રેખા ને કારણે શાહરુખ ખાન સામે નમી ગયા અમિતાભ બચ્ચન, કહયું જયારે શાહરુખ ખાન મળશે ત્યારે માફી જરૂરથી માંગીશ

આ સદી નાં મહાનાયક એટલે કે, અમિતાભ બચ્ચન પ્રસિદ્ધ શો “કોન બનેગા કરોડપતિ” માં દર્શકો નું મનોરંજન કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન નો આ શો હંમેશા દર્શકો ની વચ્ચે ચર્ચાનો વિષય રહીયો છે. હાલમાં અમિતાભ બચ્ચન નાં આ શો માં મુનિ સ્મૃતિ ને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે વિવાદિત સવાલ નાં કારણે ચર્ચામાં રહ્યો હતો. શો માં કન્ટેસ્ટન્ટ ને અભિતાભ બચ્ચન ને મુનિ સ્મૃતિ નાં સંબંધમાં એક સવાલ પૂછ્યો હતો અને તેનાં લીધે તેના પર એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. જોકે અમિતાભ બચ્ચન આ શો એક નવા જ કારણે ચર્ચામાં છે. આ વખતે રેખા રાની નામની કન્ટેસ્ટન્ટે અમિતાભ ને શાહરૂખ ખાન પાસેથી માફી માંગવા પર મજબુર કરી દીધા. આવો જાણીએ આખરે આવું કઈ રીતે બન્યું.
હકીકત માં કોન બનેગા કરોડ પતિ ની આ ૧૨ મી સીઝન માં હાલનાં એપિસોડમાં રેખા રાની નામની એક માં કન્ટેસ્ટન્ટ આવ્યા ખેલ સાથે જ રેખા પોતાની એકટીવીટી નાં લીધે રેખા બધા પર પ્રભાવ છોડવામાં કામયાબ રહી. ખેલ સમય દરમિયાન રેખા એ જણાવ્યું કે, તે શાહરૂખ ખાન ની ખૂબ મોટી ફેન છે. અને સાથે જ તેને અમિતાભ બચ્ચન ને એમ પણ કહ્યું કે. તેની એક વાતને લઈને તે ખૂબ જ નારાજ ને દુઃખી છે. એવામાં અમિતાભ બચ્ચને પૂછ્યું ત્યારે આ પાછળ નું કારણ બતાવ્યું કે,
રેખા રાણી એ સ્પષ્ટ જણાવતા કહ્યું કે, મોહબતે ફિલ્મ નો એક કિસ્સો જણાવતાં તેણે અમિતાભ બચ્ચન ને કહ્યું કે જ્યારે તમે શાહરૂખ ખાન પર ફિલ્મ માં ગુસ્સો કરો છો, તે વાત તેને ખૂબ જ ખરાબ લાગી છે. અમિતાભ બચ્ચન સફાઈ આપે છે પરંતુ રેખા ની સામે અમિતાભ બચ્ચન ની એક વાત ચાલતી નથી. અમિતાભ બચ્ચન જણાવે છે કે, શાહરુખ ખાન પર તેઓ એ ફિલ્મમાં ગુસ્સો કર્યો છે. પરંતુ દિલ્હી થી આવેલી આ માં કન્ટેસ્ટન્ટ રેખા રાની ફિલ્મ “કભી ખુશી કભી ગમ” નો એક કિસ્સો કહેતા કહે છે કે, તે ફિલ્મ માં તમે શાહરૂખ ખાનની ઘરે થી બહાર મોકલી દીધા હતા કન્ટેસ્ટન્ટે પોતાનાં બાળપણ નો કિસ્સો સંભળાવતા કહ્યું કે, મેં મોહબતે ફિલ્મ જોઈ હતી અને ત્યારે હું ખૂબ નાની હતી. જ્યારે તમે ફિલ્મ માં શાહરૂખ ખાન ને ઘરે થી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારે હું ખૂબ રડી હતી. ત્યાં આગળ અમિતાભ બચ્ચન સફાઇ આપતા કહે છે કે, આવું કરવું સ્ક્રિપ્ટ ની માંગ હતી.
શાહરુખ ખાન પાસેથી માફી
જ્યારે અમિતાભ બચ્ચન લાગ્યું કે હવે સ્થિતિ નિયંત્રણ માં નથી. ત્યારે અમિતાભ બચ્ચન આ બાબત ને પૂર્ણ કરવા પ્રયાસ કરતા નજર આવે છે. તેમણે આ કન્ટેસ્ટન્ટ ને કહ્યું કે, ત મે આ વાત થી દુઃખી છો. અને તમારું દિલ દુભાવ્યું છે, તો તેની પાસે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચને હાથ જોડીને શાહરુખ ખાન પાસેથી માફી માંગી. એટલું જ નહીં અમિતાભ બચ્ચને આગળ એ પણ જણાવ્યું કે, જ્યારે તે શાહરૂખ ખાન ને મળશે ત્યારે તેની માફી માંગી લેશે. અમિતાભ બચ્ચન નું એટલું કહેવાથી કન્ટેસ્ટન્ટ રેખા રાની શાંત થયા અને તેમનાં ચહેરા પર મુસ્કાન આવી.
અમિતાભ બચ્ચન નું ખૂબ જ સન્માન કરે છે શાહરુખ ખાન
શો માં એકવાર ફરી અમિતાભ બચ્ચન મહાનતા જોવા મળે છે. જોકે. રિયલ લાઇફ માં શાહરુખ ખાન અમિતાભ બચ્ચન નું ખૂબજ સન્માન કરે છે. શાહરુખ ખાન ઘણી વાર કહી ચૂક્યા છે કે, અમિતાભ બચ્ચન નું તે ખૂબજ સન્માન કરે છે. અને તેનાથી ખૂબ જ પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન પણ મહેમાન તરીકે એક વાર અમિતાભ બચ્ચન નાં શોમાં આવ્યા હતા. આ સમય દરમિયાન શાહરૂખ ને આ વાત જણાવી હતી કે, જ્યારે તે નાના હતા ત્યારે અમિતાભ બચ્ચન ની ફિલ્મો જોતા હતા. અને અમિતાભ બચ્ચન ને જોઈ ને તેને ફિલ્મો માં આવવાની પ્રેરણા મળી હતી.