સાંભળવાની ક્ષમતા કમજોર થવા પર અજમાવો, આ ઘરેલૂ ઉપાયો

સાંભળવાની ક્ષમતા કમજોર થવા પર અજમાવો, આ ઘરેલૂ ઉપાયો

વધતી ઉમરની સાથે ઘણા લોકોને બહેરાપણા ની સમસ્યા થવા લાગે છે એટલે કે કારણે સાંભળવાની ક્ષમતા પર અસર પડે છે અને ઘણા લોકોને તો કાનમાં દુખાવો પણ થાય છે બહેરાપણા સમસ્યા થાય ત્યારે તેને નજર અંદાજ ન કરવી તેનો ઈલાજ કરાવવો જરૂરી છે સમય રહેતા આ સમસ્યાનો ઇલાજ કરી લેવામાં આવે તો તે બરાબર થઈ જાય છે જો આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો સાંભળવાની ક્ષમતા પૂરી રીતે ખતમ થઈ શકે છે. બહેરાપણા ની સમસ્યા થાય ત્યારે ડોક્ટર પાસે ઈલાજ કરવો અથવા તો નીચે બતાવેલ ઘરેલુ ઉપાયો પણ કરી શકો છો. આ ઉપચારોની મદદથી ઓછું સાંભળવાની સમસ્યામાંથી રાહત મળે છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે

તજ અને મધ

તજ અને મધ ની મદદથી ઓછું સાંભળવાની ક્ષમતા ને બરાબર કરી શકાય છે સાંભળવાની ક્ષમતા ઓછી થવા પર મધ અને તજ સાથે જોડાયેલા ઉપાય કરવા ઉપાય માટે તજ અને મધનું પાણી સાથે સેવન કરવું એક ગ્લાસ પાણી ની અંદર એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર ઉમેરીને ત્યારબાદ આ પાણીનું સેવન કરવું. રોજ સવારે આ પાણી પીવાથી કાન પર સારી અસર પડે છે આ ઉપરાંત તમારા કાનની અંદર તજ નાં તેલ નાં ટીપાં પણ નાખી શકો છો. આ તેલ નાં ટીપા કાનમાં નાખવાથી આરામ મળે છે.

લીમડાનું તેલ

લીમડાનું તેલ કાન માં નાખવાથી સાંભળવાની ક્ષમતા માં સુધારો થાય છે લીમડાનું તેલ રૂ ની મદદથી દિવસમાં ત્રણ-ચાર વવાર નાખવાથી તમને તરત જ આરામ મળશે.

અશ્વગંધા

 

સાંભળવાની ક્ષમતા મજબૂત બની રહી માટે અશ્વગંધાનું સેવન કરવું જોઇએ. તેનું સેવન કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થાય છે તમે અશ્વગંધા પાવડર ને ગરમ પાણી અથવા દૂધ સાથે લઇ શકો છો તેનું રોજ સેવન કરવાથી બહેરાપણા ની સમસ્યા દૂર થાય છે.

ડુંગળી

ડુંગળીને ૧૫ મિનિટ સુધી પાણીમાં રાખી અને ઉકાળવી ત્યારબાદ પાણીને ગાળીને ઠંડુ કરી તે પાણી નાં ટીપા નાખવા રોજ આ ઉપાય કરવાથી સાંભળવાની ક્ષમતા બરાબર થઈ જાય છે.

સફરજન

સફરજન નાં વિનેગર માં મેગ્નેશિયમ અને જીંક હોય છે જે કાનની માંસપેશીઓ માં સુધારો લાવવામાં મદદ કરે છે. એવામાં તમારી સાંભળવાની ક્ષમતા પર સારી અસર પડે છે. એક  ગ્લાસ પાણીની સાથે મધ અને એક ચમચી એપલ વિનેગર મેળવી અને રોજ સેવન કરવું જોઈએ.

સરસવનું તેલ

સરસવ નાં તેલ ને ઉત્તમ ગણવામાં આવે છે. તેની મદદથી ઓછું સાંભળવાની સમસ્યા દૂર થાય છે. સાંભળવાની સમસ્યા થવા પર મધ અને સરસવ નાં તેલ ને ભેળવીને તેની કેટલાક ટીપાં દિવસમાં ત્રણવાર નાખવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો આવે છે. આ ઉપરાંત સરસવ નું તેલ ગરમ કરી રૂ ની મદદથી કાનમાં નાખી શકાય છે.

આદુ

આદુનો રસ સાંભળવાની ક્ષમતાને વધારે છે અને બહેરાપણા ને દૂર કરે છે. એક ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવું ત્યાર બાદ તેમાં આદુ નાંખીને ઉકાળવું પાંચ મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી આ પાણીને ગાળીને તેમાં મધ ઉમેરીને પીવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો આવે છે.

એક્યુપ્રેશર

એક્યુપ્રેશર ની મદદથી પણ સાંભળવાની ક્ષમતાને વધારી શકાય છે. એક્યુપ્રેશર કાનની ઉપર નાં ભાગે બે આંગળીઓ થી ધીરે ધીરે કાનને વાળવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો આવે છે. દિવસમાં આ પ્રક્રિયા ત્રણ-ચાર વાર કરવી એવું કરવાથી સાંભળવાની શક્તિમાં સુધારો આવી શકે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *