રોજ સવારે ઊઠીને જરૂર કરો આ ૪ કામ, માં લક્ષ્મી થશે પ્રસન્ન, ધન-સંપત્તિની થશે વર્ષા

આ સંસારમાં દરેક લોકોની ઇચ્છા હોય છે કે, તેનું જીવન સુખ પૂર્વક પસાર થાય અને વ્યક્તિ ની દરેક જરૂરિયાતો પૂરી થઈ શકે. દરેક વ્યક્તિ એક ખુશહાલ અને ધનથી સમૃદ્ધ જીવન વ્યતિત કરવાનું પસંદ કરે છે. તેની જરૂરિયાતો પૂરી કરવા માટે અને સમાજમાં ઊઠવા બેસવા માટે ધન કમાવવા ની કોશિશમાં લાગી રહે છે. એવું જોવા મળે છે કે, વર્તમાન સમયમાં પૈસા ખૂબ જ જરૂરી છે જો કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય તો તેની દરેક જરૂરિયાતો પૂરી કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધનસંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે.
જો તમને પણ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો, પ્રાચીન પરંપરા માં કેટલાક કાર્યો જણાવવામાં આવ્યા છે. જો આ કાર્યોને રોજ નિયમિત રૂપથી સવારે ઊઠીને કરવામાં આવે તો તમારા ઘરમાં ધન સંપત્તિની કમી રહેતી નથી. ચાલો જાણીએ તે કર્યો વિશે
ઘરનાં મુખ્ય દ્વાર પર બનાવો રંગોળી
મોટેભાગે લોકોને ખ્યાલ હશે કે પહેલા નાં જમાનામાં રંગોળી બનાવવાની પરંપરા હતી. લોકો દરરોજ ઘરનાં દ્વાર પર રંગોળી બનાવતા હતા ને માં લક્ષ્મી જી નું સ્વાગત કરતા હતા જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો રોજ સવારનાં સમયે ઊઠીને ઘરનાં મુખ્ય દ્વાર ની સફાઈ કરી ને ત્યાં એક સુંદર રંગોળી બનાવવી. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય થી ધનની દેવી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં તેનો વાસ રહે છે.
ઘરમાં તુલસી જળ નો છટકાવ કરો
જો તમારા ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવા ઈચ્છતા હોવ અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરીને તાંબાના લોટામાં જળ લઈ તેમાં તુલસીનાં પાન રાખી તે જળ નો ઘરનાં મુખ્ય દ્વાર પર અને દરેક રૂમ માં છટકાવ કરો.
ઘરનાં મંદિરમાં ઘી નો દીવો કરો
આપણા ઘરનાં પૂજાસ્થાન ને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે ઘરમાં મંદિર માં દરરોજ પૂજા થાય છે તે ઘર પરિવાર પર દેવી-દેવતાઓ નાં આશીર્વાદ રહે છે. તેથી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ ઘરનાં મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો જરૂર કરવો. એવું કરવાથી ભગવાન નાં આશીર્વાદ બની રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. દીવો કરવાથી વાતાવરણ પણ સકારાત્મક બને છે.
તુલસી નાં છોડને જળ અર્પણ કરવું
હિન્દુ ધર્મમાં તુલસી ને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. જે ઘર ની અંદર તુલસીનો છોડ હોય છે તે ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. રોજ સવાર નાં સમયે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવું જોઇએ. એવી માન્યતા છે કે, જે ઘરની અંદર નિયમિત રૂપથી તુલસીજી ની પૂજા કરવામાં આવે છે ત્યાં ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. તુલસીજી ભગવાન વિષ્ણુજી ને પ્રિય છે તેથી તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ તમારા પર બની રહેશે. તુલસીને જળ અર્પણ કરતી વખતે “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ કરવો.