રાશિફળ તમારી જન્મ ની તારીખ પરથી જાણો, કેવુ રહેશે તમારા માટે નવું વર્ષ

રાશિફળ તમારી જન્મ ની તારીખ પરથી જાણો, કેવુ રહેશે તમારા માટે નવું વર્ષ

૨૦૨૦ આખી દુનિયા માટે ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે એવામાં દરેક લોકો ને ૨૦૨૧ નાં વર્ષ થી ખૂબ જ આશા છે. દરેક વ્યક્તિ એ જાણવા ઈચ્છે છે કે, ૨૦૨૧ નું વર્ષ તેમનાં માટે કેવું રહેશે. જણાવી દઈએ કે, જન્મ ની તારીખ નો દરેક વ્યક્તિ નાં જીવન પર ખૂબ જ પ્રભાવ પડે છે. એવામાં જન્મ ની તારીખ અનુસાર દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે તો ચાલો જાણીએ આવનાર વર્ષ ૨૦૨૧ કયા મૂળાંક વાળા લોકો માટે શુભ રહેશે અને કયા લોકોને સાવધાન રહેવાની જરૂર છે.

મૂળાંક ૧

૧, ૧૦, ૧૯ અને ૨૮ નાં જન્મેલ લોકો માટે મૂળાંક ૧ હોય છે ૨૦૨૧ ૧ મૂળાંક વાળા લોકો માટે સામાન્ય રહેશે. આ વર્ષ તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. તમારી મહેનતથી તમને સારું પરિણામ જલદીથી પ્રાપ્ત થશે.ઓફિસમાં સિનિયર ઓફિસર તમારા કામની પ્રશંસા કરશે એવામાં તમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે ૨૦૨૧ નું વર્ષ સારું રહેશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓએ વધારે મહેનત કરવાની જરૂર રહેશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકો એ પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવાની જરૂર રહેશે અન્યથા કોઈ મોટું નુકસાન થઈ શકે છે.૨૦૨૧ માં જો તમે કોઈ રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેનાં માટે સમય યોગ્ય નથી. પરિવાર નું વાતાવરણ આનંદમય બની રહેશે. દામ્પત્યજીવનમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે જોકે તે જલદીથી દૂર થઈ જશે.

મૂળાંક ૨

૨, ૨૦, ૧૧ અને ૨૯ ના જન્મેલા લોકોનો મૂળાંક ૨  હોય છે નવું વર્ષ મૂળાંક ૨ માં જન્મેલા લોકો માટે ખૂબ લાભદાયી રહેશે તમારા મહેનતનું ફળ મળશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે તમે ઊર્જાવાન બની રહેશો. પ્રેમ સંબંધ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. જે જાતકો રિલેશનશિપમાં છે તે તેમના સંબંધને આગળ વધારી શકશે અને લગ્નનો વિચાર પણ કરી શકે છે. નોકરીયાત લોકોને સ્થાન પરિવર્તન થઈ શકે છે. સમાજમાં તમારી માન સન્માનમાં વધારો થશે. વિવાહિત લોકોના જીવનમાં નવી જવાબદારીઓ આવી શકે છે. આ વર્ષ તમારે કોઈ લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. પરિવાર નું વાતાવરણ સુખમય અને શાંતિ પૂર્ણ રહેશે.

મૂળાંક 3

મૂળાંક ૩ એ લોકો નો હોય છે જેનો જન્મ ૩, ૧૨, ૨૧ કે ૩૦ તારીખે થયો હોય. મૂળાંક 3 વાળા લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે કેટલાક જરૂરી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો જેનાથી તમારું મન શાંત થશે. વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ  ખૂબ જ મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની સંભાવના છે. પ્રેમ સંબંધમાં રહેલ લોકોએ માટે ૨૦૨૧નું વર્ષ સારું રહેશે. નોકરિયાત લોકોને સારા સમાચાર મળી શકે છે. આ મૂળાંક નાં લોકોને ખર્ચમાં વધારો થશે આર્થિક તંગી પણ આવી શકે છે. આ વર્ષે માનસિક રૂપથી મજબૂત રહેવાની જરૂર રહેશે.

મૂળાંક ૪

૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૪ હોય છે મૂળાંક ૪ વાળા લોકો માટે આ વર્ષ મિશ્રિત રહેશે. તમારી ઈમાનદારી અને મહેનત તમને સફળતા અપાવશે. આ વર્ષે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમને ખુશી મળશે. પ્રેમ સંબંધ આગળ વધશે વિદ્યાર્થીઓ માટે વર્ષ મધ્યમ રહેશે અને થોડી મુશ્કેલીઓ આવશે. વેપારી લોકો માટે ૨૦૨૧ ખૂબ જ સારું રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધનલાભ થશે. દાંપત્યજીવન સામાન્ય રહેશે. વર્ષ નાં મધ્યમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે.

મૂળાંક ૫

૫, ૪ અને ૨૩ તારીખે જન્મેલ લોકો નો મૂળાંક ૫ હોય છે. વર્ષ ૨૦૨૧ મૂળાંક ૫ વાળા લોકો ને સૌથી વધારે પ્રભાવિત કરનાર રહેશે. એટલા માટે કે, આ વર્ષનો મૂળાંક  પણ ૫ થાય છે. (૨+૦+૨+૧=૫) માટે ૫ મૂળાંક  વાળા લોકો એ પૂરો લાભ ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકશો. પરીક્ષાઓમાં સફળતા મળશે પ્રેમ સંબંધ માટે આ વર્ષ સારું રહેશે. કેટલાક લોકો પ્રેમ વિવાહ પણ કરી શકે છે. પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ આવશે. નોકરીયાત લોકોને ૨૦૨૧ માં સાવધાન રહેવું. આર્થિક સ્થિતિ ની બાબત માં વર્ષ સારું રહેશે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે અને વેપારનો વિસ્તાર થઈ શકે છે.

મૂળાંક ૬

૬, ૧૫ અને ૨૪  તારીખન નાં જન્મેલ લોકોનો મૂળાંક ૬ હોય છે અંક જ્યોતિષ મુજબ તમારા માટે આ વર્ષ ઉત્તમ રહે.શે તમારા જીવનસાથી તમને ખુશ રાખવાની કોશિશ કરશે. તીર્થયાત્રા પર જવાનું થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે વર્ષની શરૂઆતમાં તમારા પરિવારના લોકો સાથે કઈ ફરવા જવાનું આયોજન થઇ શકે છે. તમારા મનમાં દરેક વ્યક્તિ માટે સારી ભાવના રહેશે. આ વર્ષે તમારી નોકરીમાં પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. આ વર્ષે તમે તમારી કાર્યક્ષમતાનો સારી રીતે પ્રયોગ કરી શકશો.

મૂળાંક  ૭

૭, ૧૬ અને ૨૫ નાં જન્મેલા લોકો માટે મૂળાંક ૭ હોય છે. ૨૦૨૧ તમને પ્રગતિ અપાવનાર રહેશે. આવક નાં નવા સ્રોતો મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થશે.. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન દેવાની જરૂર છે કારણ કે, મહેનત કર્યા વગર સફળતા મળતી નથી. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને સારા પરિણામ મળશે. જીવનસાથી સાથે કોઇ વાત ને લઈને વિવાદ થઈ શકે છે જોકે ધીરે ધીરે વર્ષના અંત સુધી તમારા સંબંધ મજબૂત થઈ જશે. બિઝનેસ કરવા વાળા લોકો માટે ૨૦૨૧ ખૂબ જ લાભદાયક રહેશે

મૂળાંક ૮

૮, ૧૭ અને ૨૬ તારીખ નાં જન્મેલા લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. તમારા ઉદાસીનતા  અને ગંભીરતા ભરેલા વ્યક્તિત્વમાંથી બહાર નીકળવું અને વ્યવહારિક જીવન જીવવાની કોશિશ કરવી. જો તમે પ્રેમ સંબંધ  માં છો તો તમારા પાર્ટનરને કંઈક નવું કરીને ઈમ્પ્રેસ કરી શકો છો. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન દેવાની જરૂર છે અન્યથા કોઈ મોટી પરેશાની આવી શકે છે. ખાનપાન સંતુલિત કરવાથી તમારી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. નોકરીયાત લોકો માટે સારું રહેશે અને કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મચારીઓને સાથ મળી રહેશે. આ વર્ષ વેપારી લોકોને વેપારમાં તેજી આવશે અને લાભ મળશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળશે અને તેઓ આ વર્ષ ખૂબ જ ખુશ રહેશે. કેટલીક નવી વસ્તુઓનો અનુભવ તમને થઈ શકે છે.

મૂળાંક ૯

૯, ૧૮ અને ૨૭ તારીખ નાં જન્મેલા લોકો માટે મૂળાંક ૯ હોય છે. આ વર્ષ તમારી ખૂબ જ પ્રગતિ થશે. દરેક તરફથી લાભ જ લાભ મળી રહેશે. ૨૦૨૧ માં તમને ઘણું નવું શીખવા મળશે. જો તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઇચ્છતા હો તો નકામા ખર્ચાઓ પર કાબૂ રાખવો. પારિવારિક જીવનમાં આ વર્ષ સંતુલિતા રહેશે. પરિવાર નાં સભ્યો વચ્ચે પ્રેમ અને સ્નેહ ની ભાવના બની રહેશે. વિદ્યાર્થીઓને આ વર્ષ ખૂબ મહેનત કરવાની જરૂર રહેશે ત્યારે જ ઈચ્છા  અનુસાર પરિણામ મળશે. નોકરીયાત લોકોને વર્ષની શરૂઆતમાં સારું રહેશે પરંતુ મધ્યમાં કાર્યક્ષેત્રમાં ઘણી પરેશાનીઓ આવી શકે છે જોકે આ વર્ષ માં તમને પ્રમોશન અને પગાર વધવાના યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્ય માટે આ વર્ષ તમારે સારું રહેશે. પરંતુ આંખ સંબંધી સમસ્યા થઈ શકે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *