રોજ સવારે ૩ લાખ રૂપિયાની ચા પીવે છે નીતા અંબાણી, બાકી દિવસ નાં ખર્ચા સાંભળીને તમારા હોંશ ઉડી જશે

મુકેશ અંબાણી ને આ દેશમાં કોણ નથી ઓળખતું. દુનિયાભરમાં જેટલા મુકેશ અંબાણી ફેમસ છે તેટલાજ ફેમસ તેમના પત્ની નીતા અંબાણી પોતાની લાઈફ સ્ટાઈલને લઈને છે. નીતા અંબાણી દેશનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન છે. આજના સમયમાં નીતા અંબાણી ની લાઇફ સ્ટાઇલ ને બોલિવૂડનાં કોઈ સ્ટાર્સ ટક્કર આપી શકતા નથી.
આજે નીતા અંબાણી ભલેજ રોયલ લાઈફ સ્ટાઈલ જીવતા હોય પરંતુ એક સમય એવો હતો કે, જ્યારે તે એક સ્કૂલનાં ટીચર હતા. અચાનકજ એક દિવસ તેમનું ભાગ્ય બદલાયું અને આજે આપણામાંથી બધા જ તેને ઓળખવા લાગ્યા છીએ. તમને જણાવે દઈએ કે, આજે અમે તમને નીતા અંબાણીનાં જીવન સાથે જોડાયેલ કેટલીક વાતો વિશે જણાવવાના છીએ.
તમને જાણીને આશ્ચર્ય થશે ,કે નીતા અંબાણી એક સામાન્ય પરિવાર નાં સંતાન છે. તેઓને ડાન્સ નો ખૂબજ શોખ હતો તેથી તે ભરતનાટ્યમ કરતા હતા. તેમણે ઘણા શો પણ કર્યા છે. એવા જ એક શો દરમ્યાન તેમની મુલાકાત મુકેશ અંબાણીનાં પિતા ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેન સાથે થઈ હતી. ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેન એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેઓએ નીતા અંબાણી ને જોયા હતા. અને જોતાની સાથે જ તે ઓને નીતા ખૂબ જ પસંદ આવ્યા અને તેઓએ નીતા અંબાણી ને પોતાના ઘરની વહુ બનાવવાનું નક્કી કરી લીધું.
બસ આજ રીતે નીતા અંબાણી નાં લગ્ન દેશનાં સૌથી મોટા પરિવાર માં થઈ ગયા. ત્ત્યારબાદ થી નીતા અંબાણી ની લાઇફ સ્ટાઇલનાં દરેક કોઈ ફ્રેન્સ છે. નીતા અંબાણી પરિવારની સાથે સાથે બિઝનેસ માં પણ પોતાના પતિ મુકેશ અંબાણીનો સાથ આપે છે. નીતા અંબાણી પોતાની ફિટનેસનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. નીતા અંબાણીનો દિવસ દરમિયાન નો ખર્ચો જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આપણામાંથી કેટલાક લોકોની વર્ષ ની કમાણી નહીં હોય તેટલો ખર્ચો તેમનો ફક્ત એક દિવસનો છે.
સામાન્ય લોકોની જેમ નીતા અંબાણી નાં દિવસની શરૂઆત એક કપ ચા સાથે શરૂ થાય છે. પરંતુ નીતા અંબાણી જે ચા પીવે છે. તે બિલકુલ પણ સામાન્ય લોકો જેવી નથી. નીતા અંબાણીનાં એક કપ ચાની કિંમત સામાન્ય વ્યક્તિનાં વાર્ષિક પગાર જેટલી છે. નીતા અંબાણી જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરિટીક નાં કપમાં ચા પીવેછે. આ કપ ની બોર્ડર સોના થી બનાવેલ છે. નીતા અંબાણી ની પાસે દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડનાં પર્સ છે. તેમને મોંધા પર્સ, સેન્ડલ નો ખૂબ જ શોખ છે. પેડ્રો, ગોયાડ, ચનેલ, અને જીમ્મી ચુ કેરી વગેરે દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડનાં ચંપલ અને સેન્ડલ તેમ ની પાસે છે. કેટલીક ખબરો પરથી જાણવા મળ્યું છે કે, નીતા અંબાણી એકવાર પહેરેલ ચંપલ બીજી વાર ફરીથી પહેરતા નથી. નીતા અંબાણીને જવેલરી પહેરવાનો પણ ખુબ જ શોખ છે. તે હંમેશા ગોલ્ડ અને ડાયમંડ ની જ્વેલરી કેરી કરે છે. તેમની પાસે લાખો લાખો થી લઇને કરોડો સુધીની વીંટીઓ છે.
તમને જણાવી દઈએ કે, નીતા અંબાણીએ પોતાના દીકરાનાં લગ્નમાં ૪૦ લાખ રૂપિયાની ડીઝાઈનર સાડી પહેરી હતી. અને તેને પહેરીલી આ સાડીને ગિનીશ બૂક રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવી છે. આ સાડીને તૈયાર કરવામાં લગભગ એક વર્ષથી વધારે સમય લાગ્યો હતો.