ હોય તો સૂર્યની વ્સ્તુઅઓ નું દાન કરવું. સૂર્ય નીચનો હોય તો સૂર્યની વસ્તુઓનું દાન ન લેવું.
- રવિવાર નાં દિવસે બપોર ભોજન માં દહીંનું સેવન કરવું.
- રવિવાર નાં દિવસે સૂર્યના મંત્રો નાં જાપ કરવા જો તમારાથી શક્ય ન હોય તો કોઈ બ્રાહ્મણ પાસે કરાવવા.
- કમળ નાં લાલ ફૂલને અગિયાર કે એકવીસ રવિવાર સુધી ભગવાન ગણપતિ ને ચડાવવા. સૂર્ય જો પાપ ગ્રહ વિશેષ રૂપથી શનિ કે રાહુ ની સાથે હોય તો રુદ્રાભિષેક કરવો અથવા બ્રાહ્મણ પાસે કરાવવો.
- રવિવાર નાં દિવસે તલનું દાન કરવાથી સૂર્ય થી શાંતિ મળે છે.
- સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સવારે સૂર્ય જ્યારે અડધો જ નીકળ્યો હોય ત્યારે લાલ ફૂલ અને સૂર્યને અધ્ય આપવું.