રસ્તા પર બેસીને ખૂબ જ રડ્યા હતા, મુકેશ અંબાણી નાં દિકરી ઇશા અંબાણી આ કારણથી દૂર થયા ડાન્સ ક્લાસ થી

રસ્તા પર બેસીને ખૂબ જ રડ્યા હતા, મુકેશ અંબાણી નાં દિકરી ઇશા અંબાણી આ કારણથી દૂર થયા ડાન્સ ક્લાસ થી

દુનિયા નાં સૌથી અમીર ફેમિલી માં શામેલ અંબાણી ફેમિલી ફક્ત પોતાનાં બિઝનેસ માટે નહિ. પરંતુ તેની અંગત લાઈફ ને લઈને પણ હંમેશા ચર્ચામાં હોય છે. મુકેશ અંબાણી એ બિઝનેસ માં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. સાથે જ તેમનાં બાળકો પણ તેમનાં પિતાનાં નકશા કદમ પર ચાલી અને બિઝનેસ ની દુનિયામાં મશહૂર છે. મુકેશ અંબાણી ની લાડલી દિકરી ઇશા અંબાણી ને ફોર્ચ્યુન ઇન્ડિયા એ ભારતની સૌથી પાવરફુલ બિઝનેસ વુમન મહિલાઓની લિસ્ટમાં શામિલ કરીયા છે. ત્યાં જ ઈશાની માતા એટલે કે, નીતા અંબાણી દેશની સૌથી શક્તિશાળી સ્ત્રી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, ઈશા તેનાં ભાઈ આકાશ સાથે રિલાયન્સ નો રીટેઈલ અને ટેલિકોમ બિઝનેસ સંભાળે છે. એટલે કે ગૂગલ, ફેસબુક જેવી મોટી ઈન્ટરનેશનલ કંપની કંપનીઓને જિયો પ્લેટફોર્મ ની ભાગીદારી વેચવા, નેટમેડસ અને ફ્યુચર રિટેઈલ ની ભાગીદારી ખરીદવા માટેનાં કાર્યોમાં તેમની ભૂમિકા મહત્વની છે. તમને જણાવી દઈએ કે ફોર્ચ્યુન ઇન્ડિયા નાં લિસ્ટ માંઈશા ૧૬ માં નંબર પર છે. આવામાં આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા ઇશા અંબાણીનાં જીવન ની એક ખૂબ જ દિલચસ્પ ઘટના વિશે જણાવી રહ્યા છીએ.

ઈશા એ આ ઘટના બાદ ડાન્સ કલાસ જાવાનું છોડ્યું હતું

તમને જણાવી દઈએ કે, ઈશા અંબાણી સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ નો અભ્યાસ કરેલ છે. એમબીએ નાં અભ્યાસ બાદ એમસીકીનેય માં  બિઝનેસ એનાલિસ્ટ પદ પર કામ કર્યું હતું. સાથે જ ઘણી ચેરીટેબલ ઇવેન્ટમાં પણ જોવા મળે છે. આ જ નહીં પરંતુ ભારતીય કળાઓં ને પ્રમોટ કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ની પણ નીવ રાખી હતી. તમને જણાવી દઈએ કે, બિઝનેસમાં આવતા પહેલા ઈશા ને ડાન્સ માં ખુબ જ રસ હતો. જોકે, તેની માતા ડાન્સ નાં ખૂબ જ શોખીન છે. આજ કારણે તેની દીકરી પણ ડાન્સ શીખવા માંગતા હતા.

ઈશા ને પણ ડાન્સિંગ માં ખૂબ જ રૂચી હતી. પરંતુ તે સમય દરમ્યાન તેની સાથે એક ઘટના એવી બની કે તેઓ હંમેશા માટે ડાન્સ થી દૂર થઈ ગયા. હકીકતમાં એકવાર ઇન્ટરવ્યૂ માં નીતા અંબાણી એ આ ઘટના વિષે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે ઈશા પાંચ-છ વર્ષની હતી ત્યારે ઘરથી ડાન્સ ક્લાસ જવા માટે નીકળી હતી. અને રસ્તો ભૂલી ગઈ હતી. નીતા એ જણાવ્યું હતું કે, ઈશા ને દરરોજ ડાન્સ ક્લાસમાં છોડવા માટે કોઈને કોઈ જતું હતું. પરંતુ તે દિવસે તેને એકલા જ મોકલવામાં આવ્યા હતા કે, તેને રસ્તો યાદ રહે. પરંતુ ઘર નાં લોકો ને આ પ્રયાસ ખૂબ જ મોંઘો પડયો. ઈશા રસ્તો ભૂલી ગઈ અને રસ્તા પર બેસીને રડી રહી હતી. નીતા અંબાણી એ કહ્યું કે ત્યારે તેમને ડર લાગ્યો હતો કે, ઘરે કેમ જશે. આ ઘટનાથી તે ખૂબજ ડરી ગઈ પછી થી તે ફરી કયારેય ડાન્સ ક્લાસ ગયા જ નહીં.

નીતા અંબાણી એ પૂરી સ્કૂલ નું ટાઇમ ટેબલ બદલીયું

જણાવી દઈએ કે, નીતા અંબાણી પોતાનાં બાળકો ની પરવરિશ ખૂબ જ સારી રીતે કરી છે. તેઓ એ વાતને માને છે કે આવનાર સમય યુવાઓનો જ છે. એવામાં આપણે તેને સારા સંસ્કાર અને યોગ્ય કાર્ય પદ્ધતિ શીખવવા જોઈએ. એકવાર નીતા એ પોતાનાં બાળકોની વાત માનીને પુરી સ્કુલ નો ટાઈમ ટેબલ બદલ્યો હતો.  આકાશ એ સમયે ૭ મી અને ઈશા આઠમી કક્ષા માં અભ્યાસ કરતા હતા. એક દિવસ નીતા અંબાણી અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નું ટાઈમ ટેબલ બનાવી રહ્યા હતા. તે સમયે નીતા એ બધા પીરિયડ એક કલાક નાં રાખ્યા. એ જ સમયે ઈશા અને આકાશે કહ્યું કે, છેલ્લી વીસ મિનિટમાં તો અમને બધાને ઊંઘ આવી જાય છે. કારણ કે ૪૦ મિનીટ નાં ક્લાસ પછી અમારું અટેન્શન ઓછું થઈ જાય છે. બાળકોની આ વાત સાંભળી ને નિતા અંબાણી એ પૂરી સ્કુલ નું ટાઈમ ટેબલ બદલી નાખ્યું. અને મોટા બાળકો માટે ૪૦ મિનિટ નો પિરિયડ અને નાના બાળકો માટે ત્રીસ મિનિટ નો પિરિયડ કરી દીધો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઇશા અંબાણી એ પીરામલ ઇન્ડસ્ટ્રીઝ નાં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. જાણવામાં આવે છે કે, જ્યારે આનંદ પીરામલે ઇશા અંબાણી ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, મમ્મી ને પૂછીને જણાવીશ. ત્યારબાદ આનંદ હજી સુધી ઈશાને ચિડવે છે કે, ઈશા કોઈપણ કામ મમ્મી ને પૂછ્યા વગર કરતી નથી.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *