રસોડામાંથી જ મળી રહે છે સૌંદર્ય માટેનાં ઉપાયો, ઘરેલું નુસખાથી દૂર થઈ શકે છે ચહેરા પરના ડાઘ અને ધબ્બા

રંગ ગોરો હોય કે કાળો પણ દરેકની ઇચ્છા હોય છે કે, તેનો ચહેરો ખુબ જ સુંદર દેખાય જો ચહેરા પર ડાઘ અને ધબ્બા હોય તો ચહેરાની સુંદરતા સમાપ્ત થઇ જાય છે. ચહેરો કેટલો પણ સુંદર કેમ ન હોય પણ જો તેના પર ડાઘ અને ધબ્બા હોય તો, તેની સુંદરતા ખતમ થઇ જાય છે. સુંદર ચહેરાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. અને ખાસ કરીને યુવાનો તેની સુંદરતા માટે હંમેશા ચિંતા કરતા હોય છે. આજ કારણે ફેસવોશ અને ક્રીમ યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે દરેક સુંદરતા માટે નો સામાન તમારા રસોડામાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક ઘરેલુ ઉપાયો છે જેનો તમે પ્રયોગ કરીને તમારા ચહેરા પરથી ડાઘ અને ધબ્બા પણ ગાયબ કરી શકો છો અને સુંદર ચહેરો પ્રાપ્ત કરી શકો છો.
લીંબુ
લીંબુમાં એવા ગુણ હોય છે કે તે શરીરમાંથી ગંદકી તો સાફ કરે છે સાથે જ ચહેરો નિખારવાનું પણ કામ કરે છે. લીંબુનો પ્રયોગ કરવાથી શરીરની અંદરની નહીં પરંતુ બહારની ગંદકી પણ સાફ થઈ જાય છે. લીંબુના રસમાં મધ મેળવી પેસ્ટ બનાવી લેવી આ પેસ્ટ ને સવાર-સાંજ પંદર મિનિટ સુધી લગાવવું. ત્યારબાદ હૂંફાળા પાણીથી મોઢું ધોઇ લેવું. આ પ્રયોગ દિવસમાં એકવાર કરવામાં આવે તો તમારા ચહેરા ઉપરના ડાઘ અને ધબ્બા ગાયબ થઇ જશે. અને ચહેરા પર લાલી આવી જશે.
ચણાના લોટ અને ગ્લીસરીન
૨ ચમચી ચણાનો લોટ અને તેમાં એક ચમચી ગ્લીસરીન અને એક ચમચી લીંબુનો રસ મેળવી અને પેસ્ટ બનાવી રોજ રાતે ચહેરા પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી લગાવી રાખવી અને ત્યારબા ચહેરો સાદા પાણીથી ધોઈ લેવો તેનાથીતમારા ચહેરાનું ખોવાયેલું પાછું આવી જશે.
ટામેટાં
ટામેટાં ખાવાથી તંદુરસ્તીમાં તો ફાયદો થાય જ છે સાથે-સાથે ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ અને ધબ્બા પણ ખતમ થઇ જાય છે. બે ચમચી ટામેટાંનો રસ અને તેમાં અડધી ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મધ ભેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ સવારે ચહેરા પર લગાવી મસાજ કરવું. દસ થી પંદર મિનિટ સુધી મસાજ કરવું. ત્યારબાદ પાંચ મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર રહેવા દેવું. ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો.
મધ
એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મેળવી અને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ તમારે આખી રાત ચહેરા પર લગાવી રાખવું. સવારે ઉઠીને હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો. આ પ્રયોગ એક સપ્તાહ સુધી કરવાથી ચહેરા પરના ડાઘ અને ધબ્બા દૂર થાય છે.
હળદર
એક ચમચી હળદર અને બે ચમચી દૂધની મલાઈ લઈ પેસ્ટ બનાવી. આ મિશ્રણને દિવસમાં બે વાર દસ મિનિટ સુધી ચહેરા પર રાખી અને પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો. ત્યારબાદ ચહેરા પર કાકડીનો રસ લગાવો. આ પ્રયોગ ચાર થી પાંચ દિવસ સુધી કરવાથી તમારી ચહેરા પરની રોનક પરત આવી જશે.
બટેટા
તમે બટેટાની શાક પાપડ અને ચિપ્સ ખાધી હશે.સાથે જ બટેટાનો રસ પણ ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ અને ધબ્બા દૂર થશે. દિવસમાં ત્રણ થી ચાર વાર આ રસ લગાવો. આ પ્રયોગ એક સપ્તાહ સુધી કરવાથી તમને અસર દેખાશે. બટેટાના બારીક ટુકડા કરી અને આંખો ઉપર લગાવવાથી આંખની નીચેનાં કુંડાળા પણ ગાયબ થઈ જશે.