સફળતા મળતાની સાથે જ આ ૫ હસીનાઓએ બોયફ્રેંડને કહી દીધું ટાટા-બાય બાય, નંબર ૩ તો પૈસા માટે લડતી હતી

કહેવામાં આવે છે કે જ્યારે માણસ પાસે પૈસા અને નામના આવે છે ત્યારે તેનો મિજાજ બદલાય છે. પરંતુ આજે અમે તમને એવી બોલીવુડ અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ કે જેણે મિજાજ ની સાથે સાથે બોયફ્રેન્ડ પણ બદલી નાખ્યા. એટલે કે ફેમસ થતાની સાથે જ તેમણે તેમના પ્રેમને ટાટા-બાય બાય કહી દીધું.
અનુષ્કા શર્મા – જોહેબ યુસુફ
અનુષ્કા જયારે મોડેલીંગ કરતી હતી, ત્યારે તેની લાઈફમાં મોડલ યુસુફની એન્ટ્રી થઈ હતી. સાથે સંઘર્ષ કરતા કરતા બંને એકબીજાને ડેટ પણ કરતા હતા. ત્યાર પછી અનુષ્કાને યશરાજ ફિલ્મ્સની “રબને બનાદી જોડી” મળી. આ ફિલ્મ હિટ થતાં જ તેણે જોહેબ સાથે બ્રેકઅપ કરી લીધું. વર્તમાનમાં તેઓ ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે.
દીપિકા પાદુકોણ – નિહાર પંડ્યા
મોડેલિંગનાં દિવસોમાં દીપિકા પાદુકોણનું દિલ નીહાર પંડ્યા પર આવી ગયું હતું. બંને મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં મળ્યા હતા. તેમનો સંબંધ લગભગ ૩ વર્ષ સુધી ચાલ્યો. પરંતુ પછી કારકિર્દીની ગાડી આગળ વધતા જ દીપિકાએ નીહાર સાથે બ્રેકઅપ કરી લીધુ. વર્તમાન સમયમાં દીપિકા રણબીર સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે.
પ્રિયંકા ચોપડા – અસિમ મરચન્ટ
વર્તમાનમાં પ્રિયંકા હોલિવૂડ સિંગર અને એક્ટર નિક જોનસ ની પત્ની છે. પરંતુ એક જમાનો એવો પણ હતો કે જ્યારે તે નાના અભિનેતા અસીમ મર્ચંટની સાથે ડેટ કરતી હતી. બન્નેનો સંબંધ આર્થિક તંગીને લીધે તૂટી ગયો હતો. પૈસાને લઇને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આવામાં બંને અલગ થવાનું જ સારું રહેશે તેમ નક્કી કર્યું.
આલિયા ભટ્ટ – અલી દાદારકાર
આલિયાને પહેલો પ્રેમ તેનાં નાનપણનાં મિત્ર અલી દાદારકર સાથે થયો હતો. આલિયાની બોલિવૂડમાં એન્ટ્રી પહેલા બન્ને એકબીજાને ડેટ કરતા હતા. ત્યારબાદ” સ્ટુડન્ટ ઓફ ધ યર” માં ડેબ્યુ પછી આલિયા અને અલી વચ્ચે અંતર આવી ગયું હતું. તેનું કારણ આલિયાની સ્ટુડન્ટ ઓફ ધ યર નાં સહકલાકાર સિધાર્થ મલ્હોત્રા સાથેનું ઘટી ગયેલું અંતર હતું. વર્તમાનમાં આલિયા રણવીર કપૂરની સાથે ડેટ કરી રહી છે.
એશ્વર્યા રાય – રાજીવ મુલચંદની
સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર છે. પરંતુ તે પહેલા એશ્વર્યાનાં જીવનમાં ૯૦નાં દશકનાં પોપ્યુલર મોડલ રાજીવ મુલચંદાની આવ્યા હતા. તે સમયે બંનેનાં સંબંધો ન્યૂઝ પેપરનાં પેઈજ પર છવાયેલા રહેતા હતા. ત્યારબાદ એશ્વર્યાને ફિલ્મો મળવા લાગી. આ વાત થી રાજીવને ઈર્ષા થવા લાગી અને બંનેએ પોતાનો સંબંધ ખતમ કરી દીધો. વર્તમાનમાં એશ્વર્યા અભિષેક બચ્ચન સાથે સુખી જીવન જીવી રહી છે.