સફળ કેરિયર માટે કોમ્પ્યુટર ને રાખો સાચી દિશામાં, પડશે વિશેષ પ્રભાવ

સફળતા મેળવવા માટે સૌથી પહેલા એ જરૂરી છે કે, તમારી દૈનિક દિનચર્યા ના ઉપયોગ માં આવતા ટુલ્સ, ચીજવસ્તુઓ દરેકને સાચી દિશામાં રાખો. જો આપણે આપણા મોબાઈલ પર ખૂબ જ વધારે ઇન્ટરનેટ થી આપણું કાર્ય કરીએ છીએ તો તેનાં માટે પણ જો આપણે વાસ્તુ વૈબ્રેસન અનુસાર નોર્થ ઈસ્ટમાં કામ કરીશું કે દક્ષિણ કે પશ્ચિમ ની દિશા માં કામ કરશો તો કામ સારી રીતે થવામાં મદદ થશે અને કામમાં એકાગ્રતા વધશે. જો ઘર કે કાર્યાલયની દિશા ક્ષેત્ર બરાબર હશે તો ત્યાં મન પણ લાગેલું રહેશે અને ઝડપથી કાર્ય પૂર્ણ થઇ શકશે.
એવી જ રીતે કોમ્પ્યુટરનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું યોગદાન છે. કોમ્પ્યુટર જો ઘરમાં હોય અને તેનાં દ્વારા કામ કરવામાં આવે છે તો તેને દક્ષિણ અને પૂર્વ દિશા માં રાખવાથી લાભ થાય છે. પછી ભલે તે બાળકો માટે હોય કે મોટા માટે હોય આ દિશા માં બાળકો કોમ્પ્યુટર પર અભ્યાસ કરેછે તો લાભ મળે છે. આ દિશામાં કોમ્પ્યુટર પર કરવામાં આવેલ કામ માં બાળકોનું ધ્યાન રહે છે. ઉત્તર દિશામાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. ત્યાં કામ કરવાથી મોટા લોકોને કામ પ્રત્યે એકાગ્રતામાં વધારો થાય છે. જે લોકો પોતાના કારકિર્દીમાં આ દિશાને લઇને કોઈ પ્રકારના ભ્રમ માં રહે છે અથવા તો પોતાના કેરિયરને લઇને કોઈ નિર્ણય લઈ શકતા નથી તેના માટે આ સ્થાન ખૂબ જ લાભદાયક રહેશે.
જો કોઈ વ્યક્તિ ત્યાં પોતાનું ડેસ્કટોપ કોમ્પ્યુટર રાખીને કામ કરે છે તો તેના વિચારમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અહી ટીવી નું ના હોવું યોગ્ય ગણાય છે. અને કોઈપણ મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવતી નથી. ઉત્તર થી પૂર્વ પૂર્વ થી પૂર્વ તરફ સુધી નાં તરંગો સારી રીતે કાર્ય કરશે એ વાતનું વિશેષ ધ્યાન રહે કે, ઘરમાં કે ઓફિસમાં આ બંને ખૂણાને પૂરી રીતે સાફ રાખવા જોઈએ. જે લોકો કોમ્પ્યુટર પર ધાર્મિક અથવા તો અન્ય પ્રકાર નાં કામ કરે છે. તેના માટે દક્ષિણ દિશા તમારા માટે ઉત્તમ રહેશે.તમારા કાર્યાલયમાં જયારે પણ કોઈ નવો વર્કર કામ માટે આવે તો કામ કરતાં કરતાં તેનો સ્વભાવ ઉગ્ર ન થાય અને તે કામ છોડીને ન ચાલ્યો જાય તેના માટે આ દિશા નો ખ્યાલ રાખવો.